android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: માત્ર આવડત પૂરતી નથી, નર્સિંગ સ્ટાફનો વ્યવહાર પણ મધુર હોવો જોઈએ
calendar_today May 13, 2026

Gandhinagar: માત્ર આવડત પૂરતી નથી, નર્સિંગ સ્ટાફનો વ્યવહાર પણ મધુર હોવો જોઈએ

GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, માનવીય સંવેદના સાથે નાગરિકોનેઆરોગ્ય લક્ષી સારવાર પુરી પાડવા માટે નર્સિંગના વ્યવસાય થકી સેવા, સમર્પણ અને શ્રોષ્ઠ વાણી-વર્તન જ નર્સિંગ વ્યવસાયની સાચી ઓળખ છે. માત્ર આવડત હોવી પૂરતી નથી, પરંતુ દર્દી સાથેનો વાણી-વ્યવહાર પણ એટલો જ મધુર હોવો જોઈએ. આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, દર્દી જ્યારે હોસ્પિટલમાં હોય ત્યારે તે હોદ્દાથી નહીં પણ મનથી પીડાતો હોય છે, ત્યારે નર્સનો પ્રેમભર્યો વ્યવહાર જ દર્દીની અડધી બીમારી દૂર કરી દે છે. કોઈ પણ અપેક્ષા વગર દર્દીઓની સેવા કરવી અને સહ કર્મચારીઓ તેમજ વડીલો સાથે ગરિમાપૂર્ણ વર્તન રાખવું એ જ આ દિવસની સાચી ઉજવણી છે. જો આપણું વર્તન શ્રોષ્ઠ હશે તો ટેકનોલોજીના ગમે તેટલા પરિવર્તનો છતાં માનવતા અને આંતરિક સુખ અકબંધ રહેશે. કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મીતા પરીખ, આર.એમ.ઓ ડો.વિપુલા પંડયા, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ધર્મેન્દ્ર ભોરણીયા સહિત બહોળી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલનો સ્ટાફ્ હાજર રહ્યો હતો. સમારોહમાં નર્સિંગ વીકની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ રમતોત્સવમાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને મંત્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને તમામ નર્સોએ માનવતાની સેવાના શપથ ગ્રહણ કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: કલોલના સબાસપુર કેનાલ ઉપર બ્રીજની રેલિંગો તૂટી જતા અકસ્માતનો ખતરો
calendar_today May 13, 2026

Gandhinagar: કલોલના સબાસપુર કેનાલ ઉપર બ્રીજની રેલિંગો તૂટી જતા અકસ્માતનો ખતરો

કલોલ તાલુકાના સબાસપુર અને ઉષ્માનાબાદ ગામને જોડતા નર્મદા કેનાલના બ્રીજ ઉપર અનેક જગ્યાએ રેલિંગ તૂટી ગયેલી હાલતમાં છે. જેના કારણે અકસ્માતનો ખતરો જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે કોઈ વાહન ચાલક રેલિંગના કારણે સીધો ખેતરમાં ઉતરી જાય તેવી શકયતાઓ છે. અને ગંભીર અકસ્માત થાય તેઓ ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર આવેલા બ્રીજની બંને તરફના રોડ ઉપર અનેક સ્થળોએ રેલિંગ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે.જેના કારણે વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ખતરો રહેલો છે. કલોલ તાલુકાના સબાસપુર અને ઉષ્માનાબાદ ગામને જોડતા નર્મદા કેનાલના બ્રીજ ઉપર ઘણી બધી જગ્યાએ રેલિંગ તૂટી ગયેલી હાલતમાં છે. જેના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ ઉભી થવા પામી છે. આ બ્રીજના એપ્રોચ રોડ ઉપર અડધી જગ્યાએ રેલિંગ છે. ત્યારે અડધી જગ્યાએ રેલિંગ નથી અને જે રેલિંગ છે તે પણ તૂટી ગયેલી છે. નમી ગયેલી છે. અને અનેક જગ્યાએ કાટ ખવાઈ ગયેલી ખસતા હાલતમાં થઈ ગઈ છે. તેમ જ અહીં રાત્રી દરમિયાન લાઈટોની પણ કોઈ જાતની સગવડ નથી જેના લીધે અંધારામાં અકસ્માત સર્જાઈ શકે છે તેમજ વાહન ચાલક રેલિંગના અભાવે સીધો ખેતરમાં ઉતરી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તેમજ અહી રેલિંગ તૂટી ગયેલી હોવાથી તેમજ રાત્રીના સમયે અંધારુ હોવાથી ગંભીર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આવા સ્થળોએ કોઈ ગંભીર અકસ્માત સર્જાય કે જીવલેણ અકસ્માત થાય તે પહેલા તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Khambhat: ખંભાતમાં ભક્તિનો મહાસાગર હિલોળે ચડયો
calendar_today May 13, 2026

Khambhat: ખંભાતમાં ભક્તિનો મહાસાગર હિલોળે ચડયો

ખંભાત : ખંભાત શહેરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત અપૂર્ણ જીવનના પૂર્ણ શિલ્પી વિષયક પાંચ દિવસીય પારાયણ મહોત્સવ અત્યંત ભવ્યતા, શ્રાદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે પૂર્ણ થયો હતો. પાંચ દિવસીય યોજાયેલા આ પારાયણ દરમિયાન ખંભાત શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો, યુવાનો, મહિલાઓ તથા વડીલો ઉપસ્થિત રહી સંતવાણીનો અમૂલ્ય લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચકડોળ ગ્રાઉન્ડ ભક્તિભાવ અને આધ્યાત્મિક ચેતનાથી ગુંજી ઉઠયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward