CTM-હાટકેશ્વર માર્ગ પર રોડ રોલરે રસ્તો બ્લોક કર્યો
શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફ્કિથી સતત ધમધમતા CTM-હાટકેશ્વર માર્ગપર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. AMTS બસ ડેપો પાસે છેલ્લા એક મહિનાથી એક રોડ રોલર ટાયર ફટી જવાની સામાન્ય ખામીને કારણે રસ્તા વચ્ચે બિનવારસી હાલતમાં પડી રહ્યું છે, જે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યું છે.CTM થી હાટકેશ્વર જતો આ માર્ગ શહેરના સૌથી વ્યસ્ત રસ્તાઓ પૈકીનો એક છે. અહીં સવાર-સાંજ ભારે ટ્રાફ્કિ રહેતો હોય છે. આવા મહત્વના રસ્તા પર બરાબર AMTS ડેપો પાસેજ આ મહાકાય મશીન પડયું હોવાથી પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો લાગે છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતી લાઈટના અભાવે આ રોલર અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હોય તેવું જણાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward