android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhoraji News: રેલ્વે સ્ટેશનના કર્મચારીએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, વીડિયો વાયરલ કરી અધિકારી પર લગાવ્યા આક્ષેપ
calendar_today May 10, 2026

Dhoraji News: રેલ્વે સ્ટેશનના કર્મચારીએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, વીડિયો વાયરલ કરી અધિકારી પર લગાવ્યા આક્ષેપ

રાજકોટના ધોરાજી રેલ્વે સ્ટેશન પર આજે એક આઘાતજનક ઘટના બની છે. રેલ્વે સ્ટેશનના ટિકિટ બુકિંગ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા નીતીનભાઈ જેઠવા નામના કર્મચારીએ સ્ટેશન પરિસરમાં જ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: ત્રાસનો આક્ષેપ આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ એક વાયરલ વીડિયોને લીધે ચર્ચામાં આવ્યું છે. નીતીનભાઈ જેઠવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ધોરાજી રેલ્વે સ્ટેશન ખાતે કાર્યરત સીણા સાહેબ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત થઈ રહેલા ત્રાસથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું વીડિયોમાં જણાવ્યું છે. આ વીડિયો વાયરલ થતા રેલ્વે વિભાગ અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પોલીસ તપાસ અને કાર્યવાહી ઘટનાની ગંભીરતાને જોતા ધોરાજી પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે વાયરલ વીડિયો અને પરિવારજનોના નિવેદનોના આધારે હકીકત જાણવા માટે કવાયત હાથ ધરી છે. રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. શું ખરેખર અધિકારી દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો કે અન્ય કોઈ કારણ છે, તે પોલીસની ઊંડી તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં કર્મચારીની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vijay Thalapathy ના શપથ સમારોહમાં 2 વાર ગવાયું વંદે માતરમ, સોશિયલ મીડિયા પર પ્રશંસાની લહેર
calendar_today May 10, 2026

Vijay Thalapathy ના શપથ સમારોહમાં 2 વાર ગવાયું વંદે માતરમ, સોશિયલ મીડિયા પર પ્રશંસાની લહેર

તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં રવિવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. અભિનેતામાંથી રાજકારણી બનેલા તમિલ વેટ્રી કઝગમ (TVK) ના વડા સી. જોસેફ વિજયે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત આ ભવ્ય સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજય અને તેમના નવ મંત્રીઓને પદના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ આ શપથ ગ્રહણ સમારોહની સૌથી ખાસ વાત એ રહી કે તેમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. સમારોહની શરૂઆત અને અંત એમ બે વાર આખા 'વંદે માતરમ'નું ગાન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે તમિલનાડુના રાજકારણમાં પ્રાદેશિક ગીતોનું વર્ચસ્વ વધુ રહેતું હોય છે, પરંતુ વિજયના આ પગલાને સોશિયલ મીડિયા પર લોકો "નવું તમિલનાડુ" કહીને બિરદાવી રહ્યા છે. દેશભરમાં આ ઘટનાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો વિજયની રાષ્ટ્રવાદી વિચારધારાના વખાણ કરી રહ્યા છે. દ્રવિડિયન રાજનીતિના પ્રભુત્વનો અંત જોસેફ વિજયની સરકારની રચના સાથે તમિલનાડુમાં DMK અને AIADMK ના દાયકાઓ જૂના વર્ચસ્વનો અંત આવ્યો છે. રાજ્યના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ બિન-દ્રવિડ પક્ષે સરકાર બનાવી હોય. વિજયની આ જીતે સાબિત કરી દીધું છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. જોકે, સત્તા સંભાળ્યા બાદ વિજય માટે પહેલું લક્ષ્ય બહુમતી સાબિત કરવાનું છે, જેના માટે રાજ્યપાલે તેમને ૧૩ મે સુધીનો સમય આપ્યો છે. સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ શપથ ગ્રહણ બાદ ઇન્ટરનેટ પર વિજયના સમર્થકો અને સામાન્ય જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુઝર્સે લખ્યું કે, "શપથ ગ્રહણની શરૂઆત અને અંત વંદે માતરમ સાથે થયો, તે સાંભળીને ગર્વ અને આનંદની લાગણી થાય છે." લોકો વિજયને 'જનતા નેતા' તરીકે સંબોધી રહ્યા છે. આ પણ વાંચોઃ Vijay Thalapathy: તમિલનાડુમાં 'દેવા' પર દંગલ, વિજયના 10 લાખ કરોડના આરોપ પર સ્ટાલિનનો પલટવાર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  શિનોરમાં કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત, ઝાડ સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો
calendar_today May 10, 2026

Gujarat Latest News Live : શિનોરમાં કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત, ઝાડ સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward