Ahmedabad :નિકોલમાં દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ પર પથ્થરમારો, રોષે ભરાયેલા સ્થાનિકોનો હુમલો
અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા નિકોલ વોર્ડમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઇન્ફોર્સમેન્ટ ટીમ જ્યારે નિકોલ વિસ્તારમાં રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચી ત્યારે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ જોતજોતામાં હિંસક બન્યો હતો અને ટોળાએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કરી દીધો હતો.AMCની ગાડીના કાચ તૂટી ગયા મળતી વિગતો મુજબ, રોડ પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક કેટલાક સ્થાનિકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં AMCની ગાડીના કાચ તૂટી ગયા હતા અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અચાનક થયેલા આ હુમલાને પગલે કોર્પોરેશનના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ કાફલો સ્થળ પર ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ પોલીસે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાલ નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો--- Monsoon2026 : ચોમાસાના સારા સમાચાર, 16 મેથી દેશના આ રાજ્યમાં મેઘરાજાનો વાજતે ગાજતે થશે પ્રવેશ
Read Full Story arrow_forward