android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : પરિણીતા પર દુષ્કર્મ, ઈમરાન રાઉમાની ધરપકડ, ધર્મપરિવર્તનનું દબાણ અને બાળકી સાથે કર્યા અડપલા
calendar_today May 14, 2026

Gujarat Latest News Live : પરિણીતા પર દુષ્કર્મ, ઈમરાન રાઉમાની ધરપકડ, ધર્મપરિવર્તનનું દબાણ અને બાળકી સાથે કર્યા અડપલા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kutch News: માધાપરમાં માસૂમ બાળકી પર અત્યાચાર, નરાધમ માતા-પિતાએ બીડીના ડામ આપી બચકા ભર્યા
calendar_today May 14, 2026

Kutch News: માધાપરમાં માસૂમ બાળકી પર અત્યાચાર, નરાધમ માતા-પિતાએ બીડીના ડામ આપી બચકા ભર્યા

માધાપરમાં રહેતા એક દંપતીએ પોતાની જ માસૂમ બાળકી સાથે પશુતાની તમામ હદો વટાવી દીધી છે. આરોપ છે કે બાળકીના સાવકા પિતા અને સગી માતાએ તેને શરીરના વિવિધ ભાગોએ બીડીના ડામ આપ્યા હતા અને નિર્દયતાથી બટકા ભર્યા હતા. બાળકી પર થયેલા આ શારીરિક અત્યાચારના નિશાન જોઈને પથ્થર દિલના માણસનું કાળજું પણ કંપી ઉઠે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.હત્યાનો પ્રયાસ અને પોક્સો હેઠળ ગુનો દાખલ આ ઘટનાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને નરાધમ દંપતી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. માધાપર પોલીસે આ મામલે સાવકા પિતા અને માતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ (Attempt to Murder) તેમજ પોક્સો (POCSO) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. માસૂમ બાળકીના જીવને જોખમમાં મૂકતા આ દંપતી સામે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની તપાસ અને કડક સજાની માંગ માધાપર પોલીસ દ્વારા આ કેસમાં ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકી પર આ અત્યાચાર કેટલા સમયથી ચાલતો હતો અને તેની પાછળનું મુખ્ય કારણ શું હતું તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા આવા નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ માસૂમ સાથે આવું કૃત્ય કરવાની હિંમત ન કરે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: પરિણીતા પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મ, બાળકી સાથે અડપલાં અને ધર્મપરિવર્તનનું દબાણ કરનારો વિધર્મી ઝડપાયો!
calendar_today May 14, 2026

Rajkot News: પરિણીતા પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મ, બાળકી સાથે અડપલાં અને ધર્મપરિવર્તનનું દબાણ કરનારો વિધર્મી ઝડપાયો!

રંગીલા રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેનું દોઢ વર્ષ સુધી શારીરિક શોષણ કરવાના અને ધર્મપરિવર્તન માટે દબાણ કરવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાએ રાજકોટ શહેરમાં ભારે ચકચાર જગાવી છે.દોઢ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી ઈમરાન રાઉમાએ પરિણીત મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. પીડિત મહિલાએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ઈમરાને છેલ્લા દોઢ વર્ષથી તેનું સતત શારીરિક શોષણ કર્યું હતું. આરોપી મહિલાને અવારનવાર ધમકાવી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. માસૂમ બાળકી સાથે અડપલાં અને ધર્મપરિવર્તનનો આક્ષેપ આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે, ઈમરાને માત્ર મહિલા જ નહીં, પરંતુ તેની માસૂમ બાળકીને પણ નિશાન બનાવી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ તેની બાળકી સાથે પણ અડપલાં કર્યા હતા. વધુમાં, ઈમરાન મહિલા પર પોતાનો ધર્મ બદલીને ઇસ્લામ અંગીકાર કરવા માટે સતત દબાણ કરતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો મહિલાની હિંમતભરી ફરિયાદ બાદ રાજકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી ઈમરાન રાઉમાની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ. હાલમાં આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ, છેડતી અને ધર્મપરિવર્તન માટે દબાણ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો - Rajkot News: મંદિર ડિમોલિશન મુદ્દે ઘમસાણ, 16 મંદિરો તોડવાની હિલચાલ સામે VHP મેદાને, કલેક્ટરને આવેદન આપી ઉગ્ર ચીમકી!

Read Full Story arrow_forward