android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
છોટાઉદેપુરના પાણીબાર ગામે બાબા ઇંદની પરંપરાગત રીતે ઉજવણી થઇ
calendar_today May 14, 2026

છોટાઉદેપુરના પાણીબાર ગામે બાબા ઇંદની પરંપરાગત રીતે ઉજવણી થઇ

આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામે પરંપરાગત બાબા ઇંદ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ પૂજા અને પરંપરાઓનું એક અનોખું પ્રતીક છે.આ ઉત્સવમાં આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિના તત્વો ધરતી માતા,આકાશ,વાયુ, અગ્નિ,પાણી સહિત ગામના આદિ દેવસ્થાનોની પૂજા કરી ગામ માં સૌ સાજા માજા રહે, ઢોર ઢાખર તેમજ તમામ જીવો ના કલ્યાણ અર્થે તેમજ ખેતી પાક સારો ઉતરે જેને વાડી લીલી રહે તેવું પણ કહેવામાં આવે છે અને ગામ માં સુખ સમૃદ્ધિ નુ સામ્રાજ્ય બનેલું રહે એવી આસ્થા અને કામના ઓ સાથે આસ્થા ભેર બાબા ઇંદ ની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવ દરમિયાન આદિવાસી પુરુષો અને મહિલાઓ તેમના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ઢોલ-નગારા અને વાંસળીના તાલે પર પરંપરાગત નૃત્યો કરે છે. આ સાંસ્કૃતિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થાય છે, જેથી પરસ્પર ભાઈચારો અને સામાજિક એકતા મજબૂત બને છે.નોતરાને માન આપીને જુદા જુદા ગામના લોકો પોતાના પરંપરાગત આદિવાસી વેશ પરિધાનમાં સજી-ધજીને નૃત્ય કરતાં અને દેવ માટે વિશેષ ભેટ લઈને ઉત્સવમાં ભાગ લેવા આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પોલીસની હાજરીમાં મારામારીના ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા
calendar_today May 14, 2026

પોલીસની હાજરીમાં મારામારીના ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા

શિનોર તાલુકાના માલસર મુકામે વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળતાં 6 આરોપીઓએ એક સંપ થઈ મંડળી બનાવી હુલ્લડની ફ્રિયાદ શિનોર પોલીસ મથકે નોંધાયેલ છે. જેમાં ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે. માલસર મુકામે થયેલ હુલ્લડ બાબતે પોલીસની હાજરીમાં બિભત્સ ગાળો અને મારામારી ના બનાવનો વિડીયો વાયરલ થયો હતો ,જેમાં આરોપી દ્વારા સોનાના દાગીના કાઢી ગયાનું જણાવેલ છે. જ્યારે તા.10 ના બનાવની ફ્રિયાદ તા.13ના રોજ નોંધાઈ, તેમાં માલસર ખાતે રહેતાં રવિન્દ્ર ઉફે રવિ નગીન પાટણવાડીયા દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી અરુણને અરુણભાઈ કેમ ના કીધો, તેની અદાવત રાખી છ આરોપીઓ અરુણ જયેશ માછી, રવિ ઉફે કાળીયો સુભાષ માછી, વિજય કનુ માછી, શૈલેષ જયંતિ વસાવા ,દિલીપ મહેન્દ્ર માછી અને ભાવેશ મહેશ માછીએ ફ્રિયાદીના ઘર પાસે હુલ્લડ કરી ગાળો બોલી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓ વિજય કનુ માછી, શૈલેષ જેન્તી વસાવા અને દિલીપ મહેન્દ્ર માછીની ધરપકડ કરી બીજા ત્રણ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
SoU વિસ્તારમાં 665 ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાઇ ગયા
calendar_today May 14, 2026

SoU વિસ્તારમાં 665 ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાઇ ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2025ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યુ હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોનાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. વડાપ્રધાનની જાહેરાતના 7 મહિનામાં જ આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાઇ ચૂક્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યનાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મળે તે માટેની યોજનાઓને ત્વરિત અમલ થઇ રહ્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU)ની આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો રસોઇ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ મળે તે માટે કરેલી મહેનત હવે રંગ લાવી રહી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા આ યોજનાનું મોનિટરીંગ થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત આ પહેલનો હેતુ LPG અને પરંપરાગત્ લાકડાના ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. અત્યાર સુંધીમાં 665 થી વધુ બાયોગેસ પ્લાન્ટ નંખાઇ ચૂક્યા છે અને બાકીનાં પ્લાન્ટ નાંખવાની પ્રક્રિયા પ્રગતિમ્ં છે. આ પ્લાન્ટ સ્થાપવામાં માટેનો તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે છે. લાભાર્થીએ પ્લાન્ટ માટે જરૂરી ખાડો ખોદવા માટે શ્રામદાન કરવાનું રહે છે. બાયોગેસ પ્લાન્ટ થકી મહિલાઓને સ્વચ્છ રસોઇ ગેસ મળે છે અને સાથે સાથે પ્લાન્ટમાંથી મળતી સ્લરીનો ખાતર તરીકે ખેતીમાં ઉપયોગ થતા વિદેશથી આયાત થતા રાસાયણિક ખાતર પરની નિર્ભરતા પણ ઓછી થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward