android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : જેતપુરમાં રેગ્યુલેટર ચાલુ રહી જતા ભભૂકી આગ, મહિલા ગંભીર રીતે દાઝ્યા
calendar_today May 13, 2026

Rajkot : જેતપુરમાં રેગ્યુલેટર ચાલુ રહી જતા ભભૂકી આગ, મહિલા ગંભીર રીતે દાઝ્યા

રાજકોટના જેતપુર શહેરમાંથી એક ચિંતાજનક અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. શહેરના રામૈયા હનુમાન વિસ્તારમાં ગેસના બોટલમાંથી ગેસ લીક થવાને કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક મહિલા ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને હાલમાં વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ચાલુ રેગ્યુલેટરે બર્નર સળગાવવું ભારે પડ્યું ઘટનાની વિગતો મુજબ, જેતપુરના રામૈયા હનુમાન વિસ્તારમાં રહેતા મંજુલાબેન રાઠોડ સવારના સમયે રસોઈ માટે ગેસ સળગાવવા ગયા હતા. અગાઉથી જ ગેસ બોટલનું રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી રસોડામાં ગેસ પ્રસરેલો હતો. જેવું મંજુલાબેને બર્નર ચાલુ કરવા માટે પ્રયાસ કર્યો કે તરત જ ગેસની જવાળાઓ ભભૂકી ઉઠી હતી. આકસ્મિક લાગેલી આ આગમાં મંજુલાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. લોકોએ બચાવ્યા, જૂનાગઢ રિફર કરાયા આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેના કારણે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ મહિલાને આગમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા. ઈજાગ્રસ્ત મંજુલાબેનને તાત્કાલિક જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. હાલમાં તંત્ર અને પરિવારજનો દ્વારા મહિલાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ પણ વાંચો----    Gandhinagar : પોલીસ હવે આરોપીઓને મુર્ગો નહીં બનાવી શકે, જાહેરમાં સરઘસ કાઢવા, કાન પકડાવવા કે ઉઠક-બેઠક કરાવવા પર લાગી રોક

Read Full Story arrow_forward
Morbi : જૂના સાદુળકા પાસે ઊંડા ખાડામાં ન્હાવા પડેલા 3 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત; ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા મૃતદેહ
calendar_today May 13, 2026

Morbi : જૂના સાદુળકા પાસે ઊંડા ખાડામાં ન્હાવા પડેલા 3 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત; ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા મૃતદેહ

મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ ફાયર વિભાગે ત્રણેયના મૃતદેહ શોધી કાઢ્યા છે.ન્હાવા ગયા ને કાળ ભેટ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જૂના સાદુળકા વિસ્તારમાં પાણી ભરેલા એક મોટા અને ઊંડા ખાડામાં ત્રણ યુવાનો ન્હાવા માટે પડ્યા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ત્રણેય યુવાનો એકપછી એક ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ ત્રણેય યુવાનોના મૃતદેહને પાણીની બહાર કાઢ્યા હતા. એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા ગ્રામજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર જોખમી જળાશયોમાં ન્હાવા જવાની ઘેલછા સામે લાલબત્તી ધરી છે. આ પણ વાંચો ----     Gandhinagar : પોલીસ હવે આરોપીઓને મુર્ગો નહીં બનાવી શકે, જાહેરમાં સરઘસ કાઢવા, કાન પકડાવવા કે ઉઠક-બેઠક કરાવવા પર લાગી રોક

Read Full Story arrow_forward
Banaskantha News: સુઈગામ પોલીસના ત્રાસથી કંટાળી યુવકે માંગી ઈચ્છામૃત્યુની મંજૂરી, PI અને સ્ટાફ સામે લગાવ્યા સનસનીખેજ આક્ષેપ
calendar_today May 13, 2026

Banaskantha News: સુઈગામ પોલીસના ત્રાસથી કંટાળી યુવકે માંગી ઈચ્છામૃત્યુની મંજૂરી, PI અને સ્ટાફ સામે લગાવ્યા સનસનીખેજ આક્ષેપ

બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં પોલીસના કથિત ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુઈગામ પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ સાથે એક યુવકે રાજ્યના કલેક્ટર, DGP અને ગૃહમંત્રીને પત્ર લખી 'ઈચ્છામૃત્યુ'ની માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે.ઢોર માર મારી કાનનો પડદો ફાડી નાખ્યાનો આરોપ યુવકે કરેલી લેખિત રજૂઆતમાં સુઈગામ પોલીસ સ્ટેશનના PI અને તેમના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકનો દાવો છે કે, પોલીસે તેને ખોટા દારૂના કેસમાં ફસાવ્યો હતો અને લોકઅપમાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મારઝૂડને કારણે તેના કાનનો પડદો ફાટી ગયો હોવાનો પણ તેણે અરજીમાં ઉલ્લેખ કર્યો છે. આટલું જ નહીં, બીમાર દીકરાને દવા આપવા ગયેલા તેના શિક્ષક પિતા સાથે પણ પોલીસે અભદ્ર વર્તન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ પર ખનીજ ચોરીમાં ભાગીદારીના આક્ષેપ યુવકે પોતાની રજૂઆતમાં સુઈગામ PI અને તેમના રાઈટર મહેશભાઈ તથા રૂપશીભાઈ સામે સનસનીખેજ આક્ષેપો કરતા જણાવ્યું છે કે, પોલીસ અધિકારીઓ ખનીજ ચોરી અને વિવિધ કોન્ટ્રાક્ટમાં ભાગીદારી ધરાવે છે. વધુમાં, રસ્તા પર વાહનો ચેક કરતી વખતે પોલીસ જાતિ જોઈને વાહનો ડિટેઈન કરતી હોવાનો ગંભીર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો છે. ન્યાય નહીં મળે તો ધરણાની ચીમકી પોલીસના આ પ્રકારના વર્તનથી કંટાળીને યુવકે હવે ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી છે. યુવકે સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જો આ મામલે યોગ્ય તપાસ કરી તેને ન્યાય આપવામાં નહીં આવે, તો તે સરકારી કચેરી સામે અન્ન-જળનો ત્યાગ કરી ધરણા પર બેસશે. આ ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. આ પણ વાંચો - Banaskantha: શિહોરીની બેંક ઑફ્ બરોડાની શાખામાં AC બંધ થતા હાલાકી

Read Full Story arrow_forward