Patan: હારીજના હાઇવે પર માર્ગ પર કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં હિમાચલના યુવકનું મોત થયું
હારીજના રાધનપુર હાઇવે માર્ગ પર આવેલ આઈટીઆઈ કોલેજ નજીક ગતરોજ કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં ગોઝારી ઘટનામાં કાર ચાલકનું ઘટનાસ્થળેજ કરુણ મોત થયું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ અભિષેક વર્મા પોતાની આઈ 20 કારમાં રાધનપુરથી પાટણ તરફ્ આવી રહ્યા હતા. તે સમયે હારીજ ની આઈટીઆઈ કોલેજ નજીક સામેથી આવી રહેલા ટ્રક ના ચાલકે ગફ્લતભરી રીતે પોતાનું વાહન હંકારી કારને ટક્કર મારી દીધી હતી.આ અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે ,કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.જેના કારણે કાર માં સવાર અભિષેક વર્માનું ઘટનાસ્થળેજ મોત કરુણ મોત થયું હતું. આ અકસ્માત ની ઘટના બનતા આસપાસથી પસાર થતા વાહનચાલકો અને લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને કારમાંથી બહાર કાઢી હારીજ રેફ્રલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.તો અકસ્માત ની ઘટના બાદ ટ્રક નો ચાલક રાઠોડ (ઠાકોર) ભગાજી છગનજી, ગામ ઇન્દરવા, તા.ભાભર, પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.હારીજ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે ટ્રકનો માલિક પણ પોતેજ હતો.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માત ની ઘટના ના મૃતક યુવાનની ઓળખ હિમાચલ પ્રદેશના અભિષેક કિશોરભાઈવર્મા (ઉંમર 31) તરીકે થઈ છે. તેઓ છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહેતા હતા અને સ્વરાજ ટ્રેક્ટર કંપનીમાં ટેરેટરી મેનેજર તરીકે ફ્રજ બજાવતા હતા. તેઓ પાટણ, ડીસા,રાધનપુર અને દિયોદર સેન્ટરોની જવાબદારી સંભાળતા હતા અને પાટણની વિઠ્ઠલવિલા સોસાયટીમાં રહેતા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward