android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: હિમાચલના ચંબા નજીક સર્જાયેલી દુર્ઘટનામાં માસૂમ બાળકો સહિત 5 ના મોત, વેકેશન માણવા ગયેલો પરિવાર વેરવિખેર
calendar_today May 11, 2026

Bhavnagar: હિમાચલના ચંબા નજીક સર્જાયેલી દુર્ઘટનામાં માસૂમ બાળકો સહિત 5 ના મોત, વેકેશન માણવા ગયેલો પરિવાર વેરવિખેર

ઉનાળુ વેકેશનમાં ફરવા જવાની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ છે. ભાવનગરથી હિમાચલ પ્રદેશના મનાલી ખાતે પ્રવાસે ગયેલા લલિતભાઈ ફતનાની અને તેમના પરિવારને ચંબા જિલ્લામાં ગંભીર અકસ્માત નડ્યો છે.28 નંબરના હાઈવે પર કાંકરિયા તાલુકાના કિંકરી ગામ નજીક તેમનું વાહન બેકાબૂ થઈ ઊંડી ખાઈમાં ખાબકતા પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યા છે.વહેલી સવારે સર્જાઈ દુર્ઘટનામળતી માહિતી મુજબ, ભાવનગરથી કુલ 9 લોકો મનાલી ફરવા માટે ગયા હતા. વહેલી સવારે જ્યારે તેઓ મનાલી બેલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચંબા જિલ્લાના હાઈવે પર તેમનું વાહન અચાનક ખાઈમાં ખાબક્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.રેસ્ક્યૂ ઓપરેશન અને બચાવદુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાહનમાં સવાર ૯ લોકોમાંથી ૪ સભ્યોને સલામત રીતે બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં મયંકભાઈ ફતનાની, ફોરમબેન, જિયાંશ અને પ્રિયાંશીનો સમાવેશ થાય છે. જોકે, પરિવારના અન્ય 5 સભ્યોને બચાવી શકાયા નથી.મૃતકોની યાદી:1) લલિતભાઈ ફતનાની2) સોનિયાબેન લલિતભાઈ ફતનાની3) પ્રિયંકભાઈ ભોપાણી4) કાજલબેન ભોપાણી5) દિવ્યાંશુ ભોપાણી (બાળક)આ ઘટનાની જાણ ભાવનગર થતા જ પરિવારના સ્નેહીજનો અને પડોશીઓમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. હાલમાં મૃતદેહોને વતન લાવવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચો: Surat: લિંબાયતમાં હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ચાકુથી હુમલો, પી.આઈ. ચોહાણે ફાયરિંગ કરતા આરોપી ઘાયલ

Read Full Story arrow_forward
Tamil Naduમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ વિજયની સ્પીચ પર ભાવુક થઈ ત્રિશા કૃષ્ણન,  સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
calendar_today May 11, 2026

Tamil Naduમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ વિજયની સ્પીચ પર ભાવુક થઈ ત્રિશા કૃષ્ણન, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયે તમિલનાડુના રાજકારણમાં મોટો ઉલટફેર કર્યો. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં થલાપતિની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ને જનતાનું સમર્થન મળ્યું હતું. આ જીત બાદ 10 મેના રોજ સવારે 10 વાગ્યે ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં થલાપતિ વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સમારંભમાં જયારે વિજય શપથ લીધા બાદ સ્પીચ આપી રહ્યા હતા ત્યારે ત્રિશા ઇમોશનલ થઈ અને તેની આંખમાં આસું આવી ગયા. અભિનેત્રી ત્રિશા કૃષ્ણનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.તમિલનાડુના રાજકારણનુ ઐતિહાસિક પ્રકરણ, વિજયની શપથતમિલનાડુના રાજકારણમાં એક ઐતિહાસિક પ્રકરણ લખાયું જ્યારે સુપરસ્ટાર વિજયે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાહુલ ગાંધી સહિતની અનેક અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી, ત્યારે બધાની નજર વિજયના લાંબા સમયથી સહ-અભિનેત્રી અને મિત્ર ત્રિશા કૃષ્ણન પર હતી. ત્રિશા કૃષ્ણન તેની માતા ઉમા કૃષ્ણન સાથે વાદળી સાડી પહેરીને કાર્યક્રમમાં પહોંચી હતી . વાદળી સાડીમાં ભવ્ય દેખાતી ત્રિશાના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ હતો. વિજયના શપથ સમારાહોમાં પહોંચી ત્રિશાઆ સમારંભમાં પહોંચતા, જ્યારે મીડિયાએ ત્રિશાને કહ્યું કે આ તમિલનાડુ માટે એક મોટો દિવસ છે, ત્યારે તેણીએ હસીને જવાબ આપ્યો, "હા, આભાર. હું તેના માટે ખૂબ જ ઉત્સાહિત છું." ત્રિશા સાથે તેની માતા ઉમા કૃષ્ણન પણ હતી, જોકે તેણી અન્ય અંગત પ્રશ્નો પર મૌન રહી. વિજયે સ્ટેજ પરથી પોતાનું પહેલું સત્તાવાર ભાષણ આપ્યું ત્યારે ત્રિશા ભાવુક થઈ ગઈ. તેના આનંદના આંસુનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વિજયના ભાષણ પર ભાવુક થઈ ત્રિશાવિજયનું ભાષણ સાંભળીને ત્રિશાના આંસુ અટકી ન શક્યા. સ્ટેડિયમની અંદરના એક વીડિયોમાં ત્રિશા વિજયનું ભાષણ સાંભળી રહી હતી. વિજયે રાજ્યના લોકોને સંબોધવાનું શરૂ કર્યું ત્યારે ત્રિશા ખૂબ જ ભાવુક થઈ ગઈ. તેની આંખોમાં આંસુઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે વિજયની સિદ્ધિથી કેટલી પ્રભાવિત હતી. સોશિયલ મીડિયા પર તેના ચાહકો આ ક્ષણને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, કારણ કે બંનેએ સ્ક્રીન પર ઘણી યાદગાર ફિલ્મો આપી છે.વિજય અને ત્રિશાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીત્રિશા અને વિજય વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા છે, અને આ ભાવનાત્મક ક્ષણે ફરી એકવાર ડેટિંગની અફવાઓને વેગ આપ્યો છે. આ જોડીએ "ગિલ્લી," "કુરુવી," અને "તિરુપાચી" જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. લાંબા વિરામ પછી, તેઓ ફરીથી ફિલ્મ "લિયો" માં સાથે જોવા મળ્યા. વિજય અને ત્રિશાએ “ગિલ્લી,” “થિરુપાચી,” “આથી,” અને “કુરુવી” સહિત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ચાહકોને તેમની જોડી ખૂબ ગમે છે. તેમની કેમિસ્ટ્રી હંમેશા દર્શકોમાં ખાસ ચર્ચા જગાવી છે. ફિલ્મ "ધ ગોટ" ના ગીત "મટ્ટા" માં ત્રિશાના તાજેતરના કેમિયોએ ચાહકોને તેમની જૂની કેમિસ્ટ્રીની યાદ અપાવી દીધી. આજના સમારંભમાં ત્રિશાની હાજરીએ સાબિત કર્યું કે તેમનો સંબંધ પડદા પાછળ પણ ઊંડો છે.

Read Full Story arrow_forward
Chandranath Rath Murder કેસમાં UPથી ઝડપાયા 3 શૂટર ,આજે કોર્ટમાં કરાશે રજૂ
calendar_today May 11, 2026

Chandranath Rath Murder કેસમાં UPથી ઝડપાયા 3 શૂટર ,આજે કોર્ટમાં કરાશે રજૂ

શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં પશ્ચિમ બંગાળમાં ત્રણ શાર્પશૂટરની ધરપકડ કરવામાં આવી છે.ત્રણેય શૂટર્સની ઉત્તર પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. શુભેન્દુ અધિકારીના મુખ્યમંત્રી (cm) તરીકે શપથ ગ્રહણ થયા તે પહેલાં, 6 મેના રોજ રાત્રે મધ્યમગ્રામમાં તેમના સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.પોલીસે આ કેસમાં મોટી સફળતા મેળવી છે.ધરપકડ બાદ ત્રણેય શૂટર્સને કોલકાતા લાવવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ભવાની ભવનમાં રાતોરાત પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીઓને આજે બારાસત કોર્ટમાં (court) રજૂ કરવામાં આવશે. વાહનમાં નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરાયો હતો ગઈકાલે દરોડા દરમિયાન ઉત્તર પ્રદેશમાંથી ત્રણ શાર્પશૂટરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમને રાત્રે કોલકાતા લાવવામાં આવ્યા હતા. ભવાની ભવનમાં આખી રાત પૂછપરછ ચાલુ રહી. પોલીસ તપાસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ શાર્પશૂટરોને કોણે રાખ્યા હતા અને શુભેન્દુ અધિકારીના સહાયકને શા માટે નિશાન બનાવવામાં આવ્યા હતા. પહેલેથી જ શંકા હતી કે ચંદ્રનાથની હત્યા પાછળ રાજ્યની બહારનો કોઈ વ્યક્તિ હોઈ શકે છે. ચંદ્રનાથની હત્યા એક સુનિયોજિત યોજના હતી. વપરાયેલી કારમાં નકલી નંબર પ્લેટ હતી. સિલિગુડીના એક વ્યક્તિએ OLX પર વેચાણ માટે કારની જાહેરાત કરી હતી. ફોટો જોયા પછી હુમલાખોરોએ નકલી નંબર પ્લેટ મેળવી હતી. ચંદ્રનાથ રથ કોણ છે? પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથની ઉત્તર 24 પરગણા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનામાં સેવા આપનાર ચંદ્રનાથ ભાજપ નેતાના સૌથી વિશ્વસનીય રાજકીય સહાયકોમાંના એક બન્યા હતા. ચંદ્રનાથ 41 વર્ષના હતા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુરના વતની હતા, જે રાજકીય જિલ્લો છે જેણે બંગાળના રાજકારણમાં શુભેન્દુ અધિકારીના ઉદયને આકાર આપ્યો હતો.આ પણ વાંચો - PM Modi : પેટ્રોલ ડીઝલ, વર્ક ફ્રોમ હોમ, સોનુ ન ખરીદો.. સહિત PMએ જનતાને કરી આ 10 અપીલ

Read Full Story arrow_forward