android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jasdan News : જૂના બસ સ્ટેશન પાસે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ, લાકડીઓ ઉછળતા મચી અફરાતફરી
calendar_today May 10, 2026

Jasdan News : જૂના બસ સ્ટેશન પાસે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ, લાકડીઓ ઉછળતા મચી અફરાતફરી

જસદણ શહેરના હાર્દ સમાન ગણાતા જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આજે જૂથ અથડામણની ઘટના બની હતી. બસ સ્ટેશન પાસે આવેલી ખોડિયાર હોટલ નજીક કોઈ બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી, જે બાદમાં હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. આ મારામારીને પગલે બજારમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.લાકડીઓ વડે હુમલો કરતો વીડિયો વાયરલ આ વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, શરૂઆતમાં લોકો એકબીજા પર હાથથી હુમલો કરે છે, પરંતુ જોતજોતામાં મામલો વધુ બિચકતા લાકડીઓ ઉછળી હતી. વીડિયોમાં કેટલાક શખ્સો લાકડીઓ વડે એકબીજા પર નિર્દયતાથી હુમલો કરતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી જાહેર માર્ગ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે મારામારી કરનારા શખ્સોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મારામારી કયા કારણોસર થઈ હતી અને તેમાં કોને કેટલી ઈજા પહોંચી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જાહેરમાં શાંતિ ભંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sinor News: માલપુર માર્ગ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
calendar_today May 10, 2026

Sinor News: માલપુર માર્ગ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

શિનોરના મેનધોરી માર્ગ ઉપર આજે એક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સેગવા તરફથી આવી રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને સામેથી આવી રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકને અડફેટે લીધા બાદ કાર ધડાકાભેર નજીકના ઝાડ સાથે જઈ અથડાઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.બાઇક ચાલક સંજય વસાવાનું કરુણ મોત આ અકસ્માતમાં બાઇક ચાલક સંજય વસાવા (રહે. બરકાલ) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ, કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને વધુ સારવાર માટે કરજણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શિનોર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઘટનાની જાણ થતા જ શિનોર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક સંજય વસાવાના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે કાર ચાલકે કયા સંજોગોમાં કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતને પગલે બરકાલ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palitana : શક્તિનગરમાં 181 અભયમની ટીમે બાળલગ્ન અટકાવ્યા, લગ્નમાં તપાસ કરતા કન્યા સગીર નીકળી
calendar_today May 10, 2026

Palitana : શક્તિનગરમાં 181 અભયમની ટીમે બાળલગ્ન અટકાવ્યા, લગ્નમાં તપાસ કરતા કન્યા સગીર નીકળી

181 અભયમ વુમન હેલ્પલાઈનની સતર્ક કામગીરીના કારણે પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં એક બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, ગારિયાધાર તાલુકાના વાવડી ગામેથી જાન પાલીતાણા ખાતે આવી હતી અને લગ્નવિધિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. આ દરમિયાન 181 અભયમ ટીમને બાળલગ્ન થવાની માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ દરમિયાન કન્યાની ઉંમર સંબંધિત દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા, જેમાં કન્યા સગીર હોવાનું સામે આવ્યું હતું. કાયદા મુજબ સગીર વયની યુવતીના લગ્ન કરાવવું ગુનો બનતો હોવાથી 181 અભયમ ટીમે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ પાલીતાણા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સમયસરની કામગીરીના કારણે એક બાળલગ્ન અટકી શક્યું પોલીસે સગીર કન્યા, વરરાજા તેમજ બંને પક્ષના માતા-પિતાને પૂછપરછ માટે પોલીસ મથકે લવાયા હતા. ઉપરાંત લગ્નવિધિ કરાવનાર વ્યક્તિને પણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસે બાળલગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કન્યા સગીર હોવાનું સ્પષ્ટ થતાં લગ્ન તરત જ અટકાવવામાં આવ્યા હતા. 181 અભયમ ટીમની સમયસરની કામગીરીના કારણે એક બાળલગ્ન અટકી શક્યું હતું. સમાજમાં બાળલગ્ન જેવી કુપદ્ધતિને રોકવા માટે સરકાર અને પોલીસ વિભાગ સતત જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચર્ચા જોવા મળી હતી. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો ક્યાંય બાળલગ્ન થતું હોય તેવી માહિતી મળે તો તરત જ પોલીસ અથવા 181 અભયમ હેલ્પલાઇનને જાણ કરવી, જેથી સમયસર કાર્યવાહી થઈ શકે. આ પણ વાંચો : Jasdan News : જૂના બસ સ્ટેશન પાસે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ, લાકડીઓ ઉછળતા મચી અફરાતફરી

Read Full Story arrow_forward