Rajkot News: ઉપલેટામાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામથી લોકો ત્રાહિમામ, રસ્તા પર ખાડાને કારણે વાહનચાલકોને મુશ્કેલી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે.શહેરના મુખ્ય રાજમાર્ગ પર ચાલી રહેલા ભૂગર્ભ ગટર અને પાઈપલાઈનના કામને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર મોટા મોટા ખાડાઓ અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવે અવારનવાર વાહનો ફસાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રિના સમયે કોઈપણ પ્રકારના સૂચના બોર્ડ, બેરીકેડ અથવા આડશ વગરના કામને કારણે એક સ્વિફ્ટ કાર રસ્તાના ખાડામાં ફસાઈ જતા કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. કેટલાક દિવસોથી ભૂગર્ભના કામ ચાલી રહ્યા છે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભના કામ ચાલી રહ્યા છે.પરંતુ કામ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની કોઈ જ કાળજી લેવામાં આવતી નથી.રસ્તા પર મોટા ખાડાઓ ખોદી મુકવામાં આવ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈ સૂચના બોર્ડ કે બેરીકેટ મૂકવામાં આવ્યા નથી.જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગઈકાલે રાત્રિના ટ્રાફિક દરમિયાન એક સ્વિફ્ટ કાર અચાનક ખાડામાં ફસાઈ ગઈ હતી. ઘટનામાં કારના બમ્પર, સાઈડ સહિતના ભાગોમાં નુકસાન પહોંચ્યું હતું. સિમેન્ટ કામ કરી રસ્તો વ્યવસ્થિત શરૂ કરવાની માંગ સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ દિવસમાં અનેક વાહનો આ જ રસ્તા પર ફસાઈ ચૂક્યા છે.છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી નથી.સ્થાનિક વેપારીઓ, વિવિધ એસોસિએશનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક વખત નગરપાલિકા તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ વેપારીઓ અને સ્થાનિકોએ તાત્કાલિક રોડ પર મેટલ પાથરી, સિમેન્ટ કામ કરી રસ્તો વ્યવસ્થિત શરૂ કરવાની માંગ ઉઠાવી છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ વધશે, અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ
Read Full Story arrow_forward