android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad News: નવી બની રહેલી સિવિલ હોસ્પિટલ પાસે ભીષણ આગ, સેન્ટિંગનો સામાન બળીને રાખ
calendar_today May 10, 2026

Tharad News: નવી બની રહેલી સિવિલ હોસ્પિટલ પાસે ભીષણ આગ, સેન્ટિંગનો સામાન બળીને રાખ

થરાદમાં હાલ નવી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બાંધકામ સ્થળની નજીક આજે અચાનક આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલના બિલ્ડિંગના કામ માટે ત્યાં મોટી માત્રામાં સેન્ટિંગનો સામાન (લાકડા અને લોખંડની પ્લેટો) રાખવામાં આવ્યો હતો, જેમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન પ્રાથમિક માહિતી અનુસાર, બાંધકામ સ્થળની નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. આ શોર્ટ સર્કિટના કારણે તણખા ઝરતા બાજુમાં પડેલા સેન્ટિંગના માલ-સામાનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો. ફાયર વિભાગની કામગીરી: મોટી જાનહાનિ ટળી આગની ઘટનાને પગલે આસપાસના રહીશો અને મજૂરો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાંધકામમાં વપરાતો સેન્ટિંગનો સામાન બળી જવાથી આર્થિક નુકસાન થયું છે. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી હોનારત ટળી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jamnagarમાં PM મોદીનું ભવ્ય આગમન: એરફોર્સ સ્ટેશન પર સાંસદ પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાએ કર્યું અભિવાદન
calendar_today May 10, 2026

Jamnagarમાં PM મોદીનું ભવ્ય આગમન: એરફોર્સ સ્ટેશન પર સાંસદ પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાએ કર્યું અભિવાદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચતા જ સ્થાનિક પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા તેમજ જામનગર કલેક્ટર, કમિશનર અને જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી વડાપ્રધાનનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.જામનગરના માર્ગો પર જનમેદની વચ્ચે વડાપ્રધાનનો કાફલો એરફોર્સ સ્ટેશનથી વડાપ્રધાનનો કાફલો રવાના થયો હતો. જામનગરના રાજમાર્ગો પર વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીજી રોડ પર ઉપસ્થિત વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં તેઓ શહેરના હાર્દ સમાન લાલ બંગલા સર્કલ પહોંચશે, જ્યાં એક ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેજ પરથી તેઓ જામનગરવાસીઓનું વિશેષ અભિવાદન ઝીલશે. લાલ બંગલા ખાતે રાત્રી રોકાણ અને ચુસ્ત સુરક્ષા વડાપ્રધાન મોદી આજે જામનગરના લાલ બંગલા ખાતે રાત્રી રોકાણ કરવાના છે. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે સમગ્ર શહેરમાં અને ખાસ કરીને એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સુધીના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામનગરના લોકો પોતાના પ્રિય નેતાને આવકારવા માટે ફૂલો અને સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાતથી હાલ જામનગરમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ISI સમર્થિત આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા ગેંગસ્ટરના નજીકના વ્યક્તિની દિલ્હી પોલીસે કરી ધરપકડ
calendar_today May 10, 2026

ISI સમર્થિત આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા ગેંગસ્ટરના નજીકના વ્યક્તિની દિલ્હી પોલીસે કરી ધરપકડ

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી અને આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ 45 વર્ષીય પ્રવીણ કુમાર ઉર્ફે ટિટ્ટૂ તરીકે થઈ છે, જે દક્ષિણ દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ચૌધરીનો નજીકનો સાથીદાર હોવાનું સામે આવ્યું છે. દિલ્હી પોલીસે તેના પર 2 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. કૂલ 14 આરોપીઓની ધરપકડ થઈ છે પોલીસે આરોપી પાસેથી ઈટાલીમાં બનેલી એક સેમી ઓટોમેટિક પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આ સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉની કાર્યવાહીમાં પોલીસે 25 વિદેશી હથિયારો અને 221 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં UAPA હેઠળ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આરોપી ગેંગસ્ટર રોહિત ચૌધરી માટે ખંડણી ઉઘરાવતો હતો તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આ આખા નેટવર્કને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનું સમર્થન મળતું હતું. પોલીસને માહિતી મળી હતી કે પ્રવીણ કુમાર ગેંગ માટે વિદેશી હથિયારોની સપ્લાય કરતો હતો, જેના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પ્રવીણ કુમાર આયા નગર અને મહરૌલી વિસ્તારમાં વિવાદિત જમીનો પર કબજો કરાવવો, ગેરકાયદેસર પ્લોટિંગ અને ખંડણી વસૂલવા જેવા કાર્યોમાં પણ સામેલ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે ગેંગસ્ટર રોહિત ચૌધરી માટે ખંડણી ઉઘરાવતો હતો અને ગેંગના અનેક ગેરકાયદેસર કામ સંભાળતો હતો. આ પણ વાંચો : PM Modiએ હૈદરાબાદમાં સંબોધન દરમિયાન જનતાને કરી અપીલ, કહ્યું 'એક વર્ષ સુધી સોનાની ખરીદી ના કરે લોકો'

Read Full Story arrow_forward