android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય અમદાવાદ પ્રવાસ, નવનિયુક્ત કાઉન્સિલરો સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક
calendar_today May 10, 2026

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય અમદાવાદ પ્રવાસ, નવનિયુક્ત કાઉન્સિલરો સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 15 મેથી બે દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. મંત્રીની આ મુલાકાત ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત કાઉન્સિલરો અને સ્થાનિક સંગઠન માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.નવનિયુક્ત કાઉન્સિલરો સાથે બેઠકપોતાના પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદ શહેરના નવનિયુક્ત કાઉન્સિલરો સાથે ખાસ મુલાકાત કરશે. આ બેઠકમાં તેઓ સ્થાનિક સ્તરે જનહિતના કાર્યોને વેગ આપવા અને વહીવટી પારદર્શિતા વધારવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. ખાસ કરીને આગામી સમયના રાજકીય લક્ષ્યાંકો અને સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવશે.વિકાસકાર્યોમાં હાજરીરાજકીય બેઠકોની સાથે અમિત શાહ અમદાવાદમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે. શહેરના માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ અથવા નવા પ્રકલ્પોના લોકાર્પણ અંગેની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. આ મુલાકાતને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો: Surat: એક મહિનાથી ફરાર ‘આપ’ પ્રવક્તા લસકાણા પોલીસના સકંજામાં, ડાયમંડ નગરથી બાતમીના આધારે દબોચી લેવાયો

Read Full Story arrow_forward
Kheda News: ભક્તોમાં રોષ વધતાં ડાકોર મંદિરમાં મનોરથ માટે કરાયેલો ભાવ વધારો આખરે મોકૂફ રખાયો
calendar_today May 10, 2026

Kheda News: ભક્તોમાં રોષ વધતાં ડાકોર મંદિરમાં મનોરથ માટે કરાયેલો ભાવ વધારો આખરે મોકૂફ રખાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં શ્રીઠાકોરજીના મહાભોગ, ધજા સહિત વિવિધ મનોરથોના ચાર્જમાં તોતિંગ વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને વૈષ્ણવો અને સ્થાનિક સેવક સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ ભાવ વધારો શ્રદ્ધાળુઓની લાગણી દુભાવનારો છે તેમજ આ તોતિંગ લાગો વધારાના કારણે ગરીબ ભકતો અને સેવક સમાજની આર્થિક સ્થિતિ કફોડી થવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી સેવક સમાજ દ્વારા મનોરથોના લાગો વધારાના નિર્ણયને સ્થગિત કરવામાં આવે તેવી માગ સાથે કમિટિને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બેફામ ભાવ વધારાના પગલે ભક્તોમાં રોષ ફેલાયો હતો. જેથી હવે મંદિર સમિતી દ્વારા આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. વિવિધ લાગોમાં વધારો કરવામાં આવ્યો હતો સેવકોએ લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ભકતો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.અનેક ભકતો વાર તહેવાર પૂર્ણિમાના દિવસે પદયાત્રા કરીને ધજા ચઢાવવાની માનતા પૂરી કરવા આવે છે.ટેમ્પલ કમિટિ દ્વારા ઠરાવ કરીને તા.8 મે શુક્રવારના રોજ વિવિધ મનોરથોના વધારાના નવા લાગો (ચાર્જ) બાબતનુ લિસ્ટ સાથે નોટિસ જાહેર કરવામાં આવી હતી.જેમાં નાની ધજા સુવર્ણ શિખર પરચઢાવવાના જૂનો રૂ.610 ભાવ વધારીને રૂ.2510 કરી દેવામાં આવ્યો હતો.આ ઉપરાંત રાજભોગ, તુલસી વિવાહ સહિત વિવિધ ઉત્સવો સહિતના વિવિધ લાગોમાં વધારો કરવામાં આવ્યો હતો. ટેમ્પલ કમિટિએ આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખ્યો આ કમિટિના નિર્ણયની અસર માત્ર ભક્તો પરજ નહીં પરંતુ મંદિર સાથે જોડાયેલા સેવક સમાજ પર પણ પડશે.સેવક સમાજના આગેવાનો દ્વારા મંદિરમાં મનોરથોના આ ભાવ વધારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે અને શ્રદ્ધાળુઓના હિતમાં અને મંદિરની ગરિમા જાળવી રાખવા માટે આ નિર્ણય મોકૂફ રાખવા આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ ભાવ વધારાને લઈને ભક્તોમાં પણ રોષ ફેલાયો હતો. જેથી હવે ટેમ્પલ કમિટિએ આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. 15મી મેના રોજ સેવક આગેવાનો સાથે ચર્ચા કરાશે અને ત્યાર બાદ નિર્ણય લેવાશે. આ પણ વાંચોઃ Ahmedabad News: PCR વાનના પોલીસકર્મીએ કિશોરને લાફો માર્યાનો વીડિયો વાયરલ, જાહેરમાં દાદાગીરી કરતાં લોકોમાં રોષ

Read Full Story arrow_forward
Gujarat Weather News: આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે, આગામી પાંચ દિવસ હિટવેવની અસર વર્તાશે
calendar_today May 10, 2026

Gujarat Weather News: આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે, આગામી પાંચ દિવસ હિટવેવની અસર વર્તાશે

ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.આજે હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી હજુ ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. અસહ્ય ગરમીને કારણે લોકોએ સ્વિમિંગપુલનો સહારો લેવો પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ગરમીની અસર વધુ પ્રમાણમાં રહેશે સૌરાષ્ટ્ર-કચ્છમાં વૈશાખ મહિનાની કાળઝાળ ગરમીએ પરાકાષ્ઠા વટાવી છે.રાજકોટ,કંડલા અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પારો 44 ડિગ્રીને આંબી જતાં જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. રાજ્યમાં આજે કંડલામાં 44.4,અમદાવાદમાં 44.4, ગાંધીનગરમાં 43.3, વડોદરામાં 43.4, રાજકોટમાં 43.7, ભુજમાં 42.1, કેશોદમાં 41.7, ભાવનગર 40.8, સુરત 41.9, કચ્છમાં 42.3, પાટણ 43.2, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીની અસર વધુ પ્રમાણમાં રહેશે. લોકોને બપોરે ઘરની બહાર ન નીકળવા તાકીદ આશ્ચર્યજનક રીતે,રાજકોટ, ભુજ અને ઓખામાં સવારે હવામાં ભેજ વધતા ધુમ્મસ છવાયું હતું.પરંતુ બપોર થતાં જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ હતી.જૂનાગઢ (42.5), ભુજ (42), કેશોદ (41.7) અને ભાવનગર (40.8) માં પણ પ્રચંડ ગરમી નોંધાઈ હતી. રાજકોટમાં બપોરે પવન શાંત પડતા 43.7 ડિગ્રીની ભઠ્ઠીમાં શહેરીજનો શેકાયા હતા, જ્યારે સાંજે 14 કિમીની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ હતી. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે 'હીટ વેવ'ની ભીષણ આગાહી કરી લોકોને બપોરે ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: PCR વાનના પોલીસકર્મીએ કિશોરને લાફો માર્યાનો વીડિયો વાયરલ, જાહેરમાં દાદાગીરી કરતાં લોકોમાં રોષ

Read Full Story arrow_forward