Kheda: વીરપુર ડ્રાય સ્પેલની લપેટમાં, ઇંધણ ના મળતાં લાખો જનતા રામભરોસે !
વીરપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની ભારે અછત સર્જાતા સમગ્ર પંથક સ્તબ્ધ થઈ ગયો છે. તાલુકાની અંદાજે એક લાખની જનતા અત્યારે ઇંધણના આ સંકટ સામે લાચાર બની છે, અને લોકોનું દૈનિક જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વીરપુરના મુખ્ય ત્રણેય પેટ્રોલ પંપો પર અત્યારે પેટ્રોલ નથી, ડીઝલ નથી અને CNG બંધના બોર્ડ લટકી રહ્યા છે, જેના કારણે પંપો સુમસામ ભાસી રહ્યા છે. ખાસ કરીને અત્યારે લગ્નસરાની ધૂમ સીઝન ચાલી રહી છે, ત્યારે ઇંધણ ન મળવાને કારણે પ્રસંગોમાં જનારા પરિવારો, વેપારીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.વીરપુર પંથકમાં ખેતીકામ અને પરિવહન માટે ડીઝલની તાતી જરૂરિયાત હોવા છતાં, વાહનચાલકોને એક ટીપું ઇંધણ મેળવવા માટે ગામેગામ ભટકવાનો વારો આવ્યો છે. પરિવહન ઠપ, રોજીરોટી પર સંકટ CNG ગેસનો જથ્થો પણ ખૂટી પડતા રિક્ષા ચાલકો અને કોમર્શિયલ વાહનચાલકોની આજીવિકા પર સીધી અસર પડી છે. શાળાઓમાં જતા વિદ્યાર્થીઓના વાહનો અને માલવાહક વાહનો અટકી પડતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. લોકોનો આક્રોશ છે કે વાહનચાલકો રઝળી રહ્યા છે અને તંત્ર તમાશો જોઈ રહ્યું છે. તંત્રની નિષ્ક્રિયતા સામે લોકરોષ આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પુરવઠા વિભાગ ઘોર નિંદ્રામાં હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. સ્થાનિક જનતામાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોની અત્યારે એક જ માંગ છે કે, પુરવઠા વિભાગ પોતાની કુંભકર્ણી નિંદ્રા ત્યાગીને તાત્કાલિક ધોરણે ઇંધણનો જથ્થો ઉપલબ્ધ કરાવે, જેથી જનજીવન ફરી પાટા પર ચડી શકે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward