android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
DR Hike: રેલ્વે પેન્શનરો માટે રાહતના સમાચાર! DR માં કરાયો 2% નો વધારો,જાણો હવે કેટલો પગાર મળશે?
calendar_today May 12, 2026

DR Hike: રેલ્વે પેન્શનરો માટે રાહતના સમાચાર! DR માં કરાયો 2% નો વધારો,જાણો હવે કેટલો પગાર મળશે?

દેશના લાખો રેલ્વે પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે કેન્દ્ર સરકાર તરફથી ખુશીના સમાચાર આવ્યા છે. રેલ્વે મંત્રાલયે પેન્શનરો માટેના મોંઘવારી રાહતમાં 2% નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે જ હવે DR નો દર 58% થી વધીને 60% થઈ ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલ, 2026 ના રોજ આ હપ્તાને મંજૂરી આપી હતી, જેનો સત્તાવાર આદેશ 7 મે, 2026 ના રોજ જારી કરવામાં આવ્યો છે. ક્યારથી લાગુ થશે આ વધારો? મહત્વની બાબત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી, 2026 થી પૂર્વવર્તી અસરો (Retrospective effect) સાથે લાગુ કરવામાં આવશે. આનો સીધો અર્થ એ થયો કે પેન્શનરોને જાન્યુઆરીથી અત્યાર સુધીના વધારાના તફાવતની રકમ 'એરિયર્સ' (બાકી લેણાં) તરીકે ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી વધતી મોંઘવારી વચ્ચે નિવૃત્ત કર્મચારીઓના માસિક બજેટને મોટી રાહત મળશે. તમારા પેન્શન પર કેટલી અસર પડશે? (ગણતરી) નવા 60% DR ના અમલીકરણ બાદ પેન્શનરોની આવકમાં થતો વધારો નીચે મુજબ સમજી શકાય છે: ₹10,000 બેઝિક પેન્શન: જેમને પહેલા ₹15,800 મળતા હતા, તેમને હવે ₹16,000 મળશે (₹200 નો વધારો). ₹20,000 બેઝિક પેન્શન: માસિક પેન્શન ₹31,600 થી વધીને ₹32,000 થશે (₹400 નો વધારો). ₹30,000 બેઝિક પેન્શન: માસિક આવકમાં અંદાજે ₹600 નો વધારો જોવા મળશે. ₹50,000 બેઝિક પેન્શન: કુલ પેન્શન ₹79,000 થી વધીને ₹80,000 થશે, એટલે કે પૂરા ₹1,000 વધુ મળશે. ₹70,000 બેઝિક પેન્શન: ઉચ્ચ પેન્શન ધારકોને દર મહિને ₹1,400 નો સીધો ફાયદો થશે અને તેમનું કુલ પેન્શન ₹1,12,000 થશે. સરકારનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારનું કહેવું છે કે આર્થિક અનિશ્ચિતતા અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થતા વધારા સામે પેન્શનરોને રક્ષણ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાકી રહેલી રકમ (Arrears) ટૂંક સમયમાં જ પેન્શનરોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. આ નિર્ણયથી ન માત્ર નિવૃત્ત રેલ્વે કર્મચારીઓ પણ તેમના પરિવારજનોને પણ આર્થિક ટેકો મળશે. રેલ્વે પેન્શનરો લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા, અને મે મહિનામાં જારી થયેલા આ આદેશથી જૂન મહિનાથી તેમના હાથમાં વધુ રકમ આવશે તે નક્કી છે. આ પણ વાંચોઃ Work from home નો આર્થિક જાદુ, 2,000 કર્મચારીઓ ઘરેથી કામ કરે તો આટલા રૂપિયાની થાય બચત!

Read Full Story arrow_forward
Assam CM Oath Ceremony : આસામમાં NDA 3.0ની સરકાર, બીજી વખત મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા
calendar_today May 12, 2026

Assam CM Oath Ceremony : આસામમાં NDA 3.0ની સરકાર, બીજી વખત મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા

આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAના શાનદાર વિજય બાદ, હિમંત બિસ્વા શર્મા આજે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે, શર્મા સતત બે વખત મુખ્યમંત્રી પદ સંભાળનારા આસામના પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બન્યા છે. શપથવિધિ દરમિયાન હિમંતાની સાથે અન્ય ચાર ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લીધા. હિમંતા બિસ્વ સરમાએ મુખ્યમંત્રી પદના લીધા શપથ રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય હિમંત બિસ્વા શર્મા અને અન્ય ચાર ધારાસભ્યોને ખાનપરાના વેટરનરી ફિલ્ડ ખાતે સવારે 11:40 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. કેબિનેટમાં અનુભવી ચહેરાઓનું પુનરાગમન આજે શપથ લેનારા ચાર મંત્રીઓમાંથી ત્રણ - અજંતા નિઓગ, અતુલ બોરા અને ચરણ બોરો કે જેઓ અગાઉની સરકારમાં મંત્રીમંડળનો ભાગ હતા. અજંતા નિઓગ અગાઉ નાણાં મંત્રાલય સંભાળી ચૂક્યા છે, જ્યારે અતુલ બોરા કૃષિ મંત્રી અને ચરણ બોરો પરિવહન મંત્રી હતા. દરમિયાન, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા છે. ખાનપરામાં ભવ્ય સમારોહ શપથવિધિ માટે ગુવાહાટીના ખાનપરામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભાજપ પંચાયત પ્રમુખો અને સભ્યો સહિત એક લાખથી વધુ લોકો હાજર રહ્યા છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી, ગુવાહાટીમાં કડક દેખરેખ રાખવામાં આવી છે, કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળો દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે. આસામમાં એનડીએનો શાનદાર વિજય2026 ની આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએએ વિપક્ષને પછાડીને 102 બેઠકો મેળવી હતી. આમાંથી ભાજપે એકલી 82 બેઠકો જીતી હતી. જે બહુમતીથી ઘણી વધારે છે. તેના ગઠબંધન ભાગીદારો, એજીપી અને બીપીએફએ પણ 10-10 બેઠકો પર વિજય નોંધાવ્યો હતો. આ રાજ્યમાં એનડીએની સતત ત્રીજી સરકાર છે. જે 2016માં સર્બાનંદ સોનોવાલના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી શ્રેણી છે. મુખ્ય પ્રધાન તરીકે હિમંત બિસ્વા શર્માનું પુનરાગમન રાજ્યમાં ભાજપના વધતા પ્રભુત્વને દર્શાવે છે અને તેમના મજબૂત નેતૃત્વનું જાહેર સમર્થન છે. આ પણ વાંચો- Petrol Diesel Price Today: 65 દેશોમાં પેટ્રોલના ભાવ રૂ.150થી વધારે, જાણો ભારતમાં શું છે લેટેસ્ટ રેટ?

Read Full Story arrow_forward
Nandini Harinath: સ્મિથસોનિયન મ્યુઝિયમમાં ચમકી નંદિની હરિનાથની સાડી, જાણો કોણ છે ભારતની રોકેટ વુમન?
calendar_today May 12, 2026

Nandini Harinath: સ્મિથસોનિયન મ્યુઝિયમમાં ચમકી નંદિની હરિનાથની સાડી, જાણો કોણ છે ભારતની રોકેટ વુમન?

વોશિંગ્ટન ડીસીમાં આવેલું 'નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમ' વિશ્વભરના ઐતિહાસિક વિમાનો અને અવકાશયાન માટે જાણીતું છે. પરંતુ હવે ત્યાં આધુનિક મશીનોની વચ્ચે એક સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કોઈ સામાન્ય સાડી નથી, પણ ભારતની સિદ્ધિ અને મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનનું વૈશ્વિક પ્રતીક છે.કોણ છે નંદિની હરિનાથ?નંદિની હરિનાથ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક છે. ભારતના ઐતિહાસિક મંગળયાન મિશન (Mars Orbiter Mission) માં તેમણે ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને ભારતની 'રોકેટ વુમન' તરીકે ઓળખવામાં આવે છે.આ સાડી કેમ ખાસ છે?ઐતિહાસિક ક્ષણ: મ્યુઝિયમ અનુસાર, આ સાડી નંદિની હરિનાથે એ દિવસે પહેરી હતી જ્યારે ભારતનું મંગળયાન પૃથ્વીની કક્ષા છોડીને મંગળ તરફની તેની 300 દિવસની મુસાફરી પર નીકળ્યું હતું.દેખાવ: મ્યુઝિયમમાં લાલ અને વાદળી રંગની સુંદર પેટર્નવાળી આ સાડીને એક પૂતળા પર પ્રદર્શિત કરવામાં આવી છે.સંદેશ: ભલે આ સાડી ક્યારેય અંતરિક્ષમાં નથી ગઈ, પણ તેને પહેરનાર મહિલાએ ભારતને બીજા ગ્રહ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. તે ભારતીય મહિલાઓની ક્ષમતાનું પ્રતીક છે.નંદિની હરિનાથની પ્રેરણાદાયી સફરનંદિનીનો જન્મ શિક્ષિત પરિવારમાં થયો હતો. તેમની માતા ગણિતના શિક્ષિકા અને પિતા એન્જિનિયર હતા. નાનપણમાં 'સ્ટાર ટ્રેક' જેવી સિરિયલો જોઈને તેમને અવકાશ વિજ્ઞાનમાં રસ જાગ્યો હતો. તેમણે ઈસરોમાં પોતાના 20 વર્ષના કરિયરમાં 14 થી વધુ મિશનમાં સફળતાપૂર્વક કામ કર્યું છે.મંગળયાન મિશનની સફળતાભારતે 5 નવેમ્બર 2013 ના રોજ મંગળયાન લોન્ચ કર્યું હતું. આ મિશન સાથે ભારત મંગળ પર પહોંચનાર પ્રથમ એશિયાઈ દેશ અને વિશ્વનો ચોથો દેશ બન્યો હતો. સૌથી મોટી વાત એ છે કે આ મિશન તેના નિર્ધારિત સમય કરતા વધુ એટલે કે 8 વર્ષ સુધી કાર્યરત રહ્યું હતું.આ પણ વાંચો- Petrol Diesel Price Today: 65 દેશોમાં પેટ્રોલના ભાવ રૂ.150થી વધારે, જાણો ભારતમાં શું છે લેટેસ્ટ રેટ?

Read Full Story arrow_forward