Surat News: લિંબાયતમાં 3 હત્યાઓ બાદ JCP-1 ની આગેવાનીમાં મેગા કોમ્બિંગ, 200 જવાનોએ આખા વિસ્તારને બાનમાં લીધો!
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા સુરત પોલીસ હવે સફાળી જાગી છે. લિંબાયતમાં ટૂંકા ગાળામાં ત્રણ-ત્રણ હત્યાઓ અને અનેક મારામારીની ઘટનાઓ બનતા પોલીસ કમિશનરની સૂચનાથી વિસ્તારમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.JCP-1 ના નેતૃત્વમાં 200 પોલીસ જવાનો તૈનાત લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો ખોફ દૂર કરવા અને શાંતિ જાળવવા માટે JCP-1 ની સીધી દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 200થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા છે. પોલીસના આ કાફલાએ લિંબાયતના સંવેદનશીલ વિસ્તારોમાં ઘૂસીને ગુનેગારોનું શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો છે. 25-25 જવાનોની અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કોમ્બિંગને વધુ અસરકારક બનાવવા માટે પોલીસ દ્વારા 25-25 જવાનોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ વિસ્તારના ખૂણેખૂણામાં જઈને શંકાસ્પદ શખ્સો, અગાઉના ગુનેગારો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા સખ્ત સૂચના સતત વધતી હત્યાની ઘટનાઓને પગલે પોલીસ એક્શન મોડમાં આવી છે. JCP-1 દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, લિંબાયતમાં કાયદો વ્યવસ્થા સાથે ચેડા કરનારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે, જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવી શકે. આ પણ વાંચો - Surat News: લિંબાયતમાં જૂની અદાવતે યુવકની કરપીણ હત્યા, ચાકુ અને કુહાડીના ઘા ઝીંકી હત્યારાઓ ફરાર!
Read Full Story arrow_forward