android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ગુજરાત પોલીસ બનશે ઇકો-ફ્રેન્ડલી, DGP ડૉ કે એલ એન રાવનો મોટો નિર્ણય, આપ્યા આ આદેશો
calendar_today May 13, 2026

Gandhinagar News: ગુજરાત પોલીસ બનશે ઇકો-ફ્રેન્ડલી, DGP ડૉ કે એલ એન રાવનો મોટો નિર્ણય, આપ્યા આ આદેશો

વધતા જતા ઈંધણના ભાવ અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. રાજ્ય પોલીસ વડા ડૉ કે એલ એન રાવ દ્વારા હવે પોલીસ વિભાગમાં પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસના વાહનોનો બિનજરૂરી વપરાશ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.આરોપીઓને કોર્ટમાં ઓનલાઈન રજૂ કરાશે રાજ્ય પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સૂચના આપવામાં આવી છે કે, હવેથી કોર્ટની મોટાભાગની કાર્યવાહી ઓનલાઈન કરવાનો પ્રયાસ કરવામાં આવે. ખાસ કરીને જેલમાંથી આરોપીઓને કોર્ટમાં રૂબરૂ લઈ જવાને બદલે વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવે, જેથી પોલીસ વાહનોના ઈંધણ અને સુરક્ષા વ્યવસ્થાના ખર્ચમાં ઘટાડો કરી શકાય. મીટિંગો પણ હવે ઓનલાઈન થશે માત્ર કોર્ટ કાર્યવાહી જ નહીં, પરંતુ પોલીસ વિભાગની આંતરિક કામગીરીમાં પણ મોટો ફેરફાર જોવા મળશે. હવેથી વિભાગીય સ્તરે યોજાતી મોટાભાગની મીટિંગો રૂબરૂ મળવાને બદલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી અધિકારીઓએ એક શહેરથી બીજા શહેર પ્રવાસ કરવાની જરૂર નહીં પડે અને સમયની સાથે ઈંધણની પણ મોટી બચત થશે. સુરક્ષા અને બચતનો સમન્વય પોલીસ વિભાગના આ નિર્ણયથી સરકારી તિજોરી પર પડતો ઈંધણનો બોજ ઓછો થશે. આ સાથે જ, આરોપીઓને લાવવા-લઈ જવા દરમિયાન ઉભા થતા સુરક્ષાના જોખમો પણ ઘટશે. રાજ્ય પોલીસ વડાએ આ નવી વ્યવસ્થાનો ચુસ્તપણે અમલ કરવા માટે તમામ જિલ્લા વડાઓને તાકીદ કરી છે. આ પણ વાંચો - Gandhinagar News: વર્ક ફ્રોમ હોમ કલ્ચર અંગે શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું...

Read Full Story arrow_forward
Sabarkantha : ઈડર તાલુકા પંચાયતમાં ‘ટકાવારી’ રાજ, અધિકારીઓની મિલીભગતનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
calendar_today May 13, 2026

Sabarkantha : ઈડર તાલુકા પંચાયતમાં ‘ટકાવારી’ રાજ, અધિકારીઓની મિલીભગતનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી કામોની ગ્રાન્ટ પાસ કરવાના બદલામાં અધિકારીઓ દ્વારા ઉઘાડેછોગ ટકાવારી વસૂલવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે જાદર ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલી કબૂલાતનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે.15 લાખની ગ્રાન્ટમાં 45 હજારની ટકાવારી વાયરલ વીડિયોમાં જાદર ગ્રામ પંચાયતના સદસ્ય સ્પષ્ટપણે કબૂલાત કરી રહ્યા છે કે, તેમણે 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરાવવા માટે 'સાહેબ'ને 45 હજાર રૂપિયાની ટકાવારી આપી છે. આ વિગતો સામે આવતા જ તાલુકા વિકાસ અધિકારી (TDO) થી લઈને ઓપરેટર સુધીના તમામ કર્મચારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે. તાલુકા પંચાયત કચેરી હવે વિકાસના કામોને બદલે ભ્રષ્ટાચારનું અડ્ડો બની હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અધિકારીઓનું મૌન અને કચેરીમાં ફફડાટ ભ્રષ્ટાચારની આ પોલ ખુલતા જ તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે વિસ્તરણ અધિકારી પ્રદીપ અંસારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મૌન સેવી લીધું હતું, જે અનેક સવાલો ઉભા કરે છે. 'સાહેબો' ટકાવારી ઉઘરાવવામાં મસ્ત એક તરફ પ્રજા પોતાના વિકાસના કામો માટે કચેરીઓના ધક્કા ખાઈ રહી છે, ત્યારે બીજી તરફ 'સાહેબો' ટકાવારી ઉઘરાવવામાં મસ્ત હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ પુરાવાઓ સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. આ પણ વાંચો----      Gandhinagar : પોલીસ હવે આરોપીઓને મુર્ગો નહીં બનાવી શકે, જાહેરમાં સરઘસ કાઢવા, કાન પકડાવવા કે ઉઠક-બેઠક કરાવવા પર લાગી રોક

