IHRSJC દ્વારા ભરૂચ રત્ન એવોર્ડ્સ સમારોહ યોજાયો
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સામાજિક ન્યાય આયોગ (IHRSJC) દ્વારા ભરૂચ શ્હેરમાં રવિવારે પ્રતિષ્ઠિત ભરૂચ રત્ન એવોર્ડ્સ 2026નો સન્માન સમારોહ યોજાયોહતો.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વર્લ્ડ હ્યુમન રાઈટ્સ એમ્બેસેડર ડો. સંતોષ બજાજ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ IHRSJC ના ઈન્ટરનેશનલ એન્ડ નેશનલ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. સમારોહમાં વિશેષ મહેમાનો તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ક્ષેત્રમાં ભરૂચ રત્ન એવોર્ડ્સ 2026 થી સન્માનિત કરવામાં આવેલ પ્રતિભાઓમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક પ્રવીણભાઈ પટેલ, સાર્થક ફઉન્ડેશનના હેતલભાઈ શાહ, હેમાબેન પટેલ સંચાલિત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન, જ્હાનવીબેન દર્શન સંચાલિત નિજ ફઉન્ડેશન, દિપાલીબેન બારોટના એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય યોગદાન આપનાર અન્ય સંસ્થાઓ અને પ્રતિભાઓનો સમાવેશ થયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward