android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે પંપ પર લાંબી કતાર લાગી
calendar_today May 16, 2026

Bharuch: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે પંપ પર લાંબી કતાર લાગી

ભરૂચ શહેર જિલ્લામાં પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. અચાનક લોકો તેમના વાહનોમાં પેટ્રોલ-ડિઝલ ફુલ ભરી રહ્યાં હોવાને પેટ્રોલ-ડિઝલની અછત વર્તાઈ રહી છે. વહિવટી તંત્રની સાથે સાથે પેટ્રોલ પંપના સંચાલકો તેમજ ફિલરો દ્વારા વાહન ચાલકોને ગભરાવાની જરૂર નથી, પુરતાં પ્રમાણમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો ઉપ્લબ્ધ હોવાનું જણાવામાં આવી રહ્યું હોવાથી લોકો તકેદારીના ભાગરૂપે પોતાના વાહનોમાં ફુલ ઈંધણ ભરાવી રહ્યાં છે. બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકોને એક વખતમાં 20 હજાર લીટર પેટ્રોલ-ડિઝલનો જથ્થો પુરો પાડવામાં આવશે તેવી સુચના આપવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.ઈરાન-અમેરિકા,ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે ઈરાન દ્વારા ઓઈલના નિકાસ પર અંકુશ લાવી દીધો છે. જેના કારણે દેશમાં પેટ્રોલ-ડિઝલની કમી સર્જાય તે વાતને નકારી શકાય તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં હાલમાં ઈંધણનો પુરવઠો પુરતાં પ્રમાણમાં છે પરંતુ સ્થિતીને ધ્યાનમાં રાખી વર્ક ફ્રોમ હોમ,પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સહિતના સુચનો આપવામાં આવ્યા છે.બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાને લઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.ઘણા બધા લોકો જરૂરિયાત કરતાં વધુ માત્રામાં પેટ્રોલ-ડિઝલનો સંગ્રહ કરી રહ્યાં છે. બીજી તરફ પેટ્રોલિયમ વિભાગ દ્વારા દરેક પેટ્રોલપંપ પર 20 હજાર લીટર જેટલું જ પેટ્રોલ-ડિઝલનો જથ્થો મોકલવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પંપ પર પેટ્રોલ-ડિઝલ પુરુ થાય તેનો ફોટો મોકલવામાં આવે ત્યારે તેમને બીજો જથ્થો મળશે તેમ ચર્ચાઈ રહ્યુ છે.ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામીતે જણાવ્યું હતુ કે,જિલ્લામાં પુરતા પ્રમાણમાં પુરવઠો મળી રહ્યો છે. હાલમાં પુરવઠામાં કાપ મુકાય તેવી કોઈ સુચના નથી. ત્યારે લોકોએ કોઈ પણ પ્રકાર ગભરાવાની જરૂર નથી. પેટ્રોલ પંપ સપ્લાય નિયમીત મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: અમરેલી જેટકોના જુનિયર આસિસ્ટન્ટનું ડૂબી જતાં મોત
calendar_today May 16, 2026

Bharuch: અમરેલી જેટકોના જુનિયર આસિસ્ટન્ટનું ડૂબી જતાં મોત

નેત્રંગ : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં જેટકોમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા નેત્રંગના યુવાનનું નેત્રંગ નજીક ધારીયા ધોધ ખાતે ડુબી જતા મોત થયુ છે. જુનિયર આસિસ્ટન્ટ મિત્રો સાથે ધોધ ખાતે ફરવા ગયા હતા જ્યાં કુદરતી હાજતે ગયા બાદ હાથ ધોતી વખતે બેલેન્સ બગડયુ અને ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.નેત્રંગ-દેડીયાપાડા રોડ પર આવેલ એકતા નગર સોસાયટીમાં રહેતા તેજસભાઇ રાજેશભાઈ વસાવા (ઉ.21) સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં જેટકોની ડીવીઝન ઓફીસમાં જુનીયર આસિસ્ટન્ટ તરીકે ફ્રજ બજાવતા હતા.હાલમાં રજા હોવાથી વતન નેત્રંગ પોતાના ઘરે આવેલ હતા. દરમિયાન નેત્રંગ-દેડીયાપાડા રોડ પર આવેલા ધાણીખુંટ ગામે કરજણ નદી પર આવેલ ધારીયાધોધ ખાતે તેજશભાઇ મિત્રો સાથે પિકનીંક મનાવવા માટે ગયા હતા. દરમિયાન તેમના પેટમાં ગરબડ લાગતા નદીના કિનાર ઉપર કુદરતી હજાતે ગયા હતા. હાજત બાદ નદીના પાણીમાં હાથ ધોવા જતા શરીરનું સમતોલન નહિ જળવાતા તેજશભાઇ ઉંડા પાણીના ખાડામાં પડયા હતા. તેણે બચાવો બચાવોની બુમો પાડતા તેના મિત્રોએ પાણીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફ્તે તેને સારવાર માટે લાવેલ હતા.જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: નેત્રંગ તાલુકામાં નદી-નાળા અને ચેકડેમ ઊંડા કરવાની લોકોની માગ
calendar_today May 16, 2026

Bharuch: નેત્રંગ તાલુકામાં નદી-નાળા અને ચેકડેમ ઊંડા કરવાની લોકોની માગ

નેત્રંગ : ભરૂચ જીલ્લામાં આવેલા નેત્રંગ તાલુકામાં ચેકડેમો અને નદી-નાળાઓ તથા વરસાદી કાંસોમાં માટી-કચરાનું પુરાણ થયુ હોવાથી હવે પાણી સંગ્રહની ક્ષમતા નથી રહી માટે ચેકડેમો અને નદી-નાળાઓ ઊંડા કરવા ખેડૂતોની માગ છે.નેત્રંગ તાલુકાની સીમમાંથી કરજણ,અમરાવતી,ટોકરી,મધવંતી અને કિમ નદી અને 5000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પાણી મળી શકે તેવા વિશાળ બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ આવેલ છે.ગામે-ગામમાંથી પસાર થતાં નદી-નાળા અને કોતરો ઉપર નાના-મોટા ચેકડેમ અને તળાવો બનાવવામાં આવ્યા છે.જેમાં પાણીનો સંગ્રહ થાય અને જમીનમાં પચવાથી બોર-મોટર અને કુવામાં પાણીના સ્તરમાં વધારો થઈ શકે.પરંતુ નેત્રંગ તાલુકાના બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ અને નાના-મોટા ચેકડેમ-તળાવમાં 80 ટકાથી વધુ માટી પુરાણ થઇ ગયું છે.દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ પડવાથી ડેમ ઓવરફ્લો થાય અને રાજ્ય સરકારના ચોપડે ઓવરફ્લો થયાનું નોંધાઇ છે.પરંતુ ભુગોળની વાસ્તવિક્તા કંઇક અલગ જ હોય છે. તાલુકાના ચેકડેમ-તળાવમાં માટી પુરાણ થવાથી વરસાદના પાણીનો સંગ્રહ થતો નથી.અને વહી જાય છે. આ સંજોગામાં ચેકડેમ-તળાવ ઉંડા કરવામા આવે જેથી પાણીનો સંગ્રહ થવાથી સિંચાઈ-પીવા માટેનું પાણી ધરતીપુત્રોને આસાનીથી મળી શકે અને જળસ્તરમાં વધારો થઇ શકે તેમ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward