Mehsana: માત્રાસણ ગામપાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક-યુવતીએ કરેલો આપઘાત
બહુચરાજી તાલુકાના માત્રાસણ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક-યુવતીએ કૂદી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ઇસ્લામપુરા ગામના યુવક રાવળ અજીત અરવિંદભાઈ (ઉ.વ. 22) અને સુરેન્દ્રનગરના લૂણી ગામની યુવતી રાવળ શિવાની જીતુભાઈ (ઉ.વ. 21)એ કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાની જાણ થતા મૃતક યુવકના સંબંધિ બળદેવભાઈ મગનભાઈ રાવળે મહેસાણા નગરપાલિકાના ફયર વિભાગને ફેન કરી જાણ કરતાં ફયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ શોધી કાઢવામાં સફ્ળતા મેળવી હતી. મોઢેરા પોલીસે મૃતદેહોનો કબજો લઈ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી મોઢેરા સહિત આસપાસના પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward