android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad: ભરડવામાં તળાવમાં માછલીના ટપોટપ મોત બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું
calendar_today May 13, 2026

Tharad: ભરડવામાં તળાવમાં માછલીના ટપોટપ મોત બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું

વાવ થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ભરડવા ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને તળાવની સફાઇ તેમજ રોગચાળો ન ફેલાય તે માટેના સઘન પગલાં હાથ ધર્યા છે. ભરડવા ગામે તળાવની અંદર ટપોટપ માછલી મરણ પામતા સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો હતો. તેમજ મૃત માછલીઓને લઈને અતિ દુર્ગંધ આવતી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા જ સંબંધિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફ્લો ભરડવા ગામે પહોંચ્યો હતો. ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રના સંકલન દ્વારા તળાવમાં મૃત્યુ પામેલી માછલીઓનો જમીનમાં દાટી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો છે. કોહવાયેલી માછલીઓના કારણે ઉભી થતી દુર્ગંધ અને સંભવિત જીવાણુઓના ફેલાવાને રોકવા માટે તળાવના કિનારે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. તળાવના પાણીમાં કોઈગંભીર ચેપ ન લાગે અને ગ્રામજનોના આરોગ્ય પર તેની વિપરીત અસર ન પડે તે માટે તંત્ર દ્વારા પાવડર અને પ્રવાહી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને પણ તળાવના વિસ્તારમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તંત્રની આ ત્વરિત અને સકારાત્મક કામગીરીને પગલે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. માછલીઓના સામુહિક મૃત્યુ પાછળના કારણ અતિશય પડી રહેલી ગરમી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: રાનેર ચારિયા સીમમાં રાત્રે રીંછ દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ
calendar_today May 13, 2026

Banaskantha: રાનેર ચારિયા સીમમાં રાત્રે રીંછ દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ

કાંકરેજ તાલુકાના રાનેર ચારિયા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે રીંછ જોવા મળ્યાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, રાત્રિના અંધકાર દરમિયાન ખેતર વિસ્તારમાંથી એક રીંછ ગામની સીમ તરફ્ આવી પહોંચ્યું હતું. થોડો સમય તે ખેતરોમાં આંટાફેરા મારતું રહ્યું અને બાદમાં અચાનક જંગલ તરફ્ ગાયબ થઈ ગયું હતું.સ્થાનિક ગ્રામજનોએ દૂરથી રીંછને નજરે જોઈ તેનો વીડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટના બાદ ગામના લોકોમાં ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં જતા ખેડૂતો અને પશુપાલકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળે છે. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જંગલી પ્રાણીની હિલચાલ પર નજર રાખવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: શિહોરીની બેંક ઑફ્ બરોડાની શાખામાં AC બંધ થતા હાલાકી
calendar_today May 13, 2026

Banaskantha: શિહોરીની બેંક ઑફ્ બરોડાની શાખામાં AC બંધ થતા હાલાકી

કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલી બેંક ઑફ્ બરોડાની શાખામાં ગંભીર બેદરકારી સામે આવી છે. બેંકના મુખ્ય હોલ સહિત તમામ એર કન્ડિશનિંગ (એસી) સિસ્ટમ બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો તથા સ્ટાફ્ને ઉકળતી ગરમી અને ભારે બફારામાં કામકાજ કરવું પડી રહ્યું છે.મળતી માહિતી મુજબ બેંકમાં લાગેલ તમામ એસી લાંબા સમયથી કાર્યરત નથી. જેના કારણે મુખ્ય હોલમાં તાપમાન વધતા પરિસ્થિતિ અત્યંત અસહ્ય બની ગઈ છે. દૈનિક વ્યવહારો માટે આવતા ગ્રાહકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને ગરમીના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે.ખાસ કરીને વૃદ્ધ નાગરિકો, મહિલાઓ અને દૂરથી આવતા ગ્રાહકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ગ્રાહકો ગરમીના કારણે થાક, બેચેની અને ચક્કર જેવી સમસ્યાઓની ફરીયાદ કરતા જોવા મળ્યા છે.બીજી તરફ્ બેંક સ્ટાફ્ને પણ સતત કલાકો સુધી ભારે ગરમીમાં કામ કરવું પડી રહ્યું છે, જેના કારણે કાર્યક્ષમતા પર સીધી અસર પડી રહી છે. ઘણી વખત પરિસ્થિતિ એવી સર્જાય છે કે ગ્રાહકોમાં અસંતોષ અને રોષનો માહોલ જોવા મળે છે.સ્થાનિક લોકો અને બેંક ગ્રાહકોએ આ બાબતે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે વારંવાર ફરીયાદો છતાં પણ એસી સિસ્ટમને તાત્કાલિક કાર્યરત કરવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રાહકોની માંગ છે કે તાત્કાલિક તમામ એસી રિપેર કરી બેંકમાં ઠંડક વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવે, જેથી લોકોને રાહત મળી શકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward