Surendranagar: સાયલા પાસેથી ગેરકાયદે પિસ્તોલ સાથે 1 ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદે હથિયારો રાખવાના માથાભારે શોખીનોને અંકુશમાં રાખવા જિલ્લા સ્તરેથી અપાયેલ આદેશોને લઇ પેટ્રોલિંગમાં રહેલ સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલ આધારભૂત બાતમીના આધારે હાઈવેના સર્કલ પાસેથી સુદામડાના એક ઇસમને રોકી તલાસી લેતા તેની પાસેથી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી.પોલીસ દ્વારા ઝડપાયેલ આરોપી સુદામડાના સંજય ઉર્ફે સયલું આપાભાઇ ક્લોત્રા પાસેથી ગેરકાયદે દેશી બનાવટની પીસ્તોલ જેની કિંમત રૂ. 25,000 વાળી જપ્ત કરી તેની અટકાયત કરવામાં આવી હતી. આરોપી સંજય ઉર્ફે સયલુંની પોલીસ દ્વારા કરાયેલ પૂછપરછમાં આ હથિયાર પાંચ વર્ષ પહેલા તે નવઘણ સાંબડ રહે. સુદામડા,તા. સાયલા વાળા પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા બન્ને ઇસમો વિરુધ્ધ સાયલા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા ગેરકાયદે ફ્ટાકડી રાખવાના શોખીનોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward