android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: વડાલીના સવાસલા ગામે 25 લાખના સાધનો ભાડે રાખી પરત ન આપી ઠગાઈ
calendar_today May 16, 2026

Himatnagar: વડાલીના સવાસલા ગામે 25 લાખના સાધનો ભાડે રાખી પરત ન આપી ઠગાઈ

વડાલી તાલુકાના સવાસલા ગામે રહેતા એક રહીશ પાસેથી 9 મહિના અગાઉ વડાલીના થુરાવાસ, મહેસાણાના પોલવાસ તથા નાના ચિલોડાના એક શખ્સ મળી ત્રણેય જણાએ સવાસલાના રહીશને વિશ્વાસમાં લઈ રૂ.25 લાખના જેસીબી તથા રોટોવેટર અને ટ્રેકટર ભાડે લઈ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે બે જણાની અટકાયત કરી હતી. આ અંગે સવાસલા ગામના મુકેશ ખીમજીભાઈ ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા.29-8-2025ના સમયગાળા દરમિયાન થુરાવાસના દશરથ વણઝારા, મહેસાણા જિલ્લાના પોલવાસ ગામના રતનજી શંકરજી ઠાકોર તથા નાનાચિલોડામાં આવેલ અમરદિપ એપાર્ટમેન્ટરમાં રહેતા સુખદેવદાન તેજદાન ગઢવીએ એકસંપ થઈ મુકેશ ગઢવીને વિશ્વાસમાં લઈ ટ્રેકટર નં.જીજે.09બીએમ.0450, રૂ.8.50 લાખનું રોટેવેટર તથા અન્ય સાધનો મળી રૂ.25 લાખની કિંમતના આ સાધનો ભાડા પટ્ટે લીધા હતા ઉપરાંત યતીન પરમારનું રૂ.26 હજારની કિંમતનું એક્ટિવા નં.જીજે.09ડીએસ.6468ને ગીરવે રાખી દશરથ વણઝારાએ કરાર કરી આપ્યો હતો. તેમજ રતનજી ઠાકોર અને સુખદેવદાન ગઢવીએ ટ્રેકટર, રોટોવેટર ગીરો કરાર કરી લઈ લીધા બાદ મુકેશ ગઢવીને જેસીબી ભાડે તથા વેચાણથી લીધા બાદ દશરથ વણઝારાએ રૂ.26 હજારનું એક્ટિવા ગીરોથી મેળવી લીધુ હતું ત્યારબાદ સમય પૂર્ણ થવા છતાં વાહનો પરત આપવામાં આવ્યા ન હતા. તેમજ વાહનોની કિંમત ન ચુકવીને આ ત્રણેય જણાએ મુકેશ ગઢવી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવાતાં પોલીસે ગુનોની તપાસ કરીને દશરથ મોતીલાલ વણઝારા અને સુખદેવદાન ગઢવીની અટકાત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Idar: ઈડરના હાલુડી વિસ્તારમાં જુગાર રમતા 4 જુગારી પકડાયા
calendar_today May 16, 2026

Idar: ઈડરના હાલુડી વિસ્તારમાં જુગાર રમતા 4 જુગારી પકડાયા

સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હાલુડી વિસ્તાર સ્થિત કુંજ કસ્બા પાસે ગુરૂવારે છાપરાના શેડમાં ગંજીપાનાનો જુગાર રમતા ચાર જણાને સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે ઝડપી લઈને રૂ.30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ જુગાર ધારાના ભંગ બદલ ચારેય વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી અને ચારેયની અટકાયત કરી હતી. આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા અને સ્ટાફના જણાવાયા મુજબ, ગુરૂવારે તેમનો સ્ટાફ ઈડર પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે, ઈડરના હાલુડી વિસ્તારમાં આવેલ કુંજ કસ્બા પાસે છાપરાના શેડમાં કેટલાક શખ્સો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે. જે આધારે એલસીબીના સ્ટાફે તરત જ પહોંચી જઈ કુંજ કસ્બા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો ત્યારબાદ જુગાર રમતા વિપુલ અરવિંદભાઈ પરમાર, જગદીશ લલીતભાઈ ચાવડા, અજીત ગલબાભાઈ પરમાર અને સુભાષ મુળજીભાઈ પરમારને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ એલસીબીએ રૂ.10,230 રોકડ અને રૂ.20 હજારના મોબાઈલ મળી અંદાજે રૂ.30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા ચારેય વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: સગીરા પર દૂષ્કર્મ, કપડવંજના શખ્સને 10 વર્ષની કેદ
calendar_today May 16, 2026

Kheda: સગીરા પર દૂષ્કર્મ, કપડવંજના શખ્સને 10 વર્ષની કેદ

કપડવંજના એક યુવકે એક સગીરા યુવતી ને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને 27 સપ્ટેમ્બર 2024માં ગેસ્ટ હાઉસમાં લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.સગીરાને રૂ. 4 લાખ વળતર ચુકવવાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.કપડવંજ શહેરના દાણા રોડ પર આવેલી રામબાગ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગરે એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ઘનશ્યામે સગીરાને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી લાલચ આપી હતી. ગત તા. 27 સપ્ટેમ્બર 2024ના રોજ યુવકે સગીરાને કપડવંજ -નડિયાદ રોડ પર આવેલા આવકાર ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. ત્યાં રૂમ નંબર 117માં યુવકે સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ સંદર્ભે સગીરાના સંબંધીની ફરિયાદના આધારે કપડવંજ શહેર પોલીસે ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગર વિરૂદ્ધ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી ઘનશ્યામ ડબગરની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ચાર્જશીટ બનાવીને કપડવંજ સેશન્સ કોર્ટમાં મૂકી હતી. આ કેસની સુનાવણી કપડવંજ સેશન્સ કોર્ટમાં હાથ ધરાતાં સરકારી વકીલ મિનેષ આર પટેલની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યા બાદ ન્યાયાધિશ કે.એેસ .પટેલે આરોપી ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગરને કસુરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. અને કુલ રૂ. 7500 દંડ , દંડ નભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત વિકટીમ કોમ્પેસેશન સ્કીમની જોગવાઇ મુજબ ભોગબનનાર સગીરાને રૂ. 4 લાખ ચુકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદને આદેશ કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward