android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સંજેલીથી પીછોડાના રસ્તાનું કામ ધીમી ગતિએ થતાં વાહન ચાલકો પરેશાન
calendar_today May 14, 2026

સંજેલીથી પીછોડાના રસ્તાનું કામ ધીમી ગતિએ થતાં વાહન ચાલકો પરેશાન

દાહોદ જિલ્લાનાં સંજેલીથી પીછોડા સુધીના સિંગલ પટ્ટી રસ્તાને બન્ને સાઈડથી પહોળો કરવાની કામગીરી છેલ્લા બે માસથી ચાલી રહી છે, પરંતુ માર્ગ મકાન વિભાગે સિંગલ પટ્ટી રોડ પર ખોદકામ કરી દેતાં આ માર્ગ પરથી અવર જવર કરતાં નાના મોટા વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. તેમાંય બે કાર પણ સામસામે આવી જાય તો બંને બાજુ ટ્રાફિકજામ થઈ જાય છે. જેથી વહેલીતકે ઝડપથી રોડનું કામ પૂર્ણ કરવા માગ કરાઈ છે. સાથે સંજેલી - પ્રતાપપુરાના રસ્તાનું મેટલિંગ કામની સાથે સાઇડમાં ડામર કામ શરૂ કરવા માગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ગોધરા શહેરના બામરોલી બાયપાસથી અછાલા જંગલ સુધીનો માર્ગ બિસમાર
calendar_today May 14, 2026

ગોધરા શહેરના બામરોલી બાયપાસથી અછાલા જંગલ સુધીનો માર્ગ બિસમાર

ગોધરા શહેરના બામરોલી બાયપાસ રોડથી અછાલા જંગલ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓ, ઉખડેલા ડામર અને ધૂળના ગોટેગોટા વચ્ચે વાહનચાલકો તથા રાહદારીઓને રોજિંદી અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામેનો કરવો પડી રહ્યો છે. આશરે 15થી વધુ ગામોને જોડતો અત્યંત મહત્વનો સંપર્ક માર્ગ છે. છતાં પણ આર એન્ડ બી વિભાગ દ્વારા માર્ગના સમારકામ અથવા જાળવણી માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરથી બામરોલી, મહુલીયા, અછાલા, મલ્લાકુવા, દામાવાવ, રીછવાણી, ગોલ્લાવ, કાળી ડુંગરી, દેવગઢબારીયા તેમજ છોટાઉદેપુર તરફ જતાં લોકો રોજિંદી અવરજવર કરે છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને માટે આ માર્ગ જ મુખ્ય આધારરૂપ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કાલોલમાં ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે વિરુદ્ધ પોલીસની લાલ આંખ
calendar_today May 14, 2026

કાલોલમાં ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે વિરુદ્ધ પોલીસની લાલ આંખ

કાલોલ પોલીસે પાછલા ત્રણ ચાર દિવસમાં રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન કાલોલ શહેર અને તાલુકામાં નિયત ડેસિબલ કરતાં મોટા અવાજે ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે સાઉન્ડ સિસ્ટમ સામે લાલ આંખ કરીને ત્રણ ડીજે કબજે કરી ડીજે માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામમાંથી ગણેશ ડીજેના ઘનશ્યામભાઈ ઉફે ગનિયો રાવજીભાઈ પરમાર (ડી.જે.સંચાલક) અને પ્રકાશકુમાર ઉફે પકો અર્જુનભાઈ બારિઆ (ડીજે ઓપરેટર) સાથે આઇશર, ડીજે સાઉન્ડ સિસ્ટમ અને મળીને કુલ રૂા.25,30,000નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં કાલોલ શહેરમાંથી મહાકાળી ડી.જે.સંચાલક અને ઓપરેટર દિપકકુમાર અર્જુનસિંહ રાઠોડનું ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ત્રીજા કિસ્સામાં શહેરના બોરુ ટર્નિગ પાસેથી વિરાજ ડીજેના ઓપરેટર મિતેશસિહ બળદેવસિંહ ચાવડા અને ડીજે સંચાલક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણનું ડીજે તેમજ આઇશર સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ડીજે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward