android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: ભીમનગરમાં મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 33 મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી
calendar_today May 12, 2026

Rajkot: ભીમનગરમાં મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 33 મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી

રાજકોટ શહેરમાં ગેરકાયદે દબાણો અને બાંધકામો સામે મહાનગરપાલિકાએ ફરી એકવાર આક્રમક અભિગમ અપનાવ્યો છે. શહેરના ભીમનગર વિસ્તારમાં આજે ટાઉન પ્લાનિંગ વિભાગ (TP) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 33 જેટલી મિલકતો પર ડિમોલિશન કરવામાં આવ્યું છે.રાજકોટમાં ફરી ચાલ્યું મનપાનું બુલડોઝરરાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગને ભીમનગર વિસ્તારમાં ગેરકાયદે દબાણો હોવાની ફરિયાદો અને અહેવાલો મળ્યા હતા. જેને પગલે આજે વહેલી સવારથી જ મનપાની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં નડતરરૂપ અને ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવાયેલી 33 મિલકતોને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે.ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સ્થાનિકો દ્વારા વિરોધ ન થાય તે માટે મનપાની વિજિલન્સ શાખાની ટીમ મોટી સંખ્યામાં બંદોબસ્તમાં હાજર રહી હતી. વિજિલન્સ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈપણ અડચણ વગર શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.આ પણ વાંચો: Kheda: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર દાવડા બ્રીજ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, લીકેજને પગલે તંત્રમાં દોડધામ

Read Full Story arrow_forward
Jam Khambhalia: લૂંટના ગુનામાં આઠ મહિનાથી નાસતો-ફરતો આરોપી ફેઝાન ઉર્ફે ડાડો સીદી ઝડપાયો
calendar_today May 12, 2026

Jam Khambhalia: લૂંટના ગુનામાં આઠ મહિનાથી નાસતો-ફરતો આરોપી ફેઝાન ઉર્ફે ડાડો સીદી ઝડપાયો

જામખંભાળિયા પોલીસ પંથકમાં લૂંટના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા આઠ મહિનાથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને પકડવામાં SOG પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે આરોપીને YKKG સોસાયટી વિસ્તારમાંથી દબોચી લીધો છે.જામખંભાળિયા પોલીસની મોટી સફળતાજામખંભાળિયામાં યોજાયેલા શિરેશ્વર લોકમેળા દરમિયાન લૂંટની એક ઘટના બની હતી. આ ગુનામાં ફેઝાન ઉર્ફે ડાડો હુસેન સીદી નામનો યુવાન મુખ્ય આરોપી તરીકે સંડોવાયેલો હતો. લૂંટની ઘટના બાદ પોલીસ ધરપકડથી બચવા માટે ફેઝાન છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો અને સતત પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો.પોલીસ કાર્યવાહીSOG પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ફેઝાન હાલમાં શહેરની YKKG સોસાયટી વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી અને આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.આ પણ વાંચો: Rajkot: ભીમનગરમાં મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 33 મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી

Read Full Story arrow_forward
Gujarat Weather: રાજ્યમાં ભારે ઉકળાટ રહેવાની સંભાવના, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી
calendar_today May 12, 2026

Gujarat Weather: રાજ્યમાં ભારે ઉકળાટ રહેવાની સંભાવના, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણેક દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. રાજ્યમાં 41થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં હીટવેવની અસર વર્તાશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીની અસર વધશે.સમગ્ર રાજ્યમાં સુકુ હવામાન પ્રવતી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 15મી મે સુધી આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પાટણ, મહેસાણા, કડી અને હારીજ, વડોદરા,આણંદ,ખેડા અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ભારે ઉકળાટની સંભાવના છે.દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભેજયુકત ગરમ વાતાવરણની શકયતા છે. 15મે બાદ ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે છે. 18થી 23મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીની શકયતા છે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ રાજ્યમાં ગરમીના આંકડા જોઈએ તો,કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે.બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, આણંદ અને અમરેલી, બોટાદ,રાજકોટ,દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં 45.5, કંડલામાં 45.4, અમદાવાદ, ગાંધીનગર,અમરેલી 44.3, ડીસામાં 43.5, વડોદરામાં 43.6, રાજકોટમાં 43.3, ભાવનગરમાં 41.9, કેશોદમાં 41.4,સુરતમાં 42.2,ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ પણ વાંચોઃ Kheda: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર દાવડા બ્રીજ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, લીકેજને પગલે તંત્રમાં દોડધામ

Read Full Story arrow_forward