મહેસાણા જિલ્લામાં દોઢ મહિનામાં હીટવેવથી 33 લોકો બીમાર પડયા
મહેસાણા જિલ્લામાં ગરમી નવા રેકોર્ડ બનાવી રહી હોય તેમ આકરું રૂપ દોઢ મહિનાથી બતાવી રહી છે.ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને હિટવેવથી બચવા અને તકેદારી રાખવા સતત તાકીદ કરવામાં આવી રહી છે.ત્યારે મહેસાણા જિલ્લામાં ૧ એપ્રિલથી ૧૫ મે દરમિયાન હિટવેવથી ૩૩ લોકો બીમાર પડયા હતા.જેમાં ડીહાઈડ્રેશન,ગરમીથી બીમાર તેમજ હાઈફીવરના દર્દીઓ જોવા મળ્યા છે. તમામ દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં તાપમાનમાં વધારો નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી નજીક પહોચી રહ્યો છે.૪૪ ડિગ્રી નજીક મહત્તમ તાપમાન નોંધાતા રહીશો ગરમીથી તૌબા પોકારી રહ્યા છે.તો તાપમાનમાં થઈ રહેલા વધારાના કારણે જિલ્લાના દસ તાલુકા મથક વિસનગર,વડનગર,ખેરાલુ,સતલાસણા,ઊંઝા,બેચરાજી,મહેસાણા, કડી,વિજાપુર,જોટાણામાં પણ હિટવેવથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે.જિલ્લામાં ગરમીએ કહેર વરસાવતા લોકો તેનાથી બચવાના અનેક પ્રયોગો પણ કરી રહ્યા છે.જયારે અસહ્ય ગરમીથી મૂંગા પશુ-પક્ષીઓ પણ ભારે પરેશાન થઈ રહ્યા છે.મહેસાણા જિલ્લામાં એપ્રિલ મહિનાથી અસહ્ય ગરમીની શરૂઆત સાથે હિટવેવનો પણ પ્રારંભ થયો હતો.હિટવેવ દરમિયાન ચક્કર આવવા,તાવ,ઝાડા-ઉલટી અને બેભાન થઈ જવાના દર્દીઓમાં વધારો થતો હોય છે.ત્યારે મહેસાણા જિલ્લામાં ૧ એપ્રિલથી ૧૫ મે દરમિયાન હિટવેવથી ૩૩ લોકો બીમાર પડતાં ૧૦૮ની ટીમો દ્વારા ઉક્ત દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઉક્ત ૩૩ દર્દીઓમાં સૌથી વધારે હાઈફીવરના ૩૦ દર્દીઓ નોધાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward