Deesa: ડીસા - પાલનપુર હાઈવે પર કાળમુખી ટ્રક ફ્રી વળતા કિશોરનું મોત નિપજ્યું
ડીસા-પાલનપુર હાઈવે પર માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. શનિવારે બપોર ના સુમારે ગીર કાઠિયાવાડી હોટલ પાસે એક બેફમ ગતિએ આવતા ટ્રક ચાલકે એક્ટિવા સવાર કિશોરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજતા સુંદેશા પરિવારમાં માતમ છવાયો છે. અકસ્માતના બનાવ અંગેની વધુમાં મળતી માહિતી મુજબ, ભવ્ય દિનેશભાઈ સુંદેશા નામનો કિશોર પોતાનું એક્ટિવા લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ગીર કાઠિયાવાડી હોટલ નજીક પાછળથી આવી રહેલા એક ટ્રક ચાલકે ગફ્લતભરી રીતે ડ્રાઈવિંગ કરી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. જેથી ભવ્ય રોડ પર પટકાતા તેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં કિશોરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેની સ્થિતિ વધુ લથડતા મોત થયું હતું આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીમૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસે ફ્રાર ટ્રક ચાલકને પકડવા અને વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward