android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Neet 2026 Paper Leak: NEET 2026ની પરીક્ષા રદ, પેપરલીક બાદ CBIને તપાસના આદેશ
calendar_today May 12, 2026

Neet 2026 Paper Leak: NEET 2026ની પરીક્ષા રદ, પેપરલીક બાદ CBIને તપાસના આદેશ

પેપરલીકની ઘટના બાદ NEET 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે. 3 મે,2026ના રોજ નીટની પરીક્ષા યોજાઇ હતી. જો કે પેપરલીક થયું હોવાનું સામે આવતા NTA દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે.  આ મામલે સીબીઆઇ તપાસ હાથ ધરશે. 

Read Full Story arrow_forward
સોનાનો ખજાનો મનાતા સોમનાથ મંદિર પર કેટલી વખત થયા વિદેશી આક્રમણો, જાણો ઈતિહાસ
calendar_today May 12, 2026

સોનાનો ખજાનો મનાતા સોમનાથ મંદિર પર કેટલી વખત થયા વિદેશી આક્રમણો, જાણો ઈતિહાસ

ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારે સ્થિત દેશના પ્રથમ જ્યોતિર્લિંગ, સોમનાથ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર સોમનાથમાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મંદિર પરિસરમાં "જય સોમનાથ" ના નારાની ગુંજ જોવા મળી. ગુજરાતના પ્રસિદ્ધ અને ઐતિહાસિક આ મંદિર પર અનેક વખત આક્રમણો થયા છે. વિદેશી આક્રમણો બાદ પણ સોમનાથ મંદિર આજે પણ અડિખમ છે. જાણો મંદિર પર કેટલી વખત આક્રમણ કરાયું. સોમનાથ મંદિરમાં લૂંટાયેલા સોનાની આજના સમયમાં કેટલી કિમંત છે તે જાણીએ.

Read Full Story arrow_forward
Kutch: 3 લોકોના ભોગ લેનાર રોડ અકસ્માતમાં તપાસ તેજ, સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ
calendar_today May 12, 2026

Kutch: 3 લોકોના ભોગ લેનાર રોડ અકસ્માતમાં તપાસ તેજ, સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ

કચ્છ જિલ્લાના દદ્ધર-સાધારા રોડ પર તાજેતરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર મામલે હવે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે કાર ખાડામાં ખાબકીમળતી માહિતી મુજબ, દદ્ધર-સાધારા રોડ પર નવીનીકરણ અથવા અન્ય કામગીરી માટે રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ, આડશ કે ચેતવણી સૂચક લાઈટો મૂકવામાં આવી નહોતી. જેના કારણે અંધારામાં કાર સહિતના વાહનો સીધા ખાડામાં ખાબક્યા હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.તંત્રની કામગીરી અને વિલંબદુર્ઘટનાના દિવસો બાદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત (Site Visit) લીધી હતી અને રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી બેદરકારી અને ત્રણ-ત્રણ મોત થયા હોવા છતાં, હજુ સુધી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.આ પણ વાંચો: Mehsana: અમદાવાદ તરફ જતી બસના ચાલકની ગંભીર બેદરકારી, લક્ઝરી અને ટ્રકની ટક્કરમાં 2 ના મોત, 13 ઘાયલ

Read Full Story arrow_forward