android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: નશામાં ધુત બિલ્ડર પુત્રએ કારથી પાંચ વાહનોને ઉડાવ્યા, એક મહિલાની હાલત ગંભીર, લોકોએ મેથીપાક ચખાડ્યો
calendar_today May 13, 2026

Rajkot News: નશામાં ધુત બિલ્ડર પુત્રએ કારથી પાંચ વાહનોને ઉડાવ્યા, એક મહિલાની હાલત ગંભીર, લોકોએ મેથીપાક ચખાડ્યો

રંગીલા ગણાતા રાજકોટમાં ફરી એકવાર નબીરાની બેફામ સ્પીડે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર બાલાજી હોલ પાસે દારૂના નશામાં ચૂર એક બિલ્ડર પુત્રએ પોતાની કારથી ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 4 કાર અને 1 બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે.વોલ્વો કાર બની 'કાળ' ઘટનાની મળતી માહિતી અનુસાર, બિલ્ડર મહેશભાઈ પીપળીયાનો પુત્ર ધવલ પીપળીયા દારૂના નશામાં ફૂલ હતો, અને પોતાની વોલ્વો કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. બાલાજી હોલ પાસે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા તેણે રસ્તા પર ઉભેલા વાહનોને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે એકસાથે 4 મોટર કાર અને 1 બાઈકને ભારે નુકસાન થયું હતું. મહિલાની હાલત ગંભીર, લોકોનો રોષ ફાટી નીકળ્યો આ અકસ્માતમાં કુલ 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જે પૈકી એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતા નશામાં ધુત ધવલ પીપળીયાને સ્થળ પર હાજર લોકોએ પકડી પાડ્યો હતો. નશામાં ચૂર હોવાને કારણે ઉશ્કેરાયેલા લોકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.https://x.com/sandeshnews/status/2054487353910235381 પોલીસે હાથ ધરી કાર્યવાહી ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપી ધવલ પીપળીયાની અટકાયત કરી હતી. પોલીસે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવવા અને અકસ્માત સર્જવા બદલ કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. રાજકોટમાં નબીરાઓના આવા બેફામ વર્તનને લઈને શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Rajkot : નબીરાનો આતંક, 150 ફૂટ રિંગ રોડ પર કાળી લક્ઝરી કારે 5 વાહનોને ઉડાવ્યા, ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો

Read Full Story arrow_forward
Himatnagarમાં ખેડબ્રહ્માના તલાટીએ રેલવે ટ્રેક પર દોડાવી કાર, સ્ટંટ કરતા કાર ટ્રેક પર ફસાઈ
calendar_today May 13, 2026

Himatnagarમાં ખેડબ્રહ્માના તલાટીએ રેલવે ટ્રેક પર દોડાવી કાર, સ્ટંટ કરતા કાર ટ્રેક પર ફસાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક જવાબદાર સરકારી કર્મચારીએ કાયદાના લીરેલીરા ઉડાડતા જોખમી પરાક્રમ કર્યું છે. ખેડબ્રહ્મામાં તલાટી તરીકે ફરજ બજાવતા હેમેન્દ્રસિંહ રહેવર નામના કર્મચારીએ પોતાની ખાનગી કારને હિંમતનગરના ધાણધા ફાટકથી મહેતાપુરા ફાટક સુધીના બ્રોડગેજ રેલવે ટ્રેક પર દોડાવી હતી. જ્યાં ટ્રેન ચાલતી હોય તે પાટા પર કાર દોડાવવાના આ સ્ટંટને જોઈને સ્થાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.ટ્રેક પર કાર ફસાતા અધિકારીઓમાં દોડધામ તલાટીએ ફાટક પાસેથી કારને ટ્રેક પર ચડાવી દીધી હતી, પરંતુ થોડે દૂર ગયા બાદ કાર બ્રોડગેજ ટ્રેક વચ્ચે ફસાઈ ગઈ હતી. રેલવે ટ્રેક પર કાર ફસાયેલી હોવાની જાણ થતા જ રેલવે અકસ્માતના જોખમને પગલે અધિકારીઓમાં ફાળ પડી હતી. આ ઘટનાને પગલે ટ્રેન સેવાને જોખમી અવરોધ ઊભો થયો હતો. તાત્કાલિક ધોરણે ટ્રેક પરથી કારને હટાવી રેલવે અકસ્માતનું જોખમ ટાળવામાં આવ્યું હતું. નશાની હાલતમાં સ્ટંટ કર્યાની આશંકા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર જપ્ત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા સેવાઈ રહી છે કે તલાટી હેમેન્દ્રસિંહ રહેવરે નશાની હાલતમાં આ જોખમી પરાક્રમ કર્યું હોઈ શકે છે. રેલવે પોલીસે તલાટી વિરુદ્ધ બેદરકારી અને રેલવે સુરક્ષાના ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરી છે. એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં આ પ્રકારની હરકત કરવા બદલ વહીવટી તંત્રમાં પણ ચર્ચા જાગી છે. આ પણ વાંચો----     Gandhinagar : પોલીસ હવે આરોપીઓને મુર્ગો નહીં બનાવી શકે, જાહેરમાં સરઘસ કાઢવા, કાન પકડાવવા કે ઉઠક-બેઠક કરાવવા પર લાગી રોક

Read Full Story arrow_forward
Gandhinagar News: વર્ક ફ્રોમ હોમ કલ્ચર અંગે શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું...
calendar_today May 13, 2026

Gandhinagar News: વર્ક ફ્રોમ હોમ કલ્ચર અંગે શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું...

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ અને કંપનીઓ માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. બદલાતા સમય અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે 'વર્ક ફ્રોમ હોમ' (Work From Home) કલ્ચરને વધુ પ્રોત્સાહન આપવા અંગે વિચારણા કરી રહી છે.ઓનલાઈન કામ માટે કરાશે પ્રયાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, જે ક્ષેત્રોમાં ઓનલાઈન કામ કરવું શક્ય છે, ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. આનાથી માત્ર કર્મચારીઓની સુવિધામાં જ વધારો નહીં થાય, પરંતુ વ્યવસ્થાપનમાં પણ સરળતા રહેશે. એસોસિયેશન સાથે બેઠક બાદ લેવાશે નિર્ણય આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ ઉમેર્યું કે, વર્ક ફ્રોમ હોમની શક્યતાઓને ચકાસવા માટે અમે સંબંધિત બિઝનેસ એસોસિયેશનો અને કોર્પોરેટ સેક્ટરના પ્રતિનિધિઓ સાથે ટૂંક સમયમાં બેઠક યોજીશું. તમામ પાસાઓની ચર્ચા કર્યા બાદ અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પેટ્રોલ-ડીઝલની બચત પર ભાર સરકારના આ વિચાર પાછળનું એક મુખ્ય કારણ ઈંધણની બચત અને પ્રદૂષણ ઘટાડવાનું પણ છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, જો વધુ લોકો ઘરેથી કામ કરશે તો વાહનવ્યવહાર ઘટશે, જેનાથી પેટ્રોલ અને ડીઝલની મોટી બચત થશે. સરકાર તમામ જરૂરી સૂચનાઓ અને પ્રોટોકોલનું પાલન કરીને આ દિશામાં આગળ વધવા માંગે છે. આ પણ વાંચો - Gandhinagar News: મુખ્યમંત્રીના આઉટડોર કાર્યક્રમો વર્ચ્યુઅલી યોજવા વિચારણા

Read Full Story arrow_forward