AMC દ્વારા બે દિવસ 'ઓરેન્જ એલર્ટ' , પારો 45 ડિગ્રીને વટાવશે, 39 વિસ્તારો 'હોટ સ્પોટ' જાહેર
અમદાવાદ શહેરમાં ઉનાળાનો પ્રકોપ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનો માટે ગંભીર એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા આગામી 15 અને 16 મેના રોજ શહેરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસો દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.39 વિસ્તારોને 'હોટ સ્પોટ' તરીકે ચિહ્નિત કરવામાં આવ્યાAMC દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સઘન સર્વે કર્યા બાદ કુલ 39 વિસ્તારોને 'હોટ સ્પોટ' તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ગરમીની અસર અને લૂનું પ્રમાણ અન્ય વિસ્તારોની સાપેક્ષમાં વધુ રહેવાની શક્યતા છે. ઓરેન્જ એલર્ટ બાદ, 17 થી 21 મે સુધીના પાંચ દિવસ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ગરમીથી હજુ તુરંત રાહત મળવાની કોઈ શક્યતા નથી. પૂરતા પ્રમાણમાં પાણી પીવો તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે બપોરે 12 થી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. હીટ સ્ટ્રોકથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી, છાશ અને અન્ય પ્રવાહી લેવા, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને માથું ઢાંકીને રાખવા જણાવાયું છે. કોર્પોરેશન દ્વારા ગરમીના કેસોને પહોંચી વળવા અર્બન હેલ્થ સેન્ટરો અને હોસ્પિટલોને પણ સ્ટેન્ડબાય રહેવા આદેશ આપવામાં આવ્યા છે. આ પણ વાંચો---- Ahmedabad મેટ્રોના સમયમાં થશે વધારો? PM મોદીની અપીલ બાદ તંત્ર એક્શનમાં, મોડી રાત સુધી ટ્રેન દોડાવવા વિચારણા
Read Full Story arrow_forward