android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Narmada: સતત કચરો અને ગંદકી ઠલવાતા હોવાથી અંબિકા નદીની દુર્દશા
calendar_today May 16, 2026

Narmada: સતત કચરો અને ગંદકી ઠલવાતા હોવાથી અંબિકા નદીની દુર્દશા

દેડિયાપાડા : નર્મદા જિલ્લાનું સૌથી મોટું વેપારી મથક એટલે સેલંબા વેપારી મથક છે. સેલંબા માં વેપારીઓની દુકાનો દિન પ્રતિદિન વધતી જાય છે.સેલંબા વેપારી મથકે અંબિકા નદી (સેલંબા નદી) આવેલી છે. આ નદીની અત્યારે દુર્દશા થઇ છે. સેલંબાના દુકાનના વેપારીઓ અને સેલંબાના રહીશો આ નદીમાં કચરો ઠાલવે છે. નદીમાં પ્લાસ્ટિક,કાગળો, અને અન્ય કચરો દરરોજ ઠાલવવામાં આવે છે.નદીમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. નદીમાં ગંદકીનું સામ્રાજય જેવા મળે છે. નદીમાં પાણી સુકાંઈ ગયું છે.અને થોડું પાણી નામનું જ જેવા મળે છે. તે પાણી પણ દુર્ગધ મારે છે. નદીમાં ગંદકીનું સામ્રાજય હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.નદીમાં ગંદકી અને કચરાના ઢગલા હોવાથી સેલંબા વેપારી મથક અસુંદર લાગે છે. સેલંબાની અંબિકા નદી (સેલંબા નદી) માં નગરજનો અને વેપારીઓ કચરો ન ફેંકે તે માટે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. સેલંબાની અંબિકા નદીની સાફ્ સફઈ કરવામાં આવે એવી લોકો માંગ ઉઠવા પામી છે.સેલંબા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા પણ નદીમાં કચરો ફેંકતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી ચર્ચાએ જોર પકડયું છે. સેલંબાની અંબિકા નદી માંથી કચરો અને પથ્થરો કાપીને સાફ્ સફઈ કરવામાં આવે એ જરૂરી છે. આ નદીમાં માટીના કારણે માટીથી ભરાઇ ગઈછે. નદીને ખોદીને ઉંડી કરવાની જરૂર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: પાવીજેતપુરમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલ ખરીદવા કતારો જામી
calendar_today May 16, 2026

Chhotaudepur: પાવીજેતપુરમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલ ખરીદવા કતારો જામી

પાવીજેતપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ હોવાની વહેતી થયેલી ચર્ચા અને અફ્વાને પગલે આજે સમગ્ર પંથકમાં અફ્રાતફ્રીનો માહોલ જોવા મળ્યો હતો. ઈંધણ ખૂટી જશે તેવા ડરથી ગભરાયેલા વાહનચાલકો વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર ઊમટયાં હતા. જેને કારણે પંપો પર વાહનોની લાંબી કતારો દ્રશ્યમાન થઈ હતી.એક તરફ્ અછતનો માહોલ છે. ત્યાં બીજી તરફ્ મોંઘવારીનો વધુ એક ડામ જનતા પર પડયો છે. આજથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે રૂા.3-3નો તોતિંગ ભાવ વધારો અમલી બન્યો છે. આ ભાવ વધારાના સમાચાર વહેતા થતાં અને આગામી દિવસોમાં ભાવ હજુ વધે તેવી આશંકાએ પણ લોકો વહેલી સવારથી જ પોતાના વાહનોની ટાંકી ફ્ૂલ કરાવવા માટે પંપો પર દોડી આવ્યા હતા. જેને કારણે ભીડમાં અધધ વધારો જોવા મળ્યો હતો. પેટ્રોલ પંપ સંચાલક દ્વારા ઈંધણ આપવા પર મર્યાદા (રેશનીંગ)લાદી દેવાઇ છે. હાલ પંપ પર માત્ર મર્યાદિત જથ્થો જ અપાઇ રહ્યો છે. જેમાં બાઈક/ટુ-વ્હીલર ચાલકોને વધુમાં વધુ માત્ર રૂા.500નું પેટ્રોલ.અને કાર/ફેર-વ્હીલર ચાલકોને વધુમાં વધુ માત્ર રૂા.1000નું જ પેટ્રોલ અપાઇ રહ્યું છે.એક તરફ્ આકરો ભાવ વધારો અને બીજી તરફ્ લાંબો સમય લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ પૂરતું ઈંધણ ન મળતા વાહનચાલકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો.પેટ્રોલ-ડીઝલની અછત અને ભાવ વધારાના સમાચાર સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક સ્તરે વાયુવેગે પ્રસરતા જ લોકો પોતાના વાહનો લઈને પંપ તરફ્ દોડયા હતા. બપોર સુધી તો પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે, પંપના પરિસરની બહાર મુખ્ય માર્ગો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી.રોજિંદુ કમાઈને ખાતા વાહન ચાલકો અને નોકરિયાતવર્ગ આ બેવડા ફ્ટકાથી ભારે મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ્, સ્થાનિક તંત્ર અને બુદ્ધિજીવી દ્વારા નાગરિકોને ખોટી અફ્વા પર ધ્યાન ન આપવા અપીલ કરાઇ છે.આગામી દિવસોમાં ઈંધણનો પુરવધો યથાવત થશે તેવી આશા છે. પરંતુ હાલ તો પાવીજેતપુરની જનતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને અછત વચ્ચે ભારે હાલાકી વેઠે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: બોડેલીમાં ધમધમતી કેરીના રસની હાટડીઓ પર પાલિકાના દરોડા
calendar_today May 16, 2026

Bodeli: બોડેલીમાં ધમધમતી કેરીના રસની હાટડીઓ પર પાલિકાના દરોડા

બોડેલીમાં ગરમી શરૂ થતાંની સાથે જ બોડેલી, અલીપુરા, ઢોકલીયાના વિવિધ વિસ્તારમાં કેરીના રસના હંગામી સ્ટોલ ઊભા થઇ ગયા છે. ત્યારે આજ રોજ બોડેલી નગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર જીગ્નેશભાઈ રાઠવા, સિટી મેનેજર વિકેશભાઇ પરમાર અને સિટી મેનેજર પિનાકીનભાઈ ચાવડા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં કેરીના રસના વિક્રેતાઓને ત્યાં જઇ, કલર માટે વપરાતા કેમિકલ અને ભેળસેળ યુક્ત કેરીનો રસ પીણાં માટે વપરાતા પાણીની ગુણવતાની સ્થળ પર અધિકારીઓ દ્વારા તપાસ કરાઇ હતી. અધિકારીઓ દ્વારા કેરીના રસનો નાશ કરી રૂા.800નો દંડ વસૂલ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથેના ચેડા ન કરવા બદલ અને સ્વચ્છતા જાળવવા અંગેના સૂચનો આપ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward