android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: અમરોલીમાં રસોઈના ધુમાડા બાબતે થયેલા ઝઘડામાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
calendar_today May 12, 2026

Surat: અમરોલીમાં રસોઈના ધુમાડા બાબતે થયેલા ઝઘડામાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો

અમરોલી વિસ્તારમાં નજીવી બાબતે માનવી કેટલો હિંસક બની શકે છે તેનો પુરાવો આપતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. રસોઈ બનાવતી વખતે થતા ધુમાડા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ પોતાની પ્રેમિકાની હત્યા કરી નાખી છે.ઝઘડામાં પ્રેમિકાની હત્યા કરી નાખીઅમરોલી વિસ્તારમાં 48 વર્ષીય જયાબેન તેમના પ્રેમી ભાવેશ પાંડવ સાથે છેલ્લા 7 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રસોઈ બનાવતી વખતે રસોડામાં ધુમાડો થવા બાબતે ભાવેશ અને જયાબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાવેશે પૂછ્યું હતું કે, "રસોઈ બનાવતી વખતે આટલો ધુમાડો કેમ થાય છે?" આ સામાન્ય પ્રશ્ન પરથી શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ભાવેશ પાંડવે સંયમ ગુમાવ્યો હતો.કાતર વડે જયાબેન પર હુમલો કર્યોઝઘડો વધતા ભાવેશ પાંડવે ઉશ્કેરાટમાં આવી નજીકમાં પડેલી કાતર વડે જયાબેન પર હુમલો કર્યો હતો. તેણે જયાબેનના ગળાના ભાગે કાતરના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયાબેન લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા અને તેમનું કરુણ મોત નિપજ્યું હતું.આ પણ વાંચો: Surat: સુરત એરપોર્ટથી દુબઈની ફ્લાઇટ શરૂ થવા મામલે ફરી ગ્રહણ, દિલ્હી જવા માટે પણ હવે ખિસ્સા ખાલી કરવા પડશે

Read Full Story arrow_forward
Rajkot News: શહેરમાં લોકોને પીવા માટે અપાતુ પાણી જ દૂષિત, કયા વિસ્તારમાં વિતરણ થયું તેનાથી મનપા અજાણ
calendar_today May 12, 2026

Rajkot News: શહેરમાં લોકોને પીવા માટે અપાતુ પાણી જ દૂષિત, કયા વિસ્તારમાં વિતરણ થયું તેનાથી મનપા અજાણ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો પોકાર શરૂ થયો છે. રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા લોકોને દૂષિત પાણી અપાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પાણી કયા વિસ્તારમાં અપાયું છે તેનાથી ખુદ મનપા જ અજાણ હોવાની વિગતો સામે આવી છે. મનપા દ્વારા ગત એપ્રિલ મહિનામાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ પાણીના 164 પૈકી 13 સેમ્પલ ટેસ્ટિંગ દરમિયાન ફેલ સાબિત થયાં છે. મનપાએ દૂષિત પાણી આપ્યું તે વિસ્તારોના નામ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. દૂષિત પાણીનું વિતરણ કર્યું હોવાનો આક્ષેપ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 13 જેટલા વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ કર્યું હોવાનો આક્ષેપ થયો છે. બીજી તરફ મનપા દ્વારા કયા વિસ્તારોમાં દૂષિત પાણી અપાયું તે અંગે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. પાણી વિતરણ કરવામાં આવ્યું હોય તે વિસ્તારોના નામ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ગત એપ્રિલ મહિનામાં મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં 164 પૈકીના 13 સેમ્પલ અનફીટ જાહેર થયા હતાં. કયા વિસ્તારના સેમ્પલનો રીપોર્ટ અનફીટ આવ્યો મનપાએ જે વિસ્તારમાંથી સેમ્પલ લીધા હતાં તેમાંથી કયા વિસ્તારના સેમ્પલનો રીપોર્ટ અનફીટ આવ્યો છે તે વિસ્તારોના નામ પણ છૂપાવવાનો પ્રયાસ કરાયો છે. વોટર વર્ક્સ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જો આ સ્થળ જાહેર થશે તો મનપાનો ચહેરો બેનકાબ થશે. અત્યાર સુધી લોકો દૂષિત પાણી પીતા રહ્યાં છે. સેમ્પલ લીધા બાદ પણ પાણી દૂષિત હોવાનો ખુલાસો થયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે મનપાએ નબળી કામગીરી કરતાં લોકોમાં રોષ ફેલાયો છે.આ પણ વાંચોઃ Aravalli News: મોડાસામાં રોકડિયા હનુમાનજીનું વર્ષો જૂના મંદિરનું ડિમોલિશન, મોડી રાત્રે લોકોએ હોબાળો કર્યો

Read Full Story arrow_forward
Mehsana: અમદાવાદ તરફ જતી બસના ચાલકની ગંભીર બેદરકારી, લક્ઝરી અને ટ્રકની ટક્કરમાં 2 ના મોત, 13 ઘાયલ
calendar_today May 12, 2026

Mehsana: અમદાવાદ તરફ જતી બસના ચાલકની ગંભીર બેદરકારી, લક્ઝરી અને ટ્રકની ટક્કરમાં 2 ના મોત, 13 ઘાયલ

મહેસાણા-રાજસ્થાન હાઈવે પર આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે રોંગ સાઇડમાં બસ હંકારી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 13 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.મહેસાણામાં ગમખ્વાર અકસ્માતપ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે બસ અને ટ્રક બંનેના કુરચેકુરચા ઉડી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, લક્ઝરી બસનો ચાલક રોંગ સાઇડ પર પૂરઝડપે બસ ચલાવી રહ્યો હતો અને સામેથી આવતી ટ્રક સાથે ટકરાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.જાનહાનિ અને સારવારઆ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ સિવાય બસમાં સવાર અન્ય 13 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.આ પણ વાંચો: Botad: રાણપુર પંથકમાં દીપડાના આતંકનો અંત, નાગનેશ ગામે વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો

Read Full Story arrow_forward