જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં વરસાદી માહોલ
ડોડાના પહાડી વિસ્તારોમાં ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે.
Read Full Story arrow_forwardStay informed with the latest happenings, achievements, and announcements from our community.
ડોડાના પહાડી વિસ્તારોમાં ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે.
Read Full Story arrow_forward
સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર અને રાજ્યભરમાં જેની ચર્ચા થઈ હતી તેવા હિના પેથાણી હત્યા કેસમાં વડોદરા કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પત્નીની હત્યા કરી લાશ કબાટમાં સંતાડનાર અને પોતાના જ પુત્રને ત્યજી દેનાર પાખંડી આરોપી સચિન દીક્ષિતને આજીવન કેદની સજા ફટકારી છે.હિના પેથાણી હત્યા કેસમાં ચુકાદો આશરે ચાર વર્ષ પહેલાં બનેલી આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી હતી. આરોપી સચિન દીક્ષિતે તેની પત્ની (લિવ-ઈન પાર્ટનર) હિના પેથાણીની કરૂણ હત્યા કરી હતી. હત્યા બાદ તેણે પુરાવાનો નાશ કરવા માટે હિનાના મૃતદેહને ઘરના કબાટમાં સંતાડી દીધો હતો. આટલું જ નહીં, તેના પાપનો ઘડો ત્યારે ભરાયો જ્યારે તે પોતાના જ માસૂમ પુત્ર શિવાંશને ગાંધીનગરની એક ગૌશાળા પાસે ત્યજીને ફરાર થઈ ગયો હતો.પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહીશિવાંશ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે રાજ્યવ્યાપી તપાસ હાથ ધરી હતી, જેના અંતે સચિન દીક્ષિતના કાળા કરતૂતોનો પર્દાફાશ થયો હતો. વડોદરા પોલીસે મજબૂત પુરાવાઓ અને સાક્ષીઓના આધારે કેસ રજૂ કર્યો હતો. કોર્ટે તમામ પાસાઓની ગંભીરતાથી નોંધ લેતા અવલોકન કર્યું હતું કે આરોપીએ અત્યંત ક્રૂરતાપૂર્વક આ કૃત્ય આચર્યું છે.ઐતિહાસિક ચુકાદોવડોદરાની સેશન્સ કોર્ટે આજે આ કેસમાં અંતિમ સુનાવણી કરી સચિન દીક્ષિતને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદાને પગલે મૃતક હિનાના પરિવાર અને માસૂમ શિવાંશને ન્યાય મળ્યો હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા અને વડોદરાવાસીઓમાં આ ચુકાદાને આવકારવામાં આવ્યો છે.આ પણ વાંચો: Sabarrkantha: રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પર ચાલુ કારમાં ભીષણ આગ, કાર બળીને ખાખ થઈ
Read Full Story arrow_forward
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં પ્રહલાદનગરથી આનંદનગર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર પેન્ટાલૂન્સ શોરૂમ નજીક આવેલી જાસપુર પ્લાન્ટની 800 મી.મી. વ્યાસની મુખ્ય એમ.એસ. લાઈનના લીકેજનું સમારકામ હાથ ધરવામાં આવશે.સવારનો નિયમિત પાણી પુરવઠો પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ દરમિયાન પ્રહલાદનગર જંકશન પાસેની બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ રાખવામાં આવશે. 13 મેના રોજ પાણી પુરવઠો ખોરવાશે પ્રહલાદનગર વિસ્તારમાં જાસપુર પ્લાન્ટની 800 મી.મી. વ્યાસની મુખ્ય એમ.એસ. લાઈનના લીકેજના સમારકામને કારણે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં 13 મેના રોજ પાણી પુરવઠો ખોરવાશે તેવી AMCએ જાહેરાત કરી છે.આ કામગીરીને કારણે જોધપુર વોર્ડના પ્રહલાદનગર, શ્રદ્ધા, પ્રમુખ, ગોકુલ આવાસ, સારાભાઈ વિસ્તાર તેમજ વેજલપુર વોર્ડના ગામતળ, શૈવાલી, સાલપરા, સૂર્યનગર, બળદેવનગર અને દેવાસ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન હેઠળ આવતા તમામ વિસ્તારોમાં પાણીની અછત અથવા આંશિક કાપ જોવા મળી શકે છે. જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ AMCએ જણાવ્યું છે કે સવારના નિયમિત સપ્લાય બાદ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ કરવામાં આવી છે. તંત્રએ જણાવ્યું છે કે સમારકામની કામગીરી ઝડપી પૂર્ણ કરીને પાણી પુરવઠો વહેલી તકે સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પણ વાંચોઃ Aravalli News: મોડાસામાં રોકડિયા હનુમાનજીનું વર્ષો જૂના મંદિરનું ડિમોલિશન, મોડી રાત્રે લોકોએ હોબાળો કર્યો
Read Full Story arrow_forward