android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli: કડીલા ગામે શનિ મહારાજ જન્મ જયંતીની ધામ ધૂમ થી ઉજવણી કરાશે
calendar_today May 16, 2026

Bodeli: કડીલા ગામે શનિ મહારાજ જન્મ જયંતીની ધામ ધૂમ થી ઉજવણી કરાશે

બોડેલી : બોડેલી તાલુકાના કડીલા ગામે ઓરસંગ નદી કિનારે આવેલ શનિ મહારાજના મંદીરે તા.16 મેં ને વૈશાખ વદ અમાસને શનિવારના રોજ અખિલ કોટી બ્રહ્માંડના કર્મ દંડના ન્યાય દેવતાં એવા સુર્યપુત્ર શની મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરાશે. શનિ મહારાજ સત્રુ નથી મિત્ર છે એક આદર્શ શિક્ષક છે. શનિ મહારાજને કારણે આવતી પનોતીના માધ્યમ દ્વારા મનુષ્યને સંયમ, સહિષ્ણુતા, સદાચાર,અને માનવતાના પાઠ શીખવાડે છે. કડીલાના પાંચટેશ્વર ધામ મુકામે શનિ મહારાજની જ્ન્મ જયંતીની તડામાર તૈયારીને આખરી ઓપ અપાયો છે. મંદિરને લાઈટ ડેકોરેશનથી શણગારાયું છે. કડીલા શનિધામ મંદિરે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાશે. જેમાં શનિ મહારાજ અભિષેક સવારે 5:15થી 6:10 કલાક સુધી,મહાપ્રસાદી સાંજે 6:30 કલાકે તેમજ મહાપૂજા રાત્રે 10 કલાકે થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: શિનોર હનીટ્રેપમાં ઝડપાયેલા મુખ્ય આરોપીઓને 8 દિવસના રિમાન્ડ
calendar_today May 16, 2026

Vadodara: શિનોર હનીટ્રેપમાં ઝડપાયેલા મુખ્ય આરોપીઓને 8 દિવસના રિમાન્ડ

શિનોર પોલીસ મથકે નોંધાયેલ ચકચારી હનીટ્રેપના ગુનામાં મુખ્ય આરોપી મનીષા અને વધુ એક આરોપી એહમદને પકડી કોર્ટમાં રજૂ કરતાં 8 દિવસના રિમાન્ડ આપ્યા છે.?શિનોર પોલીસ મથકે ગત ફેબ્રુઆરી 2026માં હરેશ રણછોડભાઈ પટેલે 9 આરોપી સામે રૂા.75,75,550ની બ્લેકમેલિંગ દ્વારા છેતરપિંડીની ફ્રિયાદ નોંધાવી હતી. જેમાં અનવર ટેલર નામના વ્યક્તિએ ફ્રિયાદીને મનીષાનો નંબર આપ્યો હતો. ત્યારબાદ મનીષાએ ફ્રિયાદીને પ્રેમજાળમાં ફ્સાવીને વૃદ્ધને અલગ-અલગ સ્થળે બોલાવી મુલાકાતો કરી હતી. આરોપીઓએ ફ્રિયાદીના નગ્ન વીડિયો બનાવી લીધા હતા.સમાજમાં બદનામ કરવાની, રેપ કેસમાં ફ્સાવવાની અને ગર્ભવતી હોવાનું કહી એબોર્શન માટે નાણાં પડાવવાની ધમકીઓ આપી હતી. ફ્રિયાદીને માલસર-માંડવા રોડ પર આવેલા એક મકાનમાં બંધક બનાવી, લાકડીથી માર મારી ભય બતાવીને ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ પકડાયા છે.અને આશરે રૂા.29 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે.જ્યારે, આરોપી અહેમદે ફ્રિયાદી પાસેથી રૂા.8 લાખ લીધા હોવાનું બહાર આવ્યું છે. હજુ પણ કેટલાક આરોપીઓ અને ગુનામાં વપરાયેલી અલ્ટો કાર પકડવાની બાકી છે. પી.આઈ. આર.આર. વસાવા અને તેમની ટીમ આ કેસની સઘન તપાસ કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: નવેઠા નજીક બસમાં કાર ઘૂસી જતાં ચાલકને ઈજા
calendar_today May 16, 2026

Bharuch: નવેઠા નજીક બસમાં કાર ઘૂસી જતાં ચાલકને ઈજા

ભરૂચ : ભરૂચ તાલુકામાં આવેલાં નવેઠા ગામે પાસે શુક્રવારે બપોરના સમયે એક કાર ચાલકે કોઈ કારણસર સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેની કાર જીએફએલ કંપનીની બસની નીચે ઘુસાડી દીધી હતી. ઘટનામાં ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. કાર આખી અંદર ફસાઈ ગઈ હોવાને કારણે જેસીબીની મદદથી કારને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી.ભરૂચના દહેજ રોડ પર શુક્રવારે નવેઠા ગામે પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હતી. દરમિયાનમાં નવેઠા ગામ પાસે કાર ચાલકે જીએફએલ કંપનીની બસમાં ધડાકાભેર પોતાની કાર અથાડી દેતાં તેની કાર બૃમાં અંદર ઘુસ ગઈ હતી. કારનો અડધો ભાગ બસમાં ફસાઈ જવાને કારણે ચાલક પણ અંદર જ ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે બસમાં સવાર કંપનીના કર્મીઓએ તુરંત નીચે ઉતરી રેસ્કયૂ માટેની કવાયત શરુ કરી હતી. કારને કાઢવા માટે તેમણે જેસીબી બોલાવી હતી. જે બાદ જેસીબીથી યેનકેન પ્રકાર કારને બહાર કાઢી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward