ભરૂચ જિલ્લામાં હિટવેવ : 44 ડિગ્રીએ લોકોની અગ્નિ પરીક્ષા
ભરૂચ 44 ડીગ્રી સાથે હિટવેવની આગોસમાં લપેટાઈ જતા બળબળતા તાપે જનજીવન ડામાડોળ કરી દીધું છે. ભરૂચ જિલ્લાની પ્રજા અને પશુધન સાથે ખેતી માટે આગામી 5 દિવસ અગ્નિપરીક્ષા સમાન પુરવાર થઇ શકે છે.ઉનાળાની મૌસમમાં ભરૂચ જિલ્લામાં રવિવારે 44 ડીગ્રી પારા સાથે મૌસમના સૌથી ગરમ દિવસ રહ્યો. તો આગામી દિવસો હજી પારો 2 થી 3 ડીગ્રી ઊંચકાતા લોકોનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. જિલ્લામાં લઘુતમ તાપમાન પણ 27 ડિગ્રી જેટલું ઊંચું રહ્યું છે. ભેજનું પ્રમાણ વાતાવરણમાં માત્ર 24 % રહેતા આકરી ગરમીથી લોકો ત્રાસી ગયા છે. આકરી ગરમીની પ્રતિકૂળ અસરથી દુધાળા પશુઓને બચાવવા દિવસમાં બે વખત સ્નાન કરાવવું. જેથી દુધના પ્રમાણમાં પણ ઘટાડો નહિ થાય અને પશુઓ બીમારીઓથી બચી રહેશે. પશુઓને રહેવાની જગ્યા હવા ઉજાસ વાળી રાખવી. બપોરના સમયે ગરમી અને સૂર્યના કિરણો વધુ ઘાતક હોય છે. જેના કારણે બેચેની, ચક્કર, ઉલટી, બેભાન થઈ જવું જેવી સમસ્યાનો ભોગ લોકો બની શકે છે. બપોરે સૂર્યના સીધા સંપર્કમાં વધુ વાર રહેવાથી ટાળવું જોઈએ. બને ત્યાં સુધી નાના બાળકો, વૃદ્ધઓ, સગર્ભા અને ક્રોનિક ડીસીઝવાળા દર્દીઓએ બપોરે તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ. લોકોએ સુતરાઉ ઢીલા કપડાં પહેરવા. આકરી ગરમીમાં ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતોએ 4 થી 5 દિવસે પાણી આપવું જોઈએ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward