android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: ભરૂચ જિલ્લામાં બ્રિટાનિયા ન્યુટ્રીશન ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થ ભારત પ્રોગ્રામ
calendar_today May 16, 2026

Bharuch: ભરૂચ જિલ્લામાં બ્રિટાનિયા ન્યુટ્રીશન ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થ ભારત પ્રોગ્રામ

ભરૂચ : ભરૂચ જિલ્લાના બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવાના હેતુથી સંકલિત બાળ વિકાસ યોજના (આઈસીડીએસ) શાખા, તાલુકા પંચાયત ભરૂચ અને બ્રિટાનીયા ન્યુટ્રીશન ફાઉન્ડેશના સંયુકત ઉપક્રમે સ્વસ્થભારત પ્રોગ્રામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રોગ્રામનો પ્રારંભ ભરૂચના પિૃમ સેજાના વોર્ડ-1/4,વોર્ડ નં.1/5 નન્નુમિંયા અને લીમડીચોક નવી વસાહત ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફીસર સી.ડી.પી.ઓ. તથા બ્રિટાનિયા ન્યુટ્રીશન ફાઉન્ડેશનની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના તમામ 1374 આંગણવાડી કેન્દ્રોને મળશે. પોષણ ટ્રેקר મુજબ ઓળખાયેલા અતિ કુપોષિત (એસએએમ) અને મધ્યમ કુપોષિત (એમએએમ)બાળકોન ઈપીડી આહાર આપવામાં આવશે. દરેક બાળકને દર મહિને 1.5 કિલો લેખે સતત એક વર્ષ સુધી આ પોષણક્ષમ આહાર પુરો પાડવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch : વેડચ ગામે પાંચ અનાથ દીકરીઓનો સમૂહલગ્નોત્સવ યોજાયો
calendar_today May 16, 2026

Bharuch : વેડચ ગામે પાંચ અનાથ દીકરીઓનો સમૂહલગ્નોત્સવ યોજાયો

જંબુસર : જંબુસર તાલુકાના વેડચ ગામના શિવ નગર ખાતે માનવતા, સેવા અને સમાજ ઉત્થાનના ઉમદા ઉદ્દેશ્ય સાથે શિવ એજ્યુકેશન એન્ડ વેલ્ફ્ર ચેરિટેબલ ટ્રસ્ટ તથા વેરાઈ માતા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે બીજા વિનામૂલ્યે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંગલ પ્રસંગે મા-બાપ વગરની પાંચ જરૂરિયાતમંદ દીકરીઓએ શાસ્ત્ર્રોક્ત વિધિ અનુસાર પ્રભુતામાં પગલાં પાડયા હતા.કાર્યક્રમની સૌથી વિશેષ બાબત એ રહી કે તમામ દીકરીઓના લગ્ન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરાવવામાં આવ્યા હતા. નવવધૂઓને તેમના નવા દાંપત્ય જીવનની સુખદ શરૂઆત માટે ટ્રસ્ટ તેમજ દાતાશ્રીઓના સહયોગથી 51 જેટલી જીવનજરૂરી ચીજવસ્તુઓ કરિયાવર રૂપે ભેટ આપવામાં આવી હતી. જેમાં ઘરગથ્થુ ઉપયોગની વિવિધ આવશ્યક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ આયોજનને સફ્ળ બનાવવા માટે શિવ એજ્યુકેશન એન્ડ વેલ્ફ્ર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ જોશી,દોલતભાઈ જાદવ તેમજ વેરાઈ માતા મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. વેડચ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દાતાઓએ પણ ઉદાર હાથે દાન આપી સમાજસેવાની ભાવનાને બળ આપ્યું હતું. ગામના યુવાનો,મહિલા મંડળો તથા ગ્રામજનોએ સાથ આપ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch : હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પે. એસી વૉર્ડ શરૂ કરવામાં આવ્યો
calendar_today May 16, 2026

Bharuch : હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પે. એસી વૉર્ડ શરૂ કરવામાં આવ્યો

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમી અને વધતા હીટ સ્ટ્રોકના કેસોને ધ્યાનમાં રાખી દર્દીઓ માટે ખાસ એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતાઓ ઉભી થઈ રહી છે.ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ખુલ્લામાં કામ કરતા શ્રામિકો માટે હીટ સ્ટ્રોકનો ખતરો વધુ રહેતો હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા પુર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.રાજય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ સિવિધ હોસ્પિટલો અને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી અને અસરકારક સારવાર મળી રહે તે માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સ્પેશિયલ એસી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં દર્દીઓને ઠંડકવાળુ અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જરૂરી દવાઓ, ઈમરજન્સી સારવાર સાધનો, ઓક્સિજન સુવિધા તેમજ તબીબી સ્ટાફની સતત દેખરેખ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકના દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ડોકટરો, નર્િંસગ સ્ટાફ અને પેરામેડિકલ ટીમને ખાસ સુચનાઓ આપવામાં આવી છે. હોસ્પિટલ તંત્રએ જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધુ ઉંચો જવાની શકયતા છે તેથી આરોગ્ય વિભાગ સંપુર્ણ સજ્જ છે. સાથે જ નાગરીકોને પણ બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પુરતુ પાણી પીવા, માથુ ઢાંકી રાખવા અને શરીરમાં પાણીની ઉપણ ન થવા દેવા અપીલ કરવામાં આવી છે. ગરમીના સમયમાં લોકોને તાત્કાલીક આરોગ્ય સેવાઓ મળી રહે અને હીટ સ્ટ્રોક જેવી ગંભીર પરિસ્થિતીમાં જાનહાની ટાળી શકાય તે માટે કરવામાં આવેલી આ વ્યવસ્થાને લોકો દ્વારા પણ આવકારવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward