android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kerala CM Face: કેરળમાં CMના નામ પર સસ્પેન્સ, રેસમાં મોખરે છે આ ત્રણ નામ
calendar_today May 11, 2026

Kerala CM Face: કેરળમાં CMના નામ પર સસ્પેન્સ, રેસમાં મોખરે છે આ ત્રણ નામ

KPCC અધ્યક્ષ સન્ની જોસેફે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં કેરળના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી પદના ત્રણ મુખ્ય દાવેદારો સાથે પાર્ટીની ટોચની નેતાગીરી પહેલેથી જ ચર્ચા કરી ચૂકી છે. નવી દિલ્હીની મુલાકાતથી પરત ફર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં સન્ની જોસેફે કહ્યું કે તેમને લાગતું નથી કે આ મુદ્દે રાજ્યના નેતાઓ સાથે વધુ કોઈ રાઉન્ડની ચર્ચાની જરૂર છે. જોકે તેમણે એ સ્પષ્ટ કર્યું નહીં કે મુખ્યમંત્રીના નામની જાહેરાત ક્યારે થશે. તેમણે માત્ર એટલું કહ્યું કે તમામ નેતાઓને કોઈપણ પ્રકારના વિવાદ કે નિવેદનબાજીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ના સહયોગી પક્ષો સાથે પણ ચર્ચા થશે, તો તેમણે કહ્યું કે આ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ જ કરશે. મુખ્યમંત્રી પદની દોડમાં કોણ છે? પાર્ટી સૂત્રો અનુસાર, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા એ. કે. એન્ટોની વચ્ચે થનારી ચર્ચા મુખ્યમંત્રીની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હાલમાં મુખ્યમંત્રી પદ માટે કે. સી. વેણુગોપાલ, વી. ડી. સતીશન અને રમેશ ચેન્નિથલા સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. ત્રણેય નેતાઓના સમર્થકો પોતાના નેતાની દાવેદારીને મજબૂત માને છે. વેણુગોપાલ કેમ્પનું માનવું છે કે કોંગ્રેસ નેતૃત્વ વિધાનસભા દળની મતોને વધુ મહત્વ આપશે. જ્યારે સતીશન સમર્થકોનું કહેવું છે કે જનતા વચ્ચે તેમની લોકપ્રિયતા અને UDF સહયોગી પક્ષોનું સમર્થન તેમના પક્ષમાં છે. રમેશ ચેન્નિથલા પણ દાવેદારીમાં આગળ રમેશ ચેન્નિથલા પણ પોતાની દાવેદારીને લઈને આશાવાદી છે. માનવામાં આવે છે કે તેઓ પોતાના લાંબા રાજકીય અનુભવ અને વરિષ્ઠતાના આધાર પર આશા રાખી રહ્યા છે કે આ વખતે પાર્ટી તેમને તક આપશે. સૂત્રો અનુસાર, વી. ડી. સતીશન અને રમેશ ચેન્નિથલા બંનેને લાગે છે કે હાઈકમાન્ડે તેમને પોતાની વાત રજૂ કરવાની પૂરતી તક આપી છે. હવે સૌની નજર કોંગ્રેસના અંતિમ નિર્ણય પર ટકેલી છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આજે હિટવેવની આગાહી, રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી વધારો થશે
calendar_today May 11, 2026

Gujarat Latest News Live : આજે હિટવેવની આગાહી, રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી વધારો થશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather: હિટવેવની આગાહી વચ્ચે આજથી રાજ્યનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધશે
calendar_today May 11, 2026

Gujarat Weather: હિટવેવની આગાહી વચ્ચે આજથી રાજ્યનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધશે

રાજ્યના વિવિધ વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ વચ્ચે કચ્છના કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી અને રાજકોટમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પ્રભાવ વધુ તીવ્ર રહ્યો હતો.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે. ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું છે અને આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રવિવારે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી વધુ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 51 ટકા અને સાંજે 20 ટકા નોંધાયું હતું. વિભાગે શહેરમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી આ ઉપરાંત વડોદરામાં 43.9 ડિગ્રી, ગાંધીનગરમાં 42.9 ડિગ્રી અને સુરતમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ગરમ અને સૂકા પવનને કારણે દિવસભર ઉકળાટનો અનુભવ થયો હતો.વિભાગે કેટલાક વિસ્તારો માટે હીટવેવની ચેતવણી આપી લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા અને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. આઈએમડીના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. 17 મે સુધી સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad News: માંડલમાં લગ્ન પ્રસંગના લાઈવ કાર્યક્રમમાં સિંગર કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો

Read Full Story arrow_forward