Read Full Story arrow_forward
PM Modiની અપીલની અસર, હવે એર ઈન્ડિયાએ લીધો આ મોટો નિર્ણય
calendar_today May 13, 2026

PM Modiની અપીલની અસર, હવે એર ઈન્ડિયાએ લીધો આ મોટો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિદેશ પ્રવાસ ઓછા કરવા અને સોનાની ખરીદી ટાળવાની અપીલ કર્યા બાદ હવે એર ઈન્ડિયાએ પણ મોટો નિર્ણય લીધો છે. વધતા કાચા તેલના ભાવ અને વૈશ્વિક આર્થિક દબાણ વચ્ચે એર ઇન્ડિયાએ તેના આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં ઘટાડો કરવાનો સત્તાવાર એલાન કર્યો છે.ગ્લોબલ નેટવર્ક જાળવી રાખવામાં આવશે એરલાઈને અનેક આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ફેરફાર કર્યો છે. જોકે, ઓગસ્ટ 2026 સુધી દર મહિને 1,200થી વધુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું કે દર મહિને 1,200થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા પાંચ મહાદ્વીપોને જોડતું મજબૂત ગ્લોબલ નેટવર્ક જાળવી રાખવામાં આવશે. કયા વિસ્તારો માટે કેટલી ફ્લાઇટ્સ? એર ઇન્ડિયા દ્વારા ઉત્તર અમેરિકા માટે દર અઠવાડિયે 33 ફ્લાઇટ્સ, યુરોપ માટે 47 ફ્લાઇટ્સ, યુકે માટે 57 ફ્લાઇટ્સ, ઓસ્ટ્રેલિયા માટે 8 ફ્લાઇટ્સ, દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને SAARC દેશો માટે 158 ફ્લાઇટ્સ તેમજ મોરીશસ (આફ્રિકા) માટે દર અઠવાડિયે 7 ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. PM મોદીની અપીલ બાદ નિર્ણય આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અને વિદેશ પ્રવાસ ઓછા કરવાની અપીલ કરી હતી. સરકારનું માનવું છે કે આ પગલાંથી ભારતીય રૂપિયામાં આવી રહેલા દબાણને ઘટાડવામાં મદદ મળશે. હાલમાં ડોલર સામે ભારતીય રૂપિયો 95ના સ્તરને પાર કરી ચૂક્યો છે અને 96 તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. વધતા તેલના ભાવથી એરલાઈન્સ પર દબાણ ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની આશંકાને કારણે કાચા તેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ 107 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયા છે. જેના કારણે એરલાઈન્સ કંપનીઓ માટે ઈંધણ ખર્ચમાં ભારે વધારો થયો છે અને નફામાં ઘટાડો થયો છે. એરલાઇન્સે સરકાર પાસે કરી હતી મદદની માગ તાજેતરમાં વધતા એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવને કારણે એવિએશન ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધી રહી છે. એરનેડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ સહિતની એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA)એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પણ વાંચો : Gold: તમિલનાડુ હોય કે કેરળ સાઉથના લોકો આટલું સોનું કેમ ખરીદે છે? PM મોદીની અપીલ પછી હવે શું?

Read Full Story arrow_forward