android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કોટ વિસ્તારના સરવે બાદ ભયજનક મકાનો બહાર બોર્ડ લગાવાયા
calendar_today May 15, 2026

કોટ વિસ્તારના સરવે બાદ ભયજનક મકાનો બહાર બોર્ડ લગાવાયા

ચોમાસાની ઋતુ તેમજ રથયાત્રા નજીક આવતા જ AMCઅને શહેર પોલીસ દ્વારા કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તાજેતરમાં AMCદ્વારા કરવામાં આવેલા સર્વે બાદ, ખાડિયા વિસ્તારમાં અત્યંત ભયજનક જણાતા મકાનોની બહાર ખાડિયા પોલીસ સ્ટેશન દ્વારા જાહેર ચેતવણીના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે પોલિસ દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં લખ્યું છે કે મકાનના ધાબા, છત કે ગેલેરી પર જવું સખત પ્રતિબંધિત છે. મકાન પાસેથી પસાર થવું પણ જોખમકારક હોવાથી સાવચેતી રાખવી. જો કોઈ વ્યક્તિ આ સૂચનાનું ઉલ્લંઘન કરશે અને કોઈ અણબનાવ બનશે, તો તે વ્યક્તિ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે. સ્થાનિક રહીશોમાં આ કામગીરીને લઈને મિશ્રા પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ્ તંત્રની આ કામગીરી સુરક્ષા માટે જરૂરી મનાઈ રહી છે, તો બીજી તરફ્ વર્ષોથી આવા મકાનોમાં રહેતા પરિવારો માટે રહેઠાણનો પ્રશ્ન પણ ઊભો થયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
શિકાર પાછળ દોડેલા સિંહ સામે અચાનક આવી ગયો યુવક : જીવ બચાવવા ભાગ્યો
calendar_today May 15, 2026

શિકાર પાછળ દોડેલા સિંહ સામે અચાનક આવી ગયો યુવક : જીવ બચાવવા ભાગ્યો

જાફ્રાબાદ તાલુકાના કડિયાળી ગામમાં મોડીરાત્રે બે સિંહો શિકારની શોધમાં ગામની મુખ્ય બજારમાં ઘૂસી આવતા સ્થાનિકોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો. ગામની સૂમસામ શેરીઓમાં શિકારની શોધમાં આંટાફેરા મારતા સિંહોએ એક પશુ પાછળ દોટ મૂકી હતી. તે દરમિયાન અચાનક એક સ્થાનિક યુવક સિંહોની સામે આવી જતાં ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો યુવક જીવ બચાવવા ભાગ્યો હતો.મ્કડિયાળી ગામની મુખ્ય બજાર વિસ્તારમાં બે સિંહો શિકાર માટે ફ્રી રહ્યા હતા. શેરીમાં પસાર થતા એક પશુ પાછળ સિંહોએ અચાનક હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. એ દરમિયાન રસ્તામાંથી પસાર થતો એક યુવક અચાનક સિંહોની સામે આવી ગયો હતો. સિંહ અને પશુ બંને પોતાની તરફ્ આવતા જોઈ યુવક ગભરાઈ ગયો હતો. અને જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંહોએ પશુનો શિકાર કર્યા બાદ સિંહે યુવક પાછળ પણ દોટ મૂકી હતી. જોકે યુવકે સમય સૂચકતા દાખવી યુવક ઝડપથી ભાગી જતાં મહામુસીબતે તેનો જીવ બચ્યો હતો. સમગ્ર ઘટનાએ ગામમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
માણસા ST ડેપોમાં 4 વર્ષથી CCTV બંધ હોવાથી સુરક્ષા સામે સવાલો ઉઠયાં
calendar_today May 15, 2026

માણસા ST ડેપોમાં 4 વર્ષથી CCTV બંધ હોવાથી સુરક્ષા સામે સવાલો ઉઠયાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના માણસા એસટી ડેપોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી સામે આવી રહી છે. શહેરમાં નવા એસટી ડેપોનું નિર્માણ થયા બાદ છેલ્લા ચાર વર્ષથી એકપણ સીસીટીવી કેમેરો કાર્યરત થયો નથી. જેને પગલે મુસાફ્રોની સુરક્ષા સામે સવાલો ઉઠયાં છે.મળેલી માહિતી મુજબ અગાઉ જુના એસટી ડેપોમાં પંદરથી વધુ સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હતા. પરંતુ ડેપો નવું બન્યા બાદ સુરક્ષા માટે લગાવવામાં આવેલા કેમેરા માત્ર દેખાવ પૂરતા જ રહી ગયા છે. ડેપોમાં પ્રવેશદ્વાર, પ્લેટફેર્મ, પાર્કિંગ અને અન્ય મહત્વના વિસ્તારોમાં લગાવવામાં આવેલા કેમેરા બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. મુસાફ્રોનું કહેવું છે કે ડેપોમાં રોજ હજારો લોકોની અવરજવર રહેતી હોવા છતાં સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી વ્યવસ્થા જ અસ્તિત્વમાં નથી. ચોરી, ઝઘડા અથવા અન્ય અનિચ્છનીય બનાવોની સ્થિતિમાં કોઈ પુરાવો ઉપલબ્ધ ન રહે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશેષ વાત એ છે કે એસટી ડેપોમાં લાખો રૂપિયાના ખર્ચે સોલર પેનલ તેમજ પાણીની ટાંકી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, પરંતુ સુરક્ષા માટે જરૂરી સીસીટીવી કેમેરા શરૂ કરવા માટે હજુ સુધી બજેટ કે ટેન્ડર મંજૂર કરવામાં આવતું નથી. જેના કારણે તંત્રની કામગીરી અને પ્રાથમિકતાઓ સામે સવાલો ઊભા થયા છે. ધારાસભ્ય સ્તરે પણ કેમેરા શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મુસાફ્રો અને સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરા માટે બજેટ મંજૂર કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેમજ સમગ્ર ડેપોમાં સુરક્ષા વ્યવસ્થા કાર્યરત બનાવવામાં આવે, જેથી મુસાફ્રોને સુરક્ષિત વાતાવરણ મળી રહે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward