android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh : છછીના દરિયાકાંઠે લાઈટ હાઉસ નજીક વિસ્ફોટક સેલ મળ્યો, આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો
calendar_today May 10, 2026

Kachchh : છછીના દરિયાકાંઠે લાઈટ હાઉસ નજીક વિસ્ફોટક સેલ મળ્યો, આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો

કચ્છ જિલ્લાના છછીના દરિયાકાંઠા વિસ્તારમાં વિસ્ફોટક પ્રકારનો એક સેલ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના લાઈટ હાઉસ નજીક બની હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, કોઠારા પોલીસ અને SOG ગુજરાતની ટીમ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં એક વિસ્ફોટક સેલ દેખાયો હતો.આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો તાત્કાલિક રીતે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મળેલો સેલ જૂનો અને ફુટેલો હોવાનું લાગે છે, છતાં તેની સલામતીને ધ્યાનમાં રાખીને તેને સંપૂર્ણ રીતે સુરક્ષિત રીતે હેન્ડલ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી આ સમગ્ર મામલે હવે ભારતીય વાયુસેના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સેલ કયા પ્રકારનો છે, તે કેટલા સમયથી ત્યાં હતો અને તે ત્યાં કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તમામ શક્ય દિશાઓમાં તપાસ શરૂ કરી છે. સ્થાનિક તંત્રએ જણાવ્યું છે કે દરિયાકાંઠા વિસ્તારમાં મળેલા આવા શંકાસ્પદ વસ્તુઓ અંગે સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય પણ આવી શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરવી. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તપાસ ચાલુ છે. આ પણ વાંચો : Rajkot ડિવિઝનને મળી વધુ એક સાપ્તાહિક ટ્રેન,પેસેન્જરના ધસારાને પહોંચી વળવા રેલવેનું આયોજન

Read Full Story arrow_forward
Prantij News: ખેતરમાં ભોંયરું બનાવી દારૂ સંતાડવાની બૂટલેગરની ફિલ્મી સ્ટાઇલ નિષ્ફળ, પોલીસે રૂ.2.51 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
calendar_today May 10, 2026

Prantij News: ખેતરમાં ભોંયરું બનાવી દારૂ સંતાડવાની બૂટલેગરની ફિલ્મી સ્ટાઇલ નિષ્ફળ, પોલીસે રૂ.2.51 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે રહેતા એક બૂટલેગરે દારૂનો જથ્થો પોલીસની નજરથી બચાવવા માટે ફિલ્મી ઢબે ખેતરમાં એક પાકું ભોંયરું તૈયાર કર્યું હતું. આ બૂટલેગરની હોશિયારી એટલી હતી કે તે જમીનની નીચે દારૂ સંતાડતો અને તેની ઉપરના ભાગે ખેતી કરતો હતો, જેથી કોઈને શંકા ન જાય. જોકે, પ્રાંતિજ પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે ખેતરમાં દરોડો પાડ્યો હતો.બૂટલેગરની ધરપકડ, ભોંયરું જોઈ પોલીસ સ્તબ્ધ પોલીસે બાતમીના આધારે બૂટલેગર રાહુલ મકવાણાને ઝડપી પાડી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે પોલીસે તેને મુદ્દામાલ અંગે પૂછ્યું અને તેણે ખેતરમાં બનાવેલું ગુપ્ત ભોંયરું બતાવ્યું, ત્યારે પોલીસ અધિકારીઓ પણ તેની કરામત જોઈને ચોંકી ઉઠ્યા હતા. જમીનની નીચે બનાવેલા આ પાકા ભોંયરામાં દારૂનો મોટો જથ્થો વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવામાં આવ્યો હતો. પોલીસે રૂ.2.51 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે આ ગુપ્ત ભોંયરામાંથી તપાસ કરતા વિદેશી દારૂની નાની-મોટી કુલ 1400 જેટલી બોટલો મળી આવી હતી. પ્રાંતિજ પોલીસે અંદાજે 2.51 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ મામલે પોલીસે રાહુલ મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે કે બૂટલેગરો હવે ધરપકડથી બચવા માટે કેવા કેવા હથકંડા અપનાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Delhi : Oppo-Oneplusની નકલી પ્રોડક્ટ બનાવી બજારમાં વેચી રહ્યો હતો આરોપી, પોલીસે ઝડપ્યો
calendar_today May 10, 2026

Delhi : Oppo-Oneplusની નકલી પ્રોડક્ટ બનાવી બજારમાં વેચી રહ્યો હતો આરોપી, પોલીસે ઝડપ્યો

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નકલી પ્રોડક્ટ બનાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસ અને જપ્તી અભિયાન હેઠળ પોલીસે બે ફેક્ટરીઓ અને અનેક ગોડાઉન પરથી મોટાપાયે નકલી મોબાઈલ એસેસરીઝ અને પેકેજિંગ સામગ્રી જપ્ત કરી છે. નકલી પ્રોડક્ટ્સની પેકેજિંગ અને બ્રાન્ડિંગ કરવામાં આવતી મળતી માહિતી મુજબ, કરોલબાગના રેગરપુરા વિસ્તારમાં આવેલા બે ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે, જ્યાં ઓપ્પો, વનપ્લસ અને રિયલમી જેવી જાણીતી બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ્સની પેકેજિંગ અને બ્રાન્ડિંગ કરવામાં આવતી હતી. આ સાથે મોતીનગર વિસ્તારમાં પણ એક ફેક્ટરીને સીલ કરવામાં આવી છે, જ્યાં બ્રાન્ડેડ કંપનીઓ જેવા દેખાતા પેકિંગ બોક્સ તૈયાર કરવામાં આવતા હતા. બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી પોલીસે આ કાર્યવાહીમાં કુલ 8 મશીનો પણ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ નકલી માલ તૈયાર કરવા અને પેકિંગ માટે કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગોડાઉનમાં મોટાપાયે નકલી પ્રોડક્ટ્સને અસલી બ્રાન્ડ જેવા દેખાતા ડબ્બામાં પેક કરીને બજારમાં વેચવામાં આવતું હતું. આ ગેરકાયદેસર ધંધામાં સામેલ હોવાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની AGS યુનિટની કાર્યવાહી દરમિયાન એક પ્રિન્ટિંગ પ્રેસ અને ત્રણ ગોડાઉનનો પણ ખુલાસો થયો છે, જ્યાં મશીનોની મદદથી નકલી બ્રાન્ડિંગ અને પેકેજિંગ તૈયાર થતું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ રેકેટ લાંબા સમયથી ચાલતું હતું અને મોટાપાયે નકલી માલ બજારમાં પહોંચાડવામાં આવતો હતો. હાલ સમગ્ર નેટવર્કની તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.આ પણ વાંચો : UP Cabinet Expansion : બે મંત્રીઓને પ્રમોશન, 6 નવા ચહેરા, યોગી મંત્રીમંડળનો થયો વિસ્તાર

Read Full Story arrow_forward