android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UP Cabinet Expansion : બે મંત્રીઓને પ્રમોશન, 6 નવા ચહેરા, યોગી મંત્રીમંડળનો થયો વિસ્તાર
calendar_today May 10, 2026

UP Cabinet Expansion : બે મંત્રીઓને પ્રમોશન, 6 નવા ચહેરા, યોગી મંત્રીમંડળનો થયો વિસ્તાર

યોગી આદિત્યનાથે આવનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાની સરકારનું બહુચર્ચિત મંત્રીમંડળ વિસ્તરણ કરીને મહત્વપૂર્ણ રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. રવિવારે લખનૌના જનભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં કુલ 6 નેતાઓએ મંત્રીપદની શપથ લીધી, જ્યારે 2 નેતાઓને પ્રમોશન આપીને નવી જવાબદારી સોંપવામાં આવી. આ વિસ્તરણમાં સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. હંસરાજ વિશ્વકર્મા અને કૈલાશ રાજપૂતને રાજ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું શપથ લેનારા નેતાઓમાં ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે, અજીત પાલ, સોમેન્દ્ર તોમર, કૃષ્ણા પાસવાન, સુરેન્દ્ર દિલેર, હંસરાજ વિશ્વકર્મા અને કૈલાશ રાજપૂતનો સમાવેશ થાય છે. તેમાં હંસરાજ વિશ્વકર્મા અને કૈલાશ રાજપૂતને રાજ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય નેતાઓને કેબિનેટ અને સ્વતંત્ર પ્રભારની જવાબદારીઓ સોંપાઈ છે. અનેક વરિષ્ઠ નેતાઓ રહ્યા હાજર જનભવન ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલે તમામ નેતાઓને પદ અને ગુપ્તતાની શપથ અપાવી. કાર્યક્રમ દરમિયાન ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. શપથવિધિ દરમિયાન સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી. વિવિધ પ્રાદેશિક સમુદાયોને આકર્ષવાનો પ્રયાસ કર્યો રાજકીય વિશ્લેષકોના મતે યોગી સરકારનું આ મંત્રીમંડળ વિસ્તરણ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. ભાજપે આ પગલાં દ્વારા પછાત વર્ગ, દલિત સમાજ અને વિવિધ પ્રાદેશિક સમુદાયોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ અને પૂર્વાંચલના નેતાઓને પ્રતિનિધિત્વ આપીને વ્યાપક સામાજિક સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર વિકાસકાર્યોની ગતિ વધારવાની સાથે સંગઠનને વધુ મજબૂત બનાવશે. છેલ્લા ઘણા દિવસોથી મંત્રીમંડળ વિસ્તરણ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી હતી અને અનેક નામો પર વિચારણા કરવામાં આવી રહી હતી. અંતે પાર્ટી નેતૃત્વે જાતીય અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને તક આપી છે. ભાજપ માટે આ વિસ્તરણ આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાની મોટી રાજકીય તૈયારીનો ભાગ માનવામાં આવી રહ્યો છે. આ પણ વાંચો : Vijay Thalapathy ના શપથ સમારોહમાં 2 વાર ગવાયું વંદે માતરમ, સોશિયલ મીડિયા પર પ્રશંસાની લહેર

Read Full Story arrow_forward
Kheda News: યાત્રાધામ ડાકોરમાં મનોરથમાં ભાવવધારો હાલ મોકુફ
calendar_today May 10, 2026

Kheda News: યાત્રાધામ ડાકોરમાં મનોરથમાં ભાવવધારો હાલ મોકુફ

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં શ્રીઠાકોરજીના મહાભોગ, ધજા સહિત વિવિધ મનોરથોના ચાર્જમાં તોતિંગ વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને વૈષ્ણવો અને સ્થાનિક સેવક સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ ભાવ વધારો શ્રદ્ધાળુઓની લાગણી દુભાવનારો છે તેમજ આ તોતિંગ લાગો વધારાના કારણે ગરીબ ભકતો અને સેવક સમાજની આર્થિક સ્થિતિ કફોડી થવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી સેવક સમાજ દ્વારા મનોરથોના લાગો વધારાના નિર્ણયને સ્થગિત કરવામાં આવે તેવી માગ સાથે કમિટિને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બેફામ ભાવ વધારાના પગલે ભક્તોમાં રોષ ફેલાયો હતો. જેથી હવે મંદિર સમિતી દ્વારા આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. વિવિધ લાગોમાં વધારો કરવામાં આવ્યો હતો સેવકોએ લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ભકતો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.અનેક ભકતો વાર તહેવાર પૂર્ણિમાના દિવસે પદયાત્રા કરીને ધજા ચઢાવવાની માનતા પૂરી કરવા આવે છે.ટેમ્પલ કમિટિ દ્વારા ઠરાવ કરીને તા.8 મે શુક્રવારના રોજ વિવિધ મનોરથોના વધારાના નવા લાગો (ચાર્જ) બાબતનુ લિસ્ટ સાથે નોટિસ જાહેર કરવામાં આવી હતી.જેમાં નાની ધજા સુવર્ણ શિખર પરચઢાવવાના જૂનો રૂ.610 ભાવ વધારીને રૂ.2510 કરી દેવામાં આવ્યો હતો.આ ઉપરાંત રાજભોગ, તુલસી વિવાહ સહિત વિવિધ ઉત્સવો સહિતના વિવિધ લાગોમાં વધારો કરવામાં આવ્યો હતો. મંદિર સાથે જોડાયેલા સેવક સમાજ પર પણ પડશે.સેવક સમાજના આગેવાનો દ્વારા મંદિરમાં મનોરથોના આ ભાવ વધારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે અને શ્રદ્ધાળુઓના હિતમાં અને મંદિરની ગરિમા જાળવી રાખવા માટે આ નિર્ણય મોકૂફ રાખવા આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ ભાવ વધારાને લઈને ભક્તોમાં પણ રોષ ફેલાયો હતો. જેથી હવે ટેમ્પલ કમિટિએ આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. 15મી મેના રોજ સેવક આગેવાનો સાથે ચર્ચા કરાશે અને ત્યાર બાદ નિર્ણય લેવાશે.

Read Full Story arrow_forward
Surat : DyCM હર્ષ સંઘવીની નગરસેવકોને ચેતવણી, કહ્યું 'ગેરવર્તન નહીં ચલાવવામાં આવે'
calendar_today May 10, 2026

Surat : DyCM હર્ષ સંઘવીની નગરસેવકોને ચેતવણી, કહ્યું 'ગેરવર્તન નહીં ચલાવવામાં આવે'

DyCM હર્ષ સંઘવીએ સુરતમાં આયોજિત જનસેવા-ઉપહાર કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને નગરસેવકોને જનતા સાથે સતત જોડાયેલા રહેવાની મહત્વપૂર્ણ સલાહ આપી. પોતાના સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપ એક સંસ્કારી પાર્ટી છે અને જન પ્રતિનિધિઓએ હંમેશા નમ્રતા અને સેવાભાવ સાથે કામ કરવું જોઈએ.જનતા સાથે સન્માનપૂર્ણ વર્તન કરવું જરૂરી હર્ષ સંઘવીએ નગરસેવકોને ચેતવણી આપતાં કહ્યું કે ગેરવર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. લોકો જ્યારે પોતાના પ્રશ્નો અને આશાઓ લઈને જનપ્રતિનિધિઓ પાસે આવે છે ત્યારે તેમની સાથે સન્માનપૂર્ણ વર્તન કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે “હું નગરસેવક બની ગયો, સાહેબ બની ગયો” એવો અહંકાર રાખશો તો લોકોના દિલમાં સ્થાન બનાવી શકશો નહીં. કાર્યક્રમ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને નાગરિકોની સેવા માટે હંમેશા તૈયાર રહેવા અપીલ કરી. તેમણે કહ્યું કે દરેક કામ તરત થઈ જાય એવું શક્ય નથી, પરંતુ લોકો સાથે સારો વ્યવહાર અને વિશ્વાસ જાળવવો સૌથી મહત્વપૂર્ણ છે. DYCMએ ઉમેર્યું કે લોકોનો વિશ્વાસ જીતવો હોય તો દિવસ-રાત તેમની સમસ્યાઓ સાંભળવા તૈયાર રહેવું પડે. સવારે 4 વાગે પણ ફોન આવશે : DYCM હર્ષ સંઘવીએ હળવા અંદાજમાં કહ્યું કે “સવારે 4 વાગે પણ ફોન આવશે, પરંતુ જો તમે ફોન નહીં ઉઠાવો તો તમારી જરૂર નથી.” આ નિવેદનથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે વડીલો અને અનુભવી લોકો સાથે મળીને કામ કરવાની પણ સલાહ આપી અને કહ્યું કે અનુભવથી ઘણું શીખવા મળે છે. કાર્યક્રમમાં મળેલી ભેટ અંગે સંઘવીએ જણાવ્યું કે “આ ભેટની કિંમત કેટલી છે તેની મને ખબર નથી, પરંતુ આ આપ સૌનો પ્રેમ અને લાગણી છે.” તેમના આ શબ્દોને ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સેવાભાવ, સંસ્કાર અને જનતાપ્રતિ જવાબદારીનો સંદેશ મુખ્ય રહ્યો હતો. આ પણ વાંચો : Rajkot News: ઉપલેટામાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામથી લોકો ત્રાહિમામ, રસ્તા પર ખાડાને કારણે વાહનચાલકોને મુશ્કેલી

Read Full Story arrow_forward