દેડિયાપાડાના પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી
ઇરાન- અમેરિકા યુદ્ધની અસર છેક નર્મદા જિલ્લા સુધી પહોંચી છે. મધ્ય-પુર્વની કટોકટીના કારણે પેટ્રોલ ડિઝલની અછત ઊભી થઇ છે જેના કારણે હવે નર્મદા જિલ્લાના દેડિયાપાડાના પેટ્રોલપંપો ઉપર પણ પેટ્રોલ નથીના પાટીલા લાગી ગયા છે અને નિયત પ્રમાણમાં લોકોને પેટ્રોલ- ડિઝલ આપવામાં આવી રહ્યું હોવાથી વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.દેડિયાપાડા તાલુકામાં ત્રણથી ચાર પેટ્રોલ પંપ આવેલા છે.છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ પંપ પાસે વાહન ચાલકો ટુ વ્હીલર અને ફેર વ્હીલર ગાડીના ચાલકો અને ટ્રકના ચાલકો અને ટ્રેક્ટરના ચાલકો અને અન્ય વાહન ચાલકો સવારથી પેટ્રોલ લેવા અને ડિઝલ લેવા આવે છે અને આ આકરાં ઉનાળાના ધખધખતા તાપમાં ઉભાં રહેવું પડે છે. પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા વાહન ચાલકોને પુરતાં પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવતું નથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમેરિકાના યુધ્ધની અસર દેડિયાપાડા સુધી પહોંચી ગઈ છે અને તેને કારણે વાહન ચાલકોને પેટ્રોલ અને ડીઝલ મળતું નથી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ ન મળતાં વાહન ચાલકો ચિંતિત બન્યા છે. સત્વરે પુરતાં પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો વાહન ચાલકોને મળી રહે એવું લોકો ઈચ્છી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward