android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
દાહોદ જિલ્લામાં પેટ્રોલ - ડીઝલનો સપ્લાય ઘટતાં અછત વર્તાઈ
calendar_today May 14, 2026

દાહોદ જિલ્લામાં પેટ્રોલ - ડીઝલનો સપ્લાય ઘટતાં અછત વર્તાઈ

અમેરિકા ઇઝરાયલ અને ઇરાનનું યુદ્ધની સીધી કે આડકતરી વિપરીત અસર અન્યત્ર પણ વર્તાઈ રહી છે.ભારતમાં પણ પેટ્રોલ ડીઝલનો સપ્લાય ધટતાં દેશમાં અછત વર્તાઈ રહી છે, ત્યારે દાહોદમાં પણ પેટ્રોલ ડીઝલ ની સપ્લાય ઘટવાના કારણે કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ પ્રવેશદ્વાર પર બેરિકેટ્સ મૂકી સ્ટોક નથી ના બોર્ડ લગાવવા પડયા છે. કેટલાક પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલની અછત લગ્ન અને ખેતી ઉપર પણ અસર જોવા મળી રહી છે.ઈરાને હોર્મુઝ સ્ટ્રેટબંધ કરતા વિશ્વમાં તેની ભારે અસર થઈ છે વિશ્વનું 20 % જેટલું ક્ર્રુડ ઓઈલ રોકાયુ છે અને તેના કારણે ભારત દેશમાં પણ પેટ્રોલ ડીઝલની આવકમાં ભારે ઘટાડો થયો છે તેજ રીત દાહોદ જિલ્લામાં સપ્લાયમાં ઘટાડો થતાં પેટ્રોલ ડીઝલની અછત ઊભી થવા પામી છે.ગુજરાતના સરહદી જિલ્લા દાહોદમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાયમાં મોટો કાપ આવતા ઈંધણ સંકટ ઘેરાયું છે. બુધવારે જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર જથ્થો ખૂટી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થિતિ એટલી ગંભીર બની છે કે જિલ્લાના આશરે 55 થી 60 પંપો પર સપ્લાય ચેન ખોરવાઈ છે. આ અસરના કારણે તપાસતા જાણવા મળ્યું કે જિલ્લામાં 15 જેટલા પેટ્રોલના ટેક્રરો ની જરૂરિયાત છે, પરંતુ તે સામે સપ્લાયનો આંક 11 ટેકર જેટલે જેટલો છે અને દરરોજ 20 હજાર લિટર પેટ્રોલ દાહોદ જિલ્લામાં ઓછું મળી રહ્યું છે અને તે જ રીતે રોજ 65000 લિટર ડીઝલ ઓછું મળી રહ્યું છે, આવા કારણોસર જિલ્લાના 55 ઉપરાંત પંપોની સપ્લાય વ્યવસ્થાને અસર પહોંચી છે અને નો સ્ટોકના પાટીયા લટકાવેલા જોવા મળી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા હાલમાં તેની સૌથી વધુ અસર લગ્ન પ્રસંગો એને ખેતી ઉપર થવિ સ્વાભાવિક છે તેમજ પાડોશી રાજ્યમાંથી આવતા વાહન પણ જિલ્લામાંથી ઈંધણ પોતાના વાહનોમાં ભરાવતા આ સમસ્યા વધુ ગહેરી બની છે. પેટ્રોલની અછતની સૌથી મોટી અસર નોકરિયાત વર્ગ તેમજ મધ્યમ અને સામાન્ય વર્ગ પર પડી છે. કામ અર્થે નીકળેલા અનેક લોકોના વાહનોમાં પ્રેટોલ પુરૂ થઈ જતા વાહનોને દોરીને પંપ સુધી લઈ જતા પણ નજરે પડયા હતા. ત્યારે આવનારા દિવસોમાં સ્થિતિ ગંભીર બનવાના એઁધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
100થી વધુ પંપો પર પેટ્રોલ નથીના પાટિયા ઝૂલવા લાગ્યા
calendar_today May 14, 2026

100થી વધુ પંપો પર પેટ્રોલ નથીના પાટિયા ઝૂલવા લાગ્યા

પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની તીવ્ર અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. શહેરા સહિત જિલ્લાના મુખ્ય મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અંદાજે 113 જેટલા પેટ્રોલ પંપો પર સ્ટોક નથીના બોર્ડ લાગી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત મોટાભાગના પેટ્રોલ પંપો ઇંધણના અભાવે બંધ થઈ ગયા છે. ખાસ કરીને શહેરા પંથકમાં સ્થિતિ વધુ ગંભીર છે. જે જૂજ પંપો પર સ્ટોક ઉપલબ્ધ છે, ત્યાં વહેલી સવારથી જ વાહનોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો કામધંધો છોડીે માત્ર બે-પાંચ લિટર પેટ્રોલ માટે કલાકો સુધી તપતા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.ઇંધણનીગોધરામાં કેટલાક પંપો પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી ગયો ગોધરા : ગોધરા શહેર તેમજ ગોધરા બાયપાસ રોડ પર આવેલા મોટા ભાગના પેટ્રોલ પંપ પર પર પેટ્રોલ નો જથ્થો પૂર્ણ થઈ જતાં, કેટલાક ફ્યુઅલ પંપ પર પેટ્રોલ તેમજ ડીઝલ નથી ના બોર્ડ લાગ્યા હતા. ગુરૂવારે ગોધરા શહેરમાં આવેલા 10 પૈકી પાંચ ફ્યુલ પંપો પર પેટ્રોલનો જથ્થો થયો ખલાસ થઈ ગયો હતો.બીજી તરફ જે ફ્યુઅલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ નો જથ્થો ઉપલબ્ધ છે ત્યાં વાહનચાલકોની લાંબી લાઈન લાગી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
મકાનની દીવાલ ધરાશાયી થતાં દબાઈ ગયેલા પિતા-પુત્રનું મોત
calendar_today May 14, 2026

મકાનની દીવાલ ધરાશાયી થતાં દબાઈ ગયેલા પિતા-પુત્રનું મોત

ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામે જુના મકાનની દીવાલ એકાએક ધરાશયી થઈ જતાં તેના નીચે દબાઈ ગયેલા પિતા અને ચાર વર્ષના માસૂમ પુત્રનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું.ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામના કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા પરિવાર સાથે ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં ડોક્ટર ગીદવાની રોડ ઉપર ચિઠિયાવાડ ખાતે જૂના મકાનમાં ચોકીદારીનું કામકાજ ત્યાં રહીને કરતા હતા. જૂનું મકાન તોડી નવું મકાન બનાવવાની કામગીરી કોન્ટ્રાકટર ધ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે આજે સવારે કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા જૂના મકાનના દીવાલ ઉપર ચઢી ટ્રેકર મશીનથી દીવાલ હટાવવાનું કામ કાજ કરતા હતા. જે કામગીરી દરમિયાન અચાનક જ તેજ દીવાલ ધરાશાઈ થઈ હતી. જેમાં તેઓ દીવાલ નીચે દબાઈ જતા મોત ને ભેટયા હતા. આ કરૂણ બનાવમાં તેઓનો 4 વર્ષીય પુત્ર કિશન પણ ધરાશાઈ થયેલી દિવાલ નીચે દબાઈ જતા મોતને ભેટયો હતો. આમ આ બનાવમાં બંને કમભાગી પિતા અને પુત્રનું મોત નિપજવા પામ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward