android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News: ઠાસરા અને ગળતેશ્વર પંથકમાં પેટ્રોલની ભારે અછત, કંપનીઓ જથ્થો ઓછો ફાળવતા વાહનચાલકો અટવાયા
calendar_today May 10, 2026

Kheda News: ઠાસરા અને ગળતેશ્વર પંથકમાં પેટ્રોલની ભારે અછત, કંપનીઓ જથ્થો ઓછો ફાળવતા વાહનચાલકો અટવાયા

ખેડા જિલ્લાના ઠાસરા અને સેવાલિયા સહિત ગળતેશ્વર તાલુકાના મોટાભાગના પેટ્રોલ પમ્પ પર આજે સ્ટોક ખલાસ થઈ જતાં 'નો સ્ટોક'ના બોર્ડ લાગી ગયા છે. પેટ્રોલ ન મળવાને કારણે સ્થાનિક વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઠાસરા અને સેવાલિયામાં પેટ્રોલ ન મળતા વાહનચાલકો ડાકોર તરફ દોડ્યા હતા, જેના કારણે ડાકોરના પેટ્રોલ પમ્પ પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ડાકોરમાં પણ સ્થિતિ એવી છે કે ગણતરીના સમયમાં જ ત્યાં પેટ્રોલનો જથ્થો પૂરો થઈ જાય તેવી શક્યતા છે.કૃત્રિમ અછતનો ભય: કંપનીઓ દ્વારા ઓછો પુરવઠો મળતી માહિતી મુજબ, પેટ્રોલ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ત્રણ દિવસે માત્ર એક જ વાર પેટ્રોલનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં પુરવઠો ન મળવાને કારણે બજારમાં કૃત્રિમ અછત જેવી સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને ગ્રામીણ અને તાલુકા મથકોના પમ્પ પર જથ્થો ઝડપથી પૂરો થઈ જાય છે અને કંપનીઓ નવો સ્ટોક મોકલવામાં વિલંબ કરતી હોવાથી પમ્પો બંધ રાખવાની નોબત આવી છે. યાત્રિકો અને વાહનચાલકોની હાલત કફોડી ડાકોર જેવા ધાર્મિક સ્થળ નજીક હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા પ્રવાસીઓ અને પદયાત્રીઓ પણ આ અછતના કારણે અધવચ્ચે અટવાઈ પડ્યા છે. સેંકડો વાહનચાલકો પેટ્રોલ માટે એક પમ્પથી બીજા પમ્પ પર ભટકી રહ્યા છે, પરંતુ ક્યાંય સંતોષકારક જવાબ મળતો નથી. જો પેટ્રોલ કંપનીઓ દ્વારા તાત્કાલિક જથ્થો ફાળવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં વાહનવ્યવહાર પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર આ મામલે દરમિયાનગીરી કરી ત્વરિત ઉકેલ લાવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: અધિક મુખ્ય સચિવ સામે મજૂરોને બંધક બનાવવાનો ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
calendar_today May 10, 2026

Gandhinagar News: અધિક મુખ્ય સચિવ સામે મજૂરોને બંધક બનાવવાનો ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

Gandhinagar News: અધિક મુખ્ય સચિવ સામે મજૂરોને બંધક બનાવવાનો ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ ગાંધીનગરના સેક્ટર-1માં આવેલા એક ખાનગી મકાનમાં ચાલી રહેલા કામ દરમિયાન આ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે, નર્મદા અને જળ સંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી તેમના મકાનમાં ચાલી રહેલા કામથી નાખુશ હતા. આ અસંતોષને પગલે તેમણે ત્યાં કામ કરી રહેલા મજૂરોને ઘરની અંદર પૂરી દઈ બહારથી લોક મારી દીધું હોવાના આક્ષેપો થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી ચકચાર આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપી વાયરલ થયો છે. આ વીડિયોમાં કામદારો પોતે જ આક્ષેપ કરી રહ્યા છે કે તેમને બંધક બનાવવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો અને મજૂરોના નિવેદનોને પગલે ઉચ્ચ અધિકારીના વર્તન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે અને ઘટનાની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. સનદી અધિકારી પરના આક્ષેપથી ખળભળાટ રાજ્યના એક મહત્વના વિભાગના અધિક મુખ્ય સચિવ જેવું જવાબદાર પદ ધરાવતા અધિકારી પર જ્યારે મજૂરોને બંધક બનાવવાનો આરોપ લાગ્યો હોય, ત્યારે સચિવાલયના વર્તુળોમાં પણ આ બાબતે ભારે ચર્ચા જાગી છે. ઉચ્ચ કક્ષાના સનદી અધિકારી દ્વારા કરવામાં આવેલા આ કથિત કૃત્યને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે સરકાર કે તંત્ર દ્વારા કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dwarkaની ગોમતી નદીમાં ડૂબતા રાજસ્થાનના બે યુવકોનો આબાદ બચાવ, સ્થાનિક તરવૈયાઓ દેવદૂત બન્યા
calendar_today May 10, 2026

Dwarkaની ગોમતી નદીમાં ડૂબતા રાજસ્થાનના બે યુવકોનો આબાદ બચાવ, સ્થાનિક તરવૈયાઓ દેવદૂત બન્યા

યાત્રાધામ દ્વારકા ખાતે દર્શનાર્થે આવેલા રાજસ્થાનના બે યુવકો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા માટે પડ્યા હતા. સ્નાન કરતી વખતે અચાનક બંને યુવકો નદીના ઊંડા પાણીમાં જવા લાગ્યા હતા અને જોતજોતામાં ડૂબવા લાગ્યા હતા. યુવકોને ડૂબતા જોઈ આસપાસના લોકોમાં ભારે ફફડાટ અને બૂમાબૂમ મચી ગઈ હતી.અલ્તાફ મીર અને ઈશ્વરભાઈ રબારીએ જીવના જોખમે બચાવ્યા યુવકોને મોત સામે જંગ લડતા જોઈ ત્યાં હાજર સ્થાનિક તરવૈયા અલ્તાફ મીર અને ઈશ્વરભાઈ રબારીએ સહેજ પણ વિલંબ કર્યા વિના નદીના ઊંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. બંને તરવૈયાઓએ ભારે જહેમત અને હિંમત દાખવીને ડૂબી રહેલા બંને યુવાનોને પકડી લીધા હતા અને સલામત રીતે નદીના કિનારે બહાર કાઢ્યા હતા. યુવાનોએ ગળગળા થઈને માન્યો આભાર ચોક્કસ મોત સામેથી હેમખેમ બહાર આવેલા બંને યુવાનોના જીવમાં જીવ આવ્યો હતો. જીવતદાન મળતા જ બંને યુવકો ભાવુક થઈ ગયા હતા અને ગળગળા થઈને પોતાના જીવ બચાવનાર સ્થાનિક તરવૈયાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સમયસૂચકતા અને માનવતાના આ કાર્યની સમગ્ર દ્વારકા પંથકમાં અને પ્રવાસીઓમાં ભારે પ્રશંસા થઈ રહી છે. તંત્ર દ્વારા પણ પ્રવાસીઓને નદીના ઊંડા પાણીમાં ન જવા વારંવાર અપીલ કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward