Junagadh News: કેશોદમાં એક યુવાન રાતના સમયે મોબાઈલ ટાવર પર ચડી ગયો, બે કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા થયો
કેશોદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ભાવનગરના એક યુવાને મોબાઈલ ટાવર પર ચડીને ભારે હોબાળો મચાવ્યો હતો.શહેરની રાધારમણ સોસાયટી પાસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવાનને નીચે ઉતારવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં. બે કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો મળતી વિગતો મુજબ, કેશોદ શહેરમાં રાધારમણ સોસાયટીમાં આવેલા એક ઊંચા મોબાઈલ ટાવર પર એક અજાણ્યો યુવાન એકાએક ચડી ગયો હતો.યુવાનને ટાવર પર જોઈને આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આ બાબતની જાણ વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.યુવાન કયા કારણોસર ટાવર પર ચડ્યો હતો તે અંગે પ્રાથમિક તબક્કે કોઈ સ્પષ્ટતા થઈ શકી નહોતી.પરંતુ તેની આ હરકતને કારણે બે કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસ અને સ્થાનિકો દ્વારા યુવાનને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.આખરે બે કલાકની ભારે જહેમત અને સમજાવટ બાદ યુવાન સુરક્ષિત રીતે નીચે ઉતર્યો હતો.જેના પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.યુવાન નીચે ઉતર્યા બાદ પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.આ હાઈવોલ્ટેજ ડ્રામા પાછળનું કારણ જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.હાલમાં આ ઘટના આખા શહેરમાં ચર્ચાનો વિષય બની છે. આ પણ વાંચોઃ Ahmedabad News: આવતીકાલે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીકાપ, જરૂરી પાણીનો સંગ્રહ કરવી તંત્રની અપીલ
Read Full Story arrow_forward