android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Khedbrahmaના MRF સેન્ટરમાં ભીષણ આગ લાગતા મચી દોડધામ, ફાયરની ટીમે મોટી હોનારત ટાળી
calendar_today May 10, 2026

Khedbrahmaના MRF સેન્ટરમાં ભીષણ આગ લાગતા મચી દોડધામ, ફાયરની ટીમે મોટી હોનારત ટાળી

ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં આવેલી ચંપલપુર વસાહત પાસેના એમ.આર.એફ. (MRF) સેન્ટરમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. સેન્ટરમાં રાખવામાં આવેલા ઘન કચરાના વિશાળ ડમ્પમાં આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈ આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક જાગૃતિ દાખવી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.ફાયર બ્રિગેડની સતર્કતાથી ઇન્દિરાનગર બચ્યું ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમ બે ગાડીઓ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આગ એટલી ભયાનક હતી કે જો ફાયરની ટીમ સમયસર ન પહોંચી હોત, તો બાજુમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તાર પણ આગની ઝપેટમાં આવી ગયો હોત. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ અને નુકસાન ટળ્યું છે. તંત્રની ઉદાસીનતા સામે રહીશોમાં રોષ આટલી ભીષણ આગ લાગી હોવા છતાં નગરપાલિકાના કોઈ જવાબદાર કર્મચારી કે કોર્પોરેટર ઘટનાસ્થળે ડોકાયા ન હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. ભરચક વસાહતની નજીક આવેલા આ સેન્ટરમાં વારંવાર સર્જાતી આવી પરિસ્થિતિ સામે તંત્રની ગેરહાજરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ કાબૂમાં આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli News: જાફરાબાદ દરિયાકાંઠે SMCનો મોટો દરોડો, દમણથી બોટ મારફતે લવાયેલો રૂ.33 લાખનો દારૂ ઝડપાયો
calendar_today May 10, 2026

Amreli News: જાફરાબાદ દરિયાકાંઠે SMCનો મોટો દરોડો, દમણથી બોટ મારફતે લવાયેલો રૂ.33 લાખનો દારૂ ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી દરિયાઈ માર્ગે બોટ મારફતે વિદેશી દારૂનો મોટો જથ્થો જાફરાબાદ લાવવામાં આવી રહ્યો છે. દમણથી અંદાજે 90 નોટિકલ માઇલ દૂર જાફરાબાદના સામાકાંઠે જ્યારે દારૂનું કટિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ SMCની ટીમે ત્રાટકીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસને મોટી સફળતા મળી છે.33.89 લાખનો મુદ્દામાલ અને 6,800થી વધુ બોટલો જપ્ત SMCની ટીમે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 6,859 બોટલો કબજે કરી છે, જેની કિંમત અંદાજે 22,75,480 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાતા 6 વાહનો સહિત કુલ 33,89,380 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. દરિયાકાંઠે આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 4 આરોપીની ધરપકડ, 11 શખ્સો ફરાર આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 11 જેટલા આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
IPL 2026: ગુજરાતના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે 13 બોલમાં ફટકારી અડધી સદી, CM ભુપેન્દ્ર પટેલે આ સિદ્ધિને બિરદાવી
calendar_today May 10, 2026

IPL 2026: ગુજરાતના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે 13 બોલમાં ફટકારી અડધી સદી, CM ભુપેન્દ્ર પટેલે આ સિદ્ધિને બિરદાવી

ઉર્વિલ પટેલે IPLમાં શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પાલનપુરના આ યુવા ક્રિકેટરે માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી IPL ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી છે. તેની આ વિસ્ફોટક ઈનિંગે ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ વધાર્યો છે. ચેન્નાઈ માટે આપ્યું મહત્વપૂર્ણ યોગદાન આ ઐતિહાસિક સિદ્ધિ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન નોંધાઈ. ઉર્વિલ પટેલ હાલ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી IPLમાં રમી રહ્યો છે અને પોતાની આક્રમક બેટિંગથી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ઉર્વિલ પટેલની આ ઈનિંગ માત્ર પાલનપુર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતિક બની છે. રમતગમત ક્ષેત્રે ગુજરાતના યુવાનો સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા, મહેનત અને સમર્પણથી રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. ઉર્વિલની આ સિદ્ધિ એનો જીવંત દાખલો માનવામાં આવી રહી છે. ગુજરાતના યુવાનો રમતગમતમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે તેની આ સિદ્ધિને લઈને ભુપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રીએ ટ્વિટ દ્વારા ઉર્વિલ પટેલની પ્રશંસા કરતાં કહ્યું કે ગુજરાતના યુવાનો રમતગમતમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે અને ઉર્વિલની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારવી એ અત્યંત મુશ્કેલ સિદ્ધિ છે અને તે માટે આત્મવિશ્વાસ, તકનીક અને દબાણમાં રમવાની ક્ષમતા જરૂરી હોય છે. ઉર્વિલ પટેલે આ બધું સાબિત કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. યુવા ખેલાડીઓ માટે ઉર્વિલ પટેલની સફળતા એ સંદેશ આપે છે કે સતત મહેનત, સમર્પણ અને આત્મવિશ્વાસના બળ પર વૈશ્વિક મંચ પર પણ સફળતા મેળવી શકાય છે. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

Read Full Story arrow_forward