android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પાણીની અંડરગ્રાઉન્ડ પીવીસી લાઇનમાં ઠેર ઠેર પડેલા પંક્ચર
calendar_today May 14, 2026

પાણીની અંડરગ્રાઉન્ડ પીવીસી લાઇનમાં ઠેર ઠેર પડેલા પંક્ચર

સિંગવડ નગરમાં દ્વારા પીવાના પાણીની યોજનાની અંડરગ્રાઉન્ડ પીવીસી લાઇનમાં ઠેર ઠેર પડેલા પંક્ચરના કારણે હજારો લીટર પાણી રોડ પર વેડફઈ રહ્યું હોવાની ઘટના સામે આવી છે. જમીનમાં દબાવેલી પાણીની લાઇનમાંથી સતત પાણી બહાર આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તાલુકા મથક ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ઉપરવાસ બજાર પોલીસ સ્ટેશનથી લઈ નીચવાસ બજાર સ્થિત ભમરેજી માતાજી મંદિર સુધી નવા આર.સી.સી. રસ્તાની માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નવીન આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી હાલમાં પી.ડબ્લ્યુ.ડી. વિભાગ લીમખેડા (પંચાયત) દ્વારા શરૂ કરાઈ છે. પરંતુ ગ્રામ પંચાયત સિંગવડની પાણી પુરવઠાની અંડરગ્રાઉન્ડ લાઇન ઉપરવાસ તથા નીચવાસ બજાર સહિત અનેક વિસ્તારમાં અનેક જગ્યાએ પંક્ચર હોવાના કારણે સતત પાણી રોડ પર ફ્રી વળી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતના વહીવટી તંત્ર દ્વારા સમયસર પંક્ચર દૂર કરાતું નથી, જેના કારણે નવા બની રહેલા આર.સી.સી. રસ્તાને નુકસાન પહોંચવાની શક્યતા ઉભી થઈ રહી છે. જો સમયસર પાણીની લાઇનનું સમારકામ નહીં કરવામાં આવે તો પાણીનો વ્યાપક બગાડ થવાની સાથે નવા રસ્તા તેમજ નજીકના રહેણાંક મકાનોને પણ નુકસાન થઈ શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કાલોલ વૈષ્ણવ હવેલીમાં કુસુમ કુંજ ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
calendar_today May 14, 2026

કાલોલ વૈષ્ણવ હવેલીમાં કુસુમ કુંજ ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો

કાલોલ ખાતેની પ્રાચીન શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી અંતર્ગત કુસુમ કુંજના ભૂમિપૂજનનો ધાર્મિક કાર્યક્રમ સોમવારે યોજાયો હતો. હવેલીના ગાદીપતિ પુ.પા. ગોસ્વામી ડૉ. શ્રી અભિષેકલાલજી મહારાજના હસ્તે વિધિવત ભૂમિપૂજન કરાયું હતું. હવેલી પાછળ આવેલ લાગુ મકાનમાં ગો.વા. મંજુલાબેન જગમોહનદાસ શાહના મનોરથ સ્વરૂપે કુસુમ કુંજના નિર્માણનું આયોજન કરાયું છે. જેમાં શ્રી ગોવર્ધનધરન પ્રભુના સુખાર્થે કુસુમ કુંજ માં દુધઘર, બાલભોગ, જલપાન તેમજ પાનઘરનું નિર્માણ કરાશે, ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વાંસળી નદીની ચોમાસા પહેલાં તાકીદે સાફસફાઈ કરવા માગ
calendar_today May 14, 2026

વાંસળી નદીની ચોમાસા પહેલાં તાકીદે સાફસફાઈ કરવા માગ

ગોધરા તાલુકાના પઢિયાર પંથકમાં આવેલી વાંસળી નદીની વર્ષોથી સફઈ ન થતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પઢિયાર, કરણના મુવાડા અને અંદરના મુવાડા ગામના ગ્રામજનોએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી નદીની તાત્કાલિક પ્રિ-મોન્સૂન સફઈ હાથ ધરવાની માંગ ઉઠાવી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી નદીની યોગ્ય સફઈ ન થતાં આશરે 1.02 કિલોમીટર લાંબા પટમાં માટીનું પુરાણ, કચરો અને જંગલી ઝાડી-ઝાંખરા ભરાઈ ગયા છે. જેના કારણે નદીનો કુદરતી પ્રવાહ અવરોધાઈ ગયો છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાણી પાછું વળી અંદરના મુવાડા ગામ સુધી ઘૂસી જાય છે અને અનેક ઘરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, 16 એકરથી વધુ વિસ્તારના ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં પાક બગડી જાય છે. દર વર્ષે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂન કામગીરી સમયસર કરવામાં આવે તો ખેતી અને ગ્રામજનોને મોટું નુકસાન ટાળી શકાય. નદીમાં ગંદકી અને પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward