android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar: બંગાળમાં 50 વર્ષનો ખાડો પડયો છે જે ભાજપ વિકાસ દ્વારા પૂરશે : મોદી
calendar_today May 11, 2026

Jamnagar: બંગાળમાં 50 વર્ષનો ખાડો પડયો છે જે ભાજપ વિકાસ દ્વારા પૂરશે : મોદી

સોમનાથ ખાતેના સ્વાભિમાન પર્વ માટે અગાઉ જામનગરમાં રાત્રિ રોકાણ માટે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યા બાદ કરેલા ટૂંકા પણ જોરદાર ભાષણમાં જણાવ્યું હતું કે, બંગાળની ચૂંટણીમાં આવેલા પરિવર્તનકારી પરિણામોથી પ્રથમવાર દૂર-દૂરના લોકોને પણ હાશકારો અનુભવાયો હોય તેવું મેં પહેલીવાર જોયું અને અનુભવ્યું છે. વડાપ્રધાનની જનસભામાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે જનમેદની ઉમટી પડી હતી.રાત્રે 10:00 વાગ્યે જામનગરના લાલ બંગલા સર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત અને અભિવાદન સમારોહમાં પ્રદેશ નેતાગીરી તેમજ જામનગર શહેર-જિલ્લાની નેતાગીરીએ તેઓનું પરંપરાગત રીતે સ્વાગત કર્યા બાદ વડાપ્રધાને કોઈપણ ઔપચારિકતા વગર સીધું જ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતું.પ્રવચનની શરૂઆતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના સંદર્ભે વડાપ્રધાને જણાવ્યું કે, આ વખતે ગુજરાતે કમાલ કરી દીધી છે અને વિધાનસભામાં જે થયું હતું તેના પણ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો પ્રેમ છે. વર્તમાન રાજનીતિની સ્થિતિ એવી છે કે આટલા લાંબા સમય સુધી જનસમર્થન મળતું રહે અને ઉત્તરોત્તર વધતું રહે તે એક ખૂબ મોટા અભ્યાસનો વિષય છે. આજે કદાચ ત્રણ અને ચાર પેઢી એવી હશે જે લગાતાર ગુજરાતમાં ભાજપ પર અવિરત આશીર્વાદ વરસાવી રહી છે. ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફળ ભરી છે. એક જમાનામાં મીઠા ઉત્પાદનમાં આપણે જે સ્થિતિમાં હતા, તે ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ, મેટ્રોના કોચ અને આધુનિક રેલવેના એન્જિન બનાવે છે તથા વિમાન બનાવવાની તૈયારીમાં છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીઓ તો કેટલીય લડયા અને કેટલીય જીત્યા, પરંતુ પહેલીવાર જોયું કે બંગાળની ચૂંટણીના પરિણામોએ દૂર-દૂર બેઠેલા લોકોને પણ હાશકારો અનુભવાવ્યો છે. મારા રાજકીય જીવનમાં ચૂંટણીના પરિણામનો આવો પ્રભાવ અને અનુભૂતિ પહેલીવાર થઈ છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના 300 કાર્યકરોનાં બલિદાન લેવાયાં ત્યારે એક સંકલ્પ જાગ્યો હતો અને તે આજે સિદ્ધિમાં પરિણમ્યો છે. ભારતીય જનતા પાર્ટી બંગાળમાં પાછલા 50 વર્ષના ખાડાને પૂરીને વિકાસ કરશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં ભવ્ય સ્વાગત: લાલ બંગલામાં કરશે રાત્રિ રોકાણ
calendar_today May 10, 2026

Gujarat Latest News Updated : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં ભવ્ય સ્વાગત: લાલ બંગલામાં કરશે રાત્રિ રોકાણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: ચાંગોદરના સનાથલ ગામે પાર્કિંગના ડખામાં યુવકની કરુણ હત્યા, પિતા અને બે પુત્રોએ મળી ખેલ્યો ખૂની ખેલ
calendar_today May 10, 2026

Ahmedabad News: ચાંગોદરના સનાથલ ગામે પાર્કિંગના ડખામાં યુવકની કરુણ હત્યા, પિતા અને બે પુત્રોએ મળી ખેલ્યો ખૂની ખેલ

અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સનાથલ ગામે આજે હત્યાની એક ચોંકાવનારી ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગાડી પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો હિંસક બની ગયો હતો.પિતા-પુત્રોએ મળી છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો આ હિંસક અથડામણમાં સામા પક્ષના પિતા અને તેમના બે પુત્રોએ મળીને યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ ચૌહાણ દેવેન્દ્ર સિંહ ભરતસિંહ તરીકે થઈ છે. ચાંગોદર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હત્યાની જાણ થતા જ ચાંગોદર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે પિતા અને બે પુત્રો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. સામાન્ય પાર્કિંગના વિવાદમાં એક યુવકે જીવ ગુમાવતા સનાથલ ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ગમગીની વ્યાપી ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward