android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ડભોઈ પંથકના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી
calendar_today May 14, 2026

ડભોઈ પંથકના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી

ડભોઇ નગરના પેટ્રોલ પંપો ઉપર ક્યારેક લાંબી કતારો તો ક્યારેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે. ઇઝરાયેલ ઈરાક ઈરાન જેવા દેશોમાં હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈ પેટ્રોલ ડીઝલ કેરોસીન બળતણ ગેસની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા પણ ઈંધણ બચાવોની અપીલ કરાઈ છે. ત્યારે ડભોઇના પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ આવતાની સાથે જ લોકો ભરાવા માટે લાંબી કતારોમાં ઊભા થઈ જાય છે તો વળી પુરવઠો ખલાસ થતાં પેટ્રોલ પંપને પણ બંધ રાખવાનો વારો આવી ગયો છે.ડભોઇ પંથકમાં 15 જેટલા પેટ્રોલ પંપ છે, જ્યાં પેટ્રોલ કે ડીઝલો ખૂટી જવાની વાતો બહાર આવે છે, એટલું જ નહીં જ્યાં સુધી બીજો પુરવઠો ના આવે ત્યાં સુધી આ પેટ્રોલ પંપોને બંધ રાખવાની પણ ફ્રજ વિક્રેતાઓને પડી રહી છે, જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલની આયાત થાય ત્યાં તો લાંબી કથાઓમાં જ લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવા માટે આવી જતા હોવાના કારણે લાંબી કતારો જોવા મળી રહી છે. પુરવઠો ઓછો અને પ્રમાણસર ન મળતો હોવાથી આવનારા દિવસોમાં કદાચ પેટ્રોલ કે ડીઝલનો અસહ્ય ભાવ વધારો પણ થાય ત્યારે પ્રજા ભાવ વધારો થાય તે પહેલા પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરી દેવાની લ્હાયમાં પણ કતારોમાં ઊભા થઈ જતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ડભોઇ શહેરમાં ઠેર ઠેર ધમધમતી નકલી કેરીના રસની હાટડીઓ
calendar_today May 14, 2026

ડભોઇ શહેરમાં ઠેર ઠેર ધમધમતી નકલી કેરીના રસની હાટડીઓ

કેરી જો 120 રૂપિયે કીલો મળતી હોય તો કેરીના રસના એક ગ્લાસના રૂા. 10 કેવી રીતે? તે પણ ડભોઇ નગર પાલિકાએ ભાડે આપેલી જમીનના તંબુમાં મળે.ડભોઇ શહેરમાં ઠેર ઠેર નકલી કેરીના રસની હાટડીઓ ધમધમતી જોવા મળી રહી છે. ત્યારે આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવા માગ થઈ રહી છે.  ડભોઇ નગરમાં વધારે વેચાણનો લાભ લઇ કેટલાક ભેળસેળીયા તત્વો વિપુલ પ્રમાણમાં ડુપ્લીકેટ ઠંડાપીણા ગુણવત્તા વગરના પાણીના પાઉચ, અખાદ્ય કેરીનો રસ પ્રજાના પેટમાં પધરાવીને તગડો નફો રળી લેવાની શરૂઆત થઇ ચુકી છે, જે પ્રજાના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડતા હોવાની બૂમો ઉઠવા પામી છે. આ બનાવમાં જિલ્લા ફૂડ એર ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ અને પાલિકા તંત્ર દ્વારા કોઇ આવા લોકો પર કડક કડક હાથી કરવામાં આવે તેવી માંગવા પામી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
જંબુસર નજીક સ્તંભેશ્વર તીર્થ ખાતે માનવ મહેરામણ ઊમટશે
calendar_today May 14, 2026

જંબુસર નજીક સ્તંભેશ્વર તીર્થ ખાતે માનવ મહેરામણ ઊમટશે

તા. 16મીને શનિવારે આ વર્ષની પહેલી શનિશ્વરી અમાસ હશે. આ શનિશ્વરી અમાસને ભાવુકા અમાવસ્યા કહે છે. જે શુભ માનવામાં આવે છે. ગ્રંથોમાં આ શુભ સંયોગને સ્નાન દાનનું મહાપર્વ કહેવામાં આવે છે. શનિવારી અમાવસ્યના અનોખા સંયોગ વચ્ચે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ઓળખાતા કાવી કંબોઇ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે શિવ ભક્તોનો મેળાવડો જામશે. કાવી કંબોઇ ગામ જંબુસરથી આશરે ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે. જ્યાં તેત્રીસ કરોડ દેવતાઓમાં દેવોના દેવ મહાદેવ શંકરનો વાસ છે. દરિયા દેવ અને આઠ નદીઓ જેમાં મહિસાગર, સાબરમતી, મેશ્વો, ખારી, ચંદ્રભાગા, શેઢી, વાત્રક, હાથમતી, નદીનો અરબી સમુદ્રના ખંભાત અખાતના શુભસ્થળે દિવસમાં બે વખત જલાભિષેક થાય છે. એવા સ્તંભેશ્વર તિર્થ ખાતે શનિવારી અમાવસ્યએ (ભાવુકા અમાસ) ધાર્મિક કાર્ય માટે સવિશેષ માનવામાં આવે છે. અમાવસ્યા તિથીનો સ્વામિ પિતૃ ગણાય છે. આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહા શિવપુરાણમાં તથા અઢાર પુરાણોમાં સૌથી મોટા સ્કંદ પુરાણમાં વિસ્તારથી વર્ણવેલ છે તથા વિશ્વકર્મા પુરાણમાં પણ મહીસાગર સંગમ તીર્થનુ મહત્તમ દર્શાવેલ છે. સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ પર ચોવીસ કલાકમાં બે વખત દરિયાની ભરતી સાથે જલાભિષેક થઈ પાણીમાં સમાઇ જાય છે અને ઓટ આવતા ક્રમશઃ શિવલિંગના દર્શન થાય છે. શનિશ્વરી અમાસના દિવસે સ્તંભેશ્વરમાં મહાદેવના દર્શનનો સમય સવારે 9 થી સાંજે 3નો સમય છે. આ શનિવારી અમાસે શનિદેવની જન્મતિથી પણ છે. એટલે આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ શનિદોષ દૂર થાય છે. તો બીજી તરફ પિતૃ દોષ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward