Himatnagar: ખેડાવાડામાં ખેતરે જઈ રહેલા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા મોત, ગામમાં અરેરાટી
હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ખેતર તરફ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી જીવંત વીજતારને અડી જતાં સર્જાયેલા વીજ કરંટમાં સગા ભાઈ-બહેનના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સાબરકાંઠા વીજ કરંટથી મોતપ્રાપ્ત માહિતી અનુસાર, ખેડાવાડા ગામમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ટ્રેક્ટર લઈને ખેતર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ટ્રેક્ટરની ટ્રોલીનો ઉપરનો ભાગ રોડ પરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના જીવંત તારને અડકી ગયો હતો. ટ્રોલી લોખંડની હોવાથી આખા ટ્રેક્ટરમાં વીજળીનો જોરદાર કરંટ ઉતરી આવ્યો હતો.ભાઈ-બહેનનું કરુણ મોતઆ કરુણ દુર્ઘટનામાં ટ્રેક્ટર પર સવાર કાળાભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને તેમના બહેન સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો. કરંટ એટલો ભયાનક હતો કે બંને ભાઈ-બહેનના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.આ પણ વાંચો: Amreli: રાજુલાના છતડીયા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ, પોલીસે વાહનવ્યવહાર અટકાવ્યો
Read Full Story arrow_forward