કાલોલ નજીક ઓવરબ્રિજ પરથી ગાડી નીચે પટકાતાં પાંચ ઇજાગ્રસ્ત
કાલોલ તાલુકામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ નેશનલ કોરીડોર પૈકીનો ગોધરા થી વડોદરા વચ્ચેનો માર્ગ જોખમી બની રહ્યો છે. પાછલા એપ્રિલ મહિનામાં જ ટ્રાયલ રન માટે ખુલ્લો મુકવામાં આવેલા આ કોરીડોર પર મહિનામાં પાંચમો અકસ્માત સર્જાતા રવિવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં એક પરિવારના એક બાળક અને બે મહિલાઓ સહિત પાંચ સભ્યો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઓલપાડ (સુરત)થી પટેલ પરિવારના સભ્યો ઉજ્જૈન જવા માટે નીકળ્યા હતા ત્યારે રવિવારે સવારે તેમની કાર વડોદરાથી ગોધરા કોરીડોર પર કાલોલ તાલુકાના બલેટીયા પાસેથી પસાર થતા સમયે ટોલનાકાની નજીક અચાનક કારનું ટાયર ફટતાં કાર ઓવરબ્રિજના ટ્રેક પરથી ફેકાઈને નીચે પટકાયી હતી. લગભગ દસ પંદર મીટરની ઉંચાઇ અને પચાસ મીટર જેટલા અંતરે ફેકાઈ ગયેલી કારમાં સવાર એક બાળક અને બે મહિલાઓ સહિત પાંચ સભ્યોના પરિવારને અકસ્માત નડયો હતો. જોકે સદભાગ્યે ફેકાયેલી કાર ધુળમાં પટકાતાં હાલ સુધીમાં પાંચેય સભ્યોનો બચાવ થયો હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માત સર્જાયો હોવાની ઘટના અંગેની જાણકારીને પગલે સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધરીને કારમાં ફ્સાયેલા લોકોને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સદભાગ્યે બે વર્ષના બાળકના આબાદ બચાવ સાથે ત્રણને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પરંતુ બન્ને મહિલાઓમાં ભારતીબેન જીતેન્દ્રભાઈ પટેલ અને નિમિષા ભરતભાઈ પટેલને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે વડોદરા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન કાર ચાલકે જણાવ્યું હતું તેઓ શનિવારે સાંજે ઓલપાડ સુરતથી ઉજ્જૈન બાજુ જવા માટે નીકળ્યા હતા ત્યારે બલેટિયા ટોલ નાકા પાસેના ઓવરબ્રિજ પાસે કારની આગળના ભાગનું ટાયર ફટતા કાર નીચે ફેકાઈ ગઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